બંસીધર શુક્લ
પાલતુ પ્રાણી
પાલતુ પ્રાણી : માણસ દ્વારા અનેકવિધ હેતુઓ માટે પાળવામાં આવતાં પ્રાણી. પ્રાણીસૃષ્ટિની વ્યવસ્થા એવી છે કે અપવાદરૂપ પ્રાણી જ અલિપ્ત કે એકલદોકલ પરિસ્થિતિમાં જીવતું જોવા મળે છે. મોટેભાગે પ્રાણીઓ નાનામોટા સમાજો રચીને એકબીજાને આધારે જીવે છે. માનવી વિશિષ્ટ પ્રાણી છે. ઉત્ક્રાંતિનાં પાછલાં વર્ષોમાં તેની બુદ્ધિનો વિકાસ થયો; પણ દૃષ્ટિ, ઘ્રાણ,…
વધુ વાંચો >પુલિત્ઝર પ્રાઇઝ
પુલિત્ઝર પ્રાઇઝ : એ નામનો સાહિત્ય, શિક્ષણ અને બીજી જાહેર પ્રવૃત્તિઓના ક્ષેત્રે અપાતો ઍવૉર્ડ. ‘ન્યૂયૉર્ક વર્લ્ડ’ સામયિકના પ્રકાશક જોસેફ પુલિત્ઝર દ્વારા કોલંબિયા યુનિવર્સિટીની પત્રકારત્વ-શાખાને 1917માં અપાયેલ વીસ લાખ ડૉલરના દાનની રકમ પૈકી અલાયદા રાખેલ પાંચ લાખ ડૉલરની આવકમાંથી પ્રતિવર્ષે 21 જેટલાં પારિતોષિક જાહેરસેવા, પ્રજાકીય મૂલ્યો, અમેરિકન સાહિત્ય અને શિક્ષણના ઉત્કર્ષ…
વધુ વાંચો >પેરી ફ્રેડ
પેરી, ફ્રેડ (જ. 18 મે 1909, સ્ટૉકપૉર્ટ, ઈશર, ઇંગ્લૅન્ડ; અ. 2 ફેબ્રુઆરી 1995, મેલબૉર્ન, ઑસ્ટ્રેલિયા) : બ્રિટનનો ટેનિસ રમતવીર. વિશ્વના નોંધપાત્ર ખેલાડીઓમાંનો એક. 1936માં તેણે રમતક્ષેત્રે પ્રવેશ કર્યો ત્યારથી 1998 સુધીમાં ગ્રાન્ડ સ્લૅમમાં આઠ વાર સિંગલ સ્પર્ધામાં શ્રેષ્ઠ ખેલાડીનું પદ પ્રાપ્ત કર્યું. બીજો કોઈ બ્રિટિશ પુરુષ આ સિદ્ધિ એકાદ વાર…
વધુ વાંચો >પોશાક
પોશાક વિશ્વમાં સર્વત્ર માણસો દ્વારા રક્ષા, શોભા કે બીજા કોઈ હેતુથી શરીર ઢાંકવા માટે વપરાતાં આવરણ. તેમાં માથાનાં તથા પગનાં આવરણ પણ આવી જાય છે. આવાં આવરણ કાપડનાં અથવા અન્ય પદાર્થનાં અથવા તેમનાં મિશ્રણોનાં અને સીવેલાં અથવા વગર સીવેલાં હોય છે. પુરાતત્ત્વવિદોનું અનુમાન છે કે આશરે એક લાખ કરતાં વધારે…
વધુ વાંચો >પ્રતિનિવેશન (subrogation)
પ્રતિનિવેશન (subrogation) : વીમાના વિધાનમાં વીમા કંપનીને પ્રાપ્ત થતો વિશિષ્ટ અધિકાર. ક્ષતિપૂર્તિની વિવિધ પૉલિસી અન્વયે પૉલિસીધારકને જો સૂચિત હાનિ થાય તો સંમત રકમની મર્યાદામાં તે ભરપાઈ કરવા વીમા કંપની બંધાય છે. આ સાથે જ પૉલિસીધારકને સામાન્ય ધારા હેઠળ અથવા અન્ય ધારા કે પારસ્પરિક લખાણ હેઠળ આવું નુકસાન અન્ય વ્યક્તિ કે…
વધુ વાંચો >પ્રાણીચર્મપૂરણ (taxidermy)
