પ્ર. ઉ. શાસ્ત્રી

વિશ્વેશ્વર

વિશ્વેશ્વર : સંસ્કૃત ભાષાના અલંકારશાસ્ત્રી અને કવિ. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના અલમોડા જિલ્લાના પટિયા ગામમાં થયેલો. આ હિમાચળ પર્વતનો પ્રદેશ હોવાથી તેમને ‘પાર્વતીય’ એવા ઉપનામે ઓળખવામાં આવ્યા છે. તેમનું કુળનામ કે અટક ‘પાંડેય’ હોવાનો નિર્દેશ તેમણે કર્યો છે. વિશ્વેશ્વરના પિતાનું નામ લક્ષ્મીધર અને મોટા ભાઈનું નામ ઉમાપતિ હતું. સોળમી સદીમાં થયેલા…

વધુ વાંચો >

વિષ્કંભક

વિષ્કંભક : ભરતના નાટ્યશાસ્ત્ર મુજબ કથાનકને સૂચવવાની એક પ્રયુક્તિ. તે વિષ્કંભ એવા નામે ઓળખાય છે. તે અર્થોપક્ષેપકનો એક પ્રકાર છે. નાટ્યરચના કરતી વખતે નાટ્યની વાર્તામાં આવતી નીરસ કે ભરત દ્વારા નિષિદ્ધ કે અયોગ્ય ઘટનાઓ રંગભૂમિ પર ભજવી ન શકાય. આમ છતાં આ ઘટનાઓ રૂપકના કથાનકમાં પ્રેક્ષકોને જણાવવી પડે તેવી હોય…

વધુ વાંચો >

વૃત્તિ-1 (નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર)

વૃત્તિ-1 (નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્ર) : નાટ્યશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રનો એક ખ્યાલ કે પદાર્થ. સર્વપ્રથમ આચાર્ય ભરત પોતાના ‘નાટ્યશાસ્ત્ર’માં એમ કહે છે કે ચાર નાટ્યવૃત્તિઓ એ કાવ્યની માતાઓ છે. પુરુષાર્થસાધક વ્યવહાર અને તેને સૂચવતા ક્રિયાકલાપ અને ચેષ્ટાઓ એટલે નાટ્યવૃત્તિ. ભરત કાયિક અને માનસિક ચેષ્ટાઓનો જ નાટ્યવૃત્તિમાં સ્વીકાર કરે છે, કારણ કે આવી…

વધુ વાંચો >

વૃત્તિ-2 (વ્યાકરણશાસ્ત્ર)

વૃત્તિ-2 (વ્યાકરણશાસ્ત્ર) : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. પાણિનીય વ્યાકરણશાસ્ત્રમાં શબ્દના એક અર્થની અંદર બીજો નવો અર્થ પ્રગટ કરનારી શબ્દરચનાને વૃત્તિ કહે છે. વ્યાકરણશાસ્ત્રમાં પાંચ મુખ્ય વૃત્તિઓ માનવામાં આવી છે. એ સિવાય પણ બીજી વૃત્તિઓ છે. વૃત્તિ વિશે બીજો મત એવો છે કે જેના અર્થની સમજ આપવી પડે તેવી અસરવાળી શબ્દરચનાને…

વધુ વાંચો >

વૃત્તિ-3 (ગ્રંથપ્રકાર)

વૃત્તિ-3 (ગ્રંથપ્રકાર) : શાસ્ત્રનાં સૂત્રોની સમજ આપતી રચના. પ્રાચીન ભારતમાં દર્શનો, શાસ્ત્રગ્રંથો વગેરે સૂત્રશૈલીમાં રચાયાં છે. તેથી અલ્પ શબ્દોમાં ઘણો અર્થ સૂત્રકારોએ કહ્યો છે. સૂત્રમાં જે કોઈ સિદ્ધાન્તનો નિર્દેશ હોય તેને વિગતવાર સમજાવતી રચનાને વૃત્તિ કહે છે. અલબત્ત, તે ભાષ્ય કરતાં ટૂંકી હોય છે. વેદાંગ યાસ્ક્ના ‘નિરુક્ત’ પર દુર્ગાચાર્યની ‘ઋજ્વર્થા’,…

