બળદેવપ્રસાદ પનારા
દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર
દ્વિવેદી, વાસુદેવ મૂળશંકર (જ. 26 ફેબ્રુઆરી 1901; અ. 21 ઑક્ટોબર 1987) : ગુજરાતના પ્રાચીન પેઢીના નામી અને અનુભવી વૈદ્યરાજોની શ્રેણીમાં પ્રસિદ્ધ રસવૈદ્ય. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના બ્રાહ્મણ કુટુંબના, વૈદ્ય પરિવારના પુત્ર. મૅટ્રિક્યુલેશન (1916) કર્યા પછી કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ. ત્યારબાદ મોરબીના રાજવૈદ્ય વિશ્વનાથ ભટ્ટને ગુરુ તરીકે સ્વીકારી આયુર્વેદનો અભ્યાસ…
વધુ વાંચો >નાનભટ્ટજી
નાનભટ્ટજી (જ. 1848, સ્વામીના ગઢડા; અ. 1935, ગઢડા) : આયુર્વેદના એક અગ્રણી વૈદ્ય. પ્રકાંડ પંડિત, આદર્શ ગુરુ તથા નિ:સ્પૃહી જનસેવક તરીકે વિખ્યાત. લોકો હેતથી તેમને ‘વૈદ્યબાપા’ કહેતા. પિતા તપોનિષ્ઠ સત્પુરુષ અને જ્યોતિષી હતા. નાનભટ્ટ તેમના મોટા પુત્ર. તેમણે ચાંદોદ-કરનાળીમાં વાસ કરી, પિતાની જેમ વર્ષો સુધી સંસ્કૃત અને આયુર્વેદનો અભ્યાસ કરી,…
વધુ વાંચો >પરમદ
પરમદ : ‘પરમદ’ એટલે પરમ મદ કે ઘેન. નીતિનિયમનું પાલન કરી, ઔષધ રૂપે પ્રમાણસર લેવાયેલ મદ્ય એક ઔષધ છે; પરંતુ નિયમબહાર, પ્રમાણબહાર વ્યસન રૂપે મદ્ય લેવાતાં તે શરીરમાં અનેક ભયાનક રોગો પેદા કરે છે અને તેથી અચાનક અકાળે મૃત્યુ પણ થાય છે. આયુર્વેદમાં વધુ પડતા મદ્યપાનથી ઉત્પન્ન થતાં દર્દોને ‘મદાત્યય’…
વધુ વાંચો >પરાશર
પરાશર : વેદકાળના પરાશર-ગોત્રપ્રવર્તક ઋષિ. આયુર્વેદના એ નામના આચાર્ય, જેમનો ચરકે ઉલ્લેખ કર્યો છે. અત્રિ નામના આચાર્યના શિષ્ય. વસિષ્ઠ મૈત્રાવરુણિના પૌત્ર. પિતાનું નામ શક્તિ, માતાનું નામ અષ્યંતિ. રાક્ષસો પોતાના પિતા શક્તિને ખાઈ ગયાની ખબર બાળક પરાશરને પડતાં રાક્ષસસત્ર કરીને તેમણે પોતાના તપોબળથી અનેક રાક્ષસોને બાળી મૂક્યાનો ઉલ્લેખ છે. પુલસ્ત્ય ઋષિની…
વધુ વાંચો >પંચમહાભૂત સિદ્ધાંત
પંચમહાભૂત સિદ્ધાંત : આ સૃષ્ટિ(જગત)ની ઉત્પત્તિ સંબંધી ભારતીય સંસ્કૃતિના પ્રાચીન ઋષિ-મુનિઓની સાંખ્ય મતાનુસાર માન્યતા. તેને આયુર્વેદના ચરક અને સુશ્રુત બંનેએ સ્વીકારેલ છે. સૃષ્ટિક્રમ : સમગ્ર સૃષ્ટિ 24 (અન્ય મતે 25) તત્વોથી બની છે. સર્વપ્રથમ પુરુષ-સંયોગી પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. પ્રકૃતિ સત્વ, રજસ અને તમસ્ આ ત્રણ ગુણોવાળી હોય છે. આવી…