પ્રાણીચર્મપૂરણ (taxidermy) : મૃત પ્રાણીની ખાલ ઉતારી, તેમાં વિવિધ પદાર્થો ભરીને, પ્રદર્શન હેતુ માટે તેને જીવંત અને સક્રિય લાગે તેવી રીતે તૈયાર કરવાની કલા. પ્રાણી-ઉદ્યાનોમાં જીવંત પ્રાણીઓને તેમના પ્રાકૃતિક પર્યાવરણમાં રાખવામાં આવે છે. પ્રાકૃતિક સંગ્રહાલયોમાં મૃત પ્રાણીઓને ચર્મપૂરણકલા દ્વારા તૈયાર કરીને પ્રાકૃતિક પરિવેશમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ચર્મપૂરણકલા કેટલીક વિશેષ…
વધુ વાંચો >પ્રાથમિક શિક્ષણ (elementary education; primary education)
પ્રાથમિક શિક્ષણ (elementary education; primary education) : ઔપચારિક શિક્ષણનું પહેલું ચરણ. પરંપરાથી લગભગ દરેક સમાજમાં બાળકની 5થી 7 વર્ષની વયે તેનો પ્રારંભ થાય છે અને 11થી 13ની વય સુધી તે ચાલુ રહે છે. આમાં આરંભનાં વર્ષોમાં બાળકને વાચન અને લેખન તથા અંકગણિતમાં આવતી સરળ ગણતરીઓથી પરિચિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે…
વધુ વાંચો >પ્રીમિયમની ચુકવણી (payment of premium)
પ્રીમિયમની ચુકવણી (payment of premium) : વીમાવિધાનમાં વીમાના કરાર એટલે કે પૉલિસીની મહત્વની શરતોમાંની એક. બે પક્ષો વચ્ચેની સમજૂતીને ઘણી વાર લેખિત સ્વરૂપ આપવામાં આવે છે. આવી લેખિત સમજૂતીને કરાર કહે છે. સામાન્ય કરારનાં છ કે સાત લક્ષણો છે : પ્રસ્તાવ, પ્રસ્તાવની સ્વીકૃતિ, પ્રતિદેય (consideration), વિષયવસ્તુની વૈધતા, સંજ્ઞાન (consensus) અને…
વધુ વાંચો >પ્રુસિનર, સ્ટેન્લી બી.
પ્રુસિનર, સ્ટેન્લી બી. (જ. 1942 અમેરિકા) : દેહધર્મવિદ્યા અને વૈદ્યક માટેનું 1997નું નોબેલ પારિતોષિક મેળવનાર અમેરિકી સંશોધક. પ્રુસિનરે દાકતરીનું પ્રશિક્ષણ લઈ દાકતરનો વ્યવસાય સંભાળવા વિચારેલું પણ, શિક્ષણ અને સંશોધનકાર્યમાં રુચિ વધતાં તે સાન ફ્રાન્સિસ્કોમાં ફૉલિકેર્નિયા યુનિવર્સિટીમાં જોડાયા. 1972માં તે દાક્તર હતા ત્યારે તેમની સારવાર હેઠળના એક રોગીનું ભેદી મરણ થયું.…
વધુ વાંચો >ફરતી મૂડી
ફરતી મૂડી : હિસાબી નામાની પરિભાષામાં ધંધાકીય એકમની ચાલુ મિલકતો (current assets) અને ચાલુ દેવાં (current liabilities) વચ્ચેના તફાવતરૂપ ચોખ્ખી ચાલુ મિલકતો. ધંધામાં રોકાણ કરેલી મૂડીનું વિભાજન સામાન્ય રીતે સ્થાયી મૂડી (fixed capital) અને ફરતી મૂડી(circulating capital)માં કરાય છે. સ્થાયી મૂડીનો ઉપયોગ જમીન, મકાનો અને યંત્રસામગ્રી ખરીદવામાં થાય છે; જ્યારે…
વધુ વાંચો >