વધુ વાંચો >

વૃત્તિ-4 (શબ્દશક્તિ)

વૃત્તિ-4 (શબ્દશક્તિ) : વ્યાકરણશાસ્ત્ર, મીમાંસાશાસ્ત્ર અને કાવ્યશાસ્ત્રમાં પ્રયોજાતો પારિભાષિક શબ્દ. શબ્દ પર થતી શબ્દનો અમુક અર્થ આપતી પ્રક્રિયા તે વૃત્તિ. આ શબ્દવૃત્તિના ત્રણ પ્રકારો છે : (1) અભિધા (2) લક્ષણા અને (3) વ્યંજના. એમાં પહેલી બે વૃત્તિઓ વ્યાકરણાદિ બધાં શાસ્ત્રોમાં સ્વીકારવામાં આવી છે. ત્રીજી વ્યંજનાવૃત્તિ ફક્ત ધ્વનિવાદી આલંકારિકો જ સ્વીકારે…

વધુ વાંચો >

વૃત્તિવાર્તિક

વૃત્તિવાર્તિક : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રનો ગ્રંથ. અપ્પય્ય દીક્ષિત (16મી સદી) નામના લેખકે રચેલા આ ગ્રંથમાં શબ્દના બે વ્યાપારોની ચર્ચા કરવામાં આવી છે. બે પરિચ્છેદના બનેલા આ નાનકડા ગ્રંથમાં પ્રથમ પરિચ્છેદમાં અભિધા અને દ્વિતીય પરિચ્છેદમાં લક્ષણા નામના શબ્દવ્યાપારનું વિસ્તૃત નિરૂપણ કરવામાં આવ્યું છે. આલંકારિકો શબ્દના ત્રીજા વ્યાપાર વ્યંજનાને માને છે, પરંતુ…

વધુ વાંચો >

વેણીસંહાર

વેણીસંહાર : પ્રાચીન ભારતીય સંસ્કૃત નાટક. ભટ્ટનારાયણ નામના નાટકકારે આ નાટક સાતમી સદીના ઉત્તરાર્ધ અને આઠમી સદીના પૂર્વાર્ધમાં રચેલું છે. છ અંકનું બનેલું આ વીરરસપ્રધાન નાટક મહાભારતનાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરે છે. પ્રથમ અંકમાં શૂરવીર ભીમને કૌરવો સાથે સંધિ કે સુલેહ પસંદ નથી, કારણ કે યુદ્ધ કરીને કૌરવો સામે…

વધુ વાંચો >

વેશ્યાપ્રથા

વેશ્યાપ્રથા : પોતાના દેહના સોદા દ્વારા ગ્રાહકોની જાતીય પિપાસાને સંતોષવાની સેવા આપતી પ્રથા. વેશ્યાપ્રથા વિશ્વની કેટલીક પ્રાચીનતમ પ્રથાઓમાંની એક છે. તેને એક વ્યવસાય ગણવામાં આવે છે. આ વ્યવસાય માત્ર સ્ત્રીઓ જ ચલાવે છે એવું મનાય છે. પરંતુ પુરુષ- વેશ્યાઓ પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ‘વેશ્યા’ શબ્દ ઉપરાંત ‘ગણિકા’, ‘રૂપજીવિની’…

વધુ વાંચો >

વૈદિક જાતિ

વૈદિક જાતિ : વેદમાં ઉલ્લેખાયેલી જાતિઓ. વેદકાલીન ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં ચોક્કસ કુળ અને કુટુંબના લોકોના વર્ગોને જાતિ કે ટોળીના નામે ઓળખવામાં આવે છે. ઋગ્વેદ વગેરેમાં તેમના કેટલાક ઉલ્લેખો મળે છે, તેથી તે ‘વૈદિક જાતિ’ એવી સંજ્ઞાથી ઓળખાય છે. પ્રાચીન ભારતીય સાહિત્યના કાળક્રમે ઉપલબ્ધ થતા સર્વપ્રથમ સ્મારક તરીકે વેદનું સ્થાન…

વધુ વાંચો >