પ્ર. ઉ. શાસ્ત્રી
વાર્ત્તિક
વાર્ત્તિક : સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પાણિનિનાં સૂત્રો પર મૂળ સૂત્ર જેવું જ પ્રમાણભૂત વિધાન. આચાર્ય પાણિનિએ પોતાની અષ્ટાધ્યાયીમાં સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રના નિયમો પ્રસ્તુત કર્યા છે. એના પર કાત્યાયન વગેરેએ પાછળથી વાર્ત્તિકો લખ્યાં છે. જે નિયમ સૂત્રમાં ન કહ્યો હોય (અનુક્ત) અને પોતે ઉમેર્યો હોય તે વિધાન ‘વાર્ત્તિક’ કહેવાય. સૂત્રમાં નિયમ બરાબર ન…
વધુ વાંચો >વાલ્મીકિ
વાલ્મીકિ : સંસ્કૃત ભાષાના આદિકવિ અને ‘રામાયણ’ મહાકાવ્યના રચયિતા મહાકવિ. તેમના જીવન વિશે નિશ્ચિત માહિતી વિરલ છે એટલે તેમના વિશે મળતી અનુશ્રુતિઓ પર આધાર રાખવો પડે તેમ છે. વળી તેમનું ઉપજીવન લેનારા સંસ્કૃત ભાષાના મહાકવિઓ અને નાટ્યકારોએ પણ તેમની ઘણી પ્રશંસા કરી છે. શ્રેષ્ઠ નાટ્યકાર ભવભૂતિ તેમને શબ્દબ્રહ્મના જાણકાર મનીષી…
વધુ વાંચો >વાસવદત્તા
વાસવદત્તા : સંસ્કૃત સાહિત્યનું અગ્રગણ્ય ગદ્યકાવ્ય. કથા-પ્રકારના આ ગદ્યકાવ્યના લેખક સુબંધુ છે. પ્રસ્તુત રચનામાં રાજા ચિંતામણિના કુંવર કંદર્પકેતુ અને રાજા શૃંગારશેખરની કુંવરી વાસવદત્તા વચ્ચેના પ્રણયની કથા વર્ણવવામાં આવી છે. પ્રસ્તુત ગદ્યકાવ્યમાં નાયક રાજકુમાર કંદર્પકેતુને સ્વપ્નમાં કોઈક સુંદર યુવતી દેખાય છે અને તે યુવતીથી આકર્ષાઈને તેને શોધવા પોતાના મિત્ર મકરંદ સાથે…
વધુ વાંચો >વિટ
વિટ : સંસ્કૃત નાટકમાં શૃંગારી નાયકનું સહાયક પાત્ર. વિટ એ પીઠમર્દ, વિદૂષક, ચેટ, ચેટી. વગેરેની જેમ નાયક રાજા કે રાજકુમારનો શૃંગારસહાયક હોય છે. નાટ્યવિવેચકોએ તેનું પ્રમુખ લક્ષણ કામતંત્રની કળામાં વિશારદતા હોવાનું નિર્દેશ્યું છે. તેની વાણી ચતુરાઈભરી હોય છે. તે વાચાળ હોવાથી વાતચીતમાં બધાંનો આદર મેળવનારો હોય છે. તે મધુર સ્વભાવનો…
વધુ વાંચો >વિદૂષક
વિદૂષક : સંસ્કૃત નાટકમાં નાયકનો શૃંગારમાં સહાયક. હાસ્યરસિક પાત્ર. નાયકનો તે મિત્ર હોય છે. ઉદા. ‘મૃચ્છકટિકનાટક’નો મૈત્રેય. વસંત વગેરે પરથી તેનું નામ પાડવામાં આવે છે. ઉદા., ‘સ્વપ્નવાસવદત્ત’નો વસંતક. તે જન્મે બ્રાહ્મણ હોય છે, કર્મે નહિ. તે ‘હું બ્રાહ્મણ છું’ એમ બોલનાર હોવાથી તેને ‘ब्राह्मणब्रू’ કહે છે. તે બ્રાહ્મણ જેવો જ્ઞાની…
વધુ વાંચો >વિદ્યાધર