વધુ વાંચો >પંડિત કેશવદેવ
પંડિત, કેશવદેવ (જ. 1271; અ. 1309) : આયુર્વેદના વિદ્વાન ગ્રંથકાર. પંડિત કેશવદેવ વૈદ્ય હોવા ઉપરાંત દક્ષિણ ભારતના દેવગિરિના રાજાના પ્રધાન હતા. તેમનો પુત્ર બોપદેવ ‘શાર્ઙ્ગધરસંહિતા’નો પ્રખ્યાત ટીકાકાર હતો. પંડિત કેશવદેવે ‘સિદ્ધમંત્રપ્રકાશ’ નામનો એક વૈદકીય ગ્રંથ લખેલો છે. તેમાં તેમણે ઔષધદ્રવ્યોનું વર્ગીકરણ ગુણો અનુસાર કરેલું છે; જેમ કે વાતનાશક, પિત્તનાશક અને…
વધુ વાંચો >પંડિત શિવશર્મા
પંડિત, શિવશર્મા (જ. 12 માર્ચ 1906, પતિયાળા; અ. 20 મે 1980, મુંબઈ) : દેશ-વિદેશમાં નામાંકિત આયુર્વેદ-નિષ્ણાત. તેમના પિતા પંડિત રામપ્રસાદજી વીસમી સદીના બીજા દશકામાં પતિયાળાના રાજવૈદ્ય હતા. તેમણે ત્યાં આયુર્વેદ વિદ્યાલય સ્થાપ્યું હતું, જે આજે પતિયાળામાં આયુર્વેદ કૉલેજ તરીકે વિકસ્યું છે. પંડિત શિવશર્મા સૌપ્રથમ પોતાના પિતા પાસે જ આયુર્વેદ શીખ્યા…
વધુ વાંચો >પંડિત શ્રીનાથ
પંડિત, શ્રીનાથ : દક્ષિણ ભારતીય આયુર્વેદજ્ઞાતા. પંડિત શ્રીનાથનું નામ વર્તમાન પંડિત ડી. ગોપાલાચાર્લુએ કરેલ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથકર્તાઓની યાદીમાં છે. પંડિત શ્રીનાથ દક્ષિણ ભારતીય આયુર્વેદિક ગ્રંથોના કર્તા હતા. તેમણે ‘રસરત્ન’ તથા ‘પરહિતસંહિતા’ (અન્ય ઇતિહાસકારના મતે ‘પારાશરસંહિતા’) નામના બે સંગ્રહગ્રંથો લખ્યા હોવાના ઐતિહાસિક ઉલ્લેખો ઉપલબ્ધ છે. પંડિત શ્રીનાથે લખેલ ‘પરહિતસંહિતા’ નામના…
વધુ વાંચો >પાદદાહ
પાદદાહ : પગમાં દાહ/બળતરા પેદા કરતો એક પ્રકારનો વાતરોગ. વધુ પડતા ચાલવાથી (ખાસ કરીને ખુલ્લા પગે), તપીને ગરમ થયેલા રસ્તા ઉપર ચાલવાથી કે શરીરનો પિત્તદોષ વિકૃત થઈ રક્તમાં ભળી શરીરના હાથ, પગ જેવાં અંગોના અંતભાગમાં સ્થિર થતાં આ રોગ થાય છે. અહીં પગની શિરા(veins)નાં મુખ જ્યારે વાયુદોષથી અવરોધાય છે ત્યારે…
વધુ વાંચો >પાનવિભ્રમ
પાનવિભ્રમ : નિયમ અને માત્રાનો વિચાર કર્યા વિના કરેલ મદ્યપાનથી – તેના અતિરેકથી જે ખાસ પ્રકારના ભ્રમ-વિભ્રમ(ચક્કર)નો રોગ થાય છે તે. સુશ્રુતસંહિતાના ઉત્તર તંત્રના 47મા ‘પાનાત્યયપ્રતિષેધ’ નામના અધ્યાયમાં આ રોગનું વર્ણન છે. સુશ્રુતાચાર્યે ‘પાનવિભ્રમ’ રોગનાં લક્ષણો આ મુજબ વર્ણવ્યાં છે : “હૃદય અને શરીરમાં સોય ચૂભવા જેવી પીડા, ઊલટી થવી,…
વધુ વાંચો >