બળદેવભાઈ કનીજિયા

ઝકારિયા, પૉલ

ઝકારિયા, પૉલ (જ. 5 જૂન 1945, ઉરુલિકુન્નમ્, જિ. કોટ્ટયમ્, કેરળ) : મલયાળમ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ઝકારિયાયુટે કથકળ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે 35 વર્ષ સુધી અધ્યાપન, પુસ્તકપ્રકાશન અને મીડિયા-ક્ષેત્રે સક્રિય કામગીરી કરી; સાથોસાથ કૃષિકાર્ય…

વધુ વાંચો >

ઝા, તંત્રનાથ

ઝા, તંત્રનાથ (જ. 1909, ધરમપુર, જિ. દરભંગા, બિહાર; અ. 1984) : ખ્યાતનામ મૈથિલી કવિ અને વાર્તાકાર. તેમને તેમના મહાકાવ્ય ‘કૃષ્ણચરિત’ માટે 1979ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. પટણા કૉલેજમાં અભ્યાસ. અર્થશાસ્ત્રના વિષય સાથે 1933માં તેમણે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. પછી 1934થી 1941 સુધી શિક્ષક તરીકે કામગીરી કર્યા…

વધુ વાંચો >

ઝા, સુભદ્ર

ઝા, સુભદ્ર (જ. 1909, નાગદા, બિહાર; અ. 2000) : મૈથિલીના લેખક અને અનુવાદક. તેમને તેમના પત્ર-સંગ્રહ ‘નાતીક પત્રક ઉત્તર’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ડૉ. સુનીતિકુમાર ચૅટરજી અને પં. સીતારામ શાસ્ત્રી જેવા વિદ્વાનોના વિદ્વત્તાપૂર્ણ માર્ગદર્શન હેઠળ અભ્યાસ કર્યો. કૉલકાતા યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.…

વધુ વાંચો >

ઝા, હરિમોહન

ઝા, હરિમોહન (જ. 1908, કુમાર બાજિતપુર, જિ. વૈશાલી, બિહાર; અ. 1984) : મૈથિલી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. તેમને તેમની આત્મકથા ‘જીવનયાત્રા’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મરણોત્તર આપવામાં આવ્યો હતો. તેમની શૈક્ષણિક કારકિર્દી ઘણી ઉજ્જ્વળ હતી. તેમણે દર્શનશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી પ્રથમ વર્ગમાં પ્રથમ આવીને પ્રાપ્ત કરી હતી.…

વધુ વાંચો >

ટીવાણા, મનજિત

ટીવાણા, મનજિત (જ. 1947, પતિયાળા, પંજાબ) : પંજાબનાં જાણીતાં કવયિત્રી. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઊણીંદા વર્તમાન’ માટે 1990નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે અંગ્રેજી અને માનસશાસ્ત્ર સાથે અનુસ્નાતક ઉપાધિ મેળવી છે. તેમણે 1973માં અભિનય અને દિગ્દર્શનમાં ડિપ્લોમા કર્યો હતો. સર્જનાત્મક લેખનની પ્રક્રિયાના વિષય પર મહત્વપૂર્ણ મહાનિબંધ લખીને 1984માં મનોવિજ્ઞાનમાં…

વધુ વાંચો >

ઠાકુર, હીરો

ઠાકુર, હીરો [જ. 2 માર્ચ 1943, હૈદરાબાદ, સિંધ (હવે પાકિસ્તાનમાં)] : સિંધી લેખક. તેમને તેમની વિવેચનાત્મક કૃતિ ‘તહકીક ઐં તનકીદ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. ઑનર્સ અને વર્ધામાંથી ‘રાષ્ટ્રભાષારત્ન’ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, ઉર્દૂ, મરાઠી અને સંસ્કૃત ભાષાની જાણકારી…

વધુ વાંચો >

ડબરાલ મંગલેશ

ડબરાલ મંગલેશ (જ. 16 મે 1948, કાફલપાની, જિ. ટિહરી ગઢવાલ, ઉત્તરાંચલ) : હિંદી લેખક અને કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘હમ જો દેખતે હૈં’ બદલ 2000ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો. તેમણે પત્રકારત્વને તેમની આજીવિકાનું સાધન બનાવ્યું. ‘પહાડ પર લાલ ટેન’, ‘ઘર કા રાસ્તા’, ‘હમ જો દેખતે હૈં’, ‘આવાજ…

વધુ વાંચો >

ડંગવાલ, વીરેન

ડંગવાલ, વીરેન [જ. 5 ઑગસ્ટ, 1947, ટેહરી-ગઢવાલ(હવે ઉત્તરાંચલ)નું કીર્તિનગર] : હિંદી કવિ અને અનુવાદક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘દુષ્ચક્ર મેં સ્રષ્ટા’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ. અને ડી.ફિલ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. તેઓ અંગ્રેજીની જાણકારી ધરાવે છે. 1971માં બરેલી કૉલેજમાં અધ્યાપક હતા. 1968–69થી તેમનાં…

વધુ વાંચો >

ડોગરા, દેશબંધુ ‘નૂતન’

ડોગરા, દેશબંધુ ‘નૂતન’ (જ. 4 નવેમ્બર 1939, રામનગર, જિ. ઉધમપુર, જમ્મુ-કાશ્મીર) : ડોગરી ભાષાના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘કૈદી’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે 1965માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ઇતિહાસના વિષય સાથે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. જોકે 1955થી તેમણે તેમના લેખનકાર્યનો પ્રારંભ…

વધુ વાંચો >

તમિળનબન, ઇરોડ

તમિળનબન, ઇરોડ (એન. જગદીશન) (જ. 28 સપ્ટેમ્બર 1933, ચેન્નીમલાઈ, જિ. ઇરોડ, તમિળનાડુ) : તમિળ કવિ. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘વણક્કમ વળ્ળુવા’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે મદ્રાસ (ચેન્નાઈ) યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. 1975થી 1992 દરમિયાન તેઓ ચેન્નાઈ દૂરદર્શન કેન્દ્રમાં સંદેશાવાચક…

વધુ વાંચો >