વિદ્યાધર : પ્રાચીન ભારતીય આલંકારિક અને ‘એકાવલી’ નામના ગ્રંથના લેખક. કાવ્યશાસ્ત્ર વિશે તેમનો બીજો ગ્રંથ ‘કવિરહસ્ય’ હોવાનો નિર્દેશ મળે છે. વિદ્યાધર ઉત્કલ પ્રદેશના એટલે ઓરિસાના વતની હતા. ત્યાંના રાજા નરસિંહના તેઓ આશ્રિત કવિ હતા; પરંતુ ઉત્કલ દેશમાં ‘નરસિંહ’ નામધારી બે રાજાઓ થઈ ગયા છે : 1282થી 1307 સુધી રાજ્ય ચલાવનાર…
વધુ વાંચો >વિદ્યાનાથ
વિદ્યાનાથ : પ્રાચીન ભારતીય આલંકારિક. તેઓ આંધ્રપ્રદેશના વતની હોવાથી દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. તેમનું મૂળ નામ અગસ્ત્ય પંડિત હતું અને ‘વિદ્યાનાથ’ તેમનું ઉપનામ કે બિરુદ હતું એવો એક મત છે. આંધ્રપ્રદેશના ત્રિલિંગ (વર્તમાન તૈલંગણ) વિસ્તારમાં આવેલી એકશીલા (વર્તમાન વારંગલ) નગરી જેમની રાજધાની હતી તેવા કાકતીય વંશના રાજા પ્રતાપરુદ્રના દરબારમાં તેઓ…
વધુ વાંચો >વિભાષા
વિભાષા : પાણિનીય સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રનો પારિભાષિક શબ્દ. સામાન્યત: વિભાષા શબ્દનો ‘વિકલ્પ’ એવો અર્થ થાય છે. મીમાંસાશાસ્ત્ર વગેરે આ જ અર્થમાં પ્રસ્તુત શબ્દને પ્રયોજે છે, પરંતુ પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માં તેની વ્યાખ્યા ‘न वेति विभाषा ।’ 1/1/44માં આપી છે. ઙ એટલે નિષેધ અને ઞ્ એટલે વિકલ્પ એ બંને અર્થોમાં વિભાષા શબ્દ રહેલો છે.…
વધુ વાંચો >વિશાખદત્ત
વિશાખદત્ત (છઠ્ઠી-સાતમી સદી) : સંસ્કૃત ભાષાના નાટ્યકાર. તેમણે ‘મુદ્રારાક્ષસ’ નામનું રાજકીય ખટપટો વર્ણવતું નાટક લખ્યું છે. તેમના પિતાનું નામ મહારાજ ભાસ્કરદત્ત કે પૃથુ હતું. તેમના પિતામહનું નામ વટેશ્વરદત્ત હતું. પિતામહ વટેશ્વરદત્ત સામંત હતા, જ્યારે પિતા મહારાજ ભાસ્કરદત્ત સ્વતંત્ર રાજા હતા. તેઓ ઉત્તર ભારતના રહેવાસી હતા, કારણ કે તેમના નાટકમાં પાટલીપુત્રનું…
વધુ વાંચો >વિશ્વનાથ
વિશ્વનાથ : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી અને અનેક ભાષાવિદ કવિ. તેમને ‘કવિરાજ’ એવું બિરુદ મળેલું. તેઓ ઓરિસાના વતની હતા અને કલિંગના મહાપાત્ર વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા. તેમના પૂર્વજો વિદ્વાનો અને કવિઓ હતા. તેમના પિતાનું નામ ચંદ્રશેખર હતું અને તેઓ વિદ્વાન કવિ હોવાની સાથે ચૌદ ભાષાઓના જાણકાર હતા. જ્યારે વિશ્વનાથ વિદ્વાન કવિ…
વધુ વાંચો >