પ્રાણીશાસ્ત્ર
સંવેદનો (sensations)
સંવેદનો (sensations) : ઉદ્દીપકો (stimuli) દ્વારા જ્ઞાનેન્દ્રિયોમાં તાત્કાલિક ઊપજતા મૂળભૂત અનુભવો. પ્રકાશનાં કિરણોરૂપી ઉદ્દીપકો આંખોમાં દૃશ્યના અનુભવો ઉપજાવે છે. અવાજનાં મોજાંરૂપી ઉદ્દીપકો કાનોમાં અવાજના અનુભવો ઉપજાવે છે. જીભની લાળમાં ભળેલા આહારના અને બીજા રાસાયણિક કણો જીભને વિવિધ સ્વાદ-સંવેદનો આપે છે. હવામાં ભળીને નાકના પોલાણમાં પ્રવેશેલા રસાયણના સૂક્ષ્મ કણો સુગંધ કે…
વધુ વાંચો >સંશોધનલક્ષી પ્રાણીઘર
સંશોધનલક્ષી પ્રાણીઘર : સંશોધન માટેના પ્રયોગોમાં ઉપયોગમાં લેવાનાં પ્રાણીઓને રાખવાની જગ્યા. આપણી સામાન્ય સમજ મુજબ પ્રાણીઘર એટલે એવી જગ્યા જ્યાં પ્રાણીઓને રાખવામાં આવે છે અથવા પ્રાણીઓ રહે છે. જેમ માણસ પોતાના રહેવા માટે ઘર બનાવે છે, તેવી જ રીતે પ્રાણીઓ પણ પોતાના રહેવા માટે ઘર બનાવે છે. પ્રાણીઓનાં આ ઘર…
વધુ વાંચો >સાપ (snake)
સાપ (snake) : મેરુદંડી સમુદાય, પૃષ્ઠવંશી અનુસમુદાય, સરીસૃપ વર્ગના ઑફિડિયા શ્રેણીનું પ્રાણી. સાપની 2,900 જેટલી વિવિધ જાતિઓ પૃથ્વી પર વસે છે, જે પૈકી ભારતમાં અંદાજે 250 જાતિઓ છે, તેમાં 50 જેટલા સાપ ઝેરી છે. ઝેરી સાપોમાં જમીન પર વસતા ઝેરી સાપોની સંખ્યા માત્ર 4ની છે, બાકીના મોટાભાગના દરિયાઈ ઝેરી સાપ…
વધુ વાંચો >સાયટોક્રોમ
સાયટોક્રોમ : શ્વસન અને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાઓની શૃંખલામાં ઇલેક્ટ્રૉનોની આપ-લે કરનાર લોહયુક્ત નત્રલો પૈકીનું એક કુળ. આ કુળ કે સમૂહમાં સાયટોક્રોમ a, b, c અને dની સંજ્ઞાઓથી ઓળખાય છે; જેમ કે, સાયટોક્રોમ-a, સાયટોક્રોમ-b વગેરે. સાયટોક્રોમ વિવિધ રીતે ઇલેક્ટ્રૉનનું વહન કરે છે અને જારક શ્વસન કરનારા લગભગ બધા જ જીવોમાં અપચયોપચય અભિક્રિયા…
વધુ વાંચો >સાયટોફોટોમિટર (કોષદીપ્તિમાપક)
સાયટોફોટોમિટર (કોષદીપ્તિમાપક) : પેશી કે કોષનું રાસાયણિક માળખું સમજવા માટે ઉપયોગમાં લેવાતું સાધન. કોષના વિવિધ ઘટકો નિશ્ચિત અભિરંજક (stain) વધતેઓછે અંશે ગ્રહણ કરે છે. અભિરંજન(staining)ની ઘટ્ટતા કે વિતરણ પરથી કોષમાં તેને ગ્રહણ કરતાં રસાયણોનું વિતરણ નક્કી કરી શકાય છે. આ સાધનથી અભિરંજનની ગાઢતાનું માપ કે માત્રાનું નિર્ધારણ થઈ શકે છે.…
વધુ વાંચો >સારસ
સારસ : ભારતનું સૌથી મોટું પક્ષી. ભારત ઉપરાંત બાંગ્લાદેશ, પાકિસ્તાન, મ્યાનમાર(બ્રહ્મદેશ)માં પણ ખેતરો કે જળાશયોની આસપાસ હમેશાં જોડમાં જોવા મળે છે. સારસ ગીધથી મોટું, ઊભું રહે ત્યારે 1.22થી 1.52 મીટર (4થી 5 ફૂટ) ઊંચું દેખાય છે. લાલ ડોક, રાખોડી રંગનું શરીર અને લાંબા રાતા પગ ધરાવતું, લગભગ મનુષ્યની ઊંચાઈવાળું આ…
વધુ વાંચો >સાલમન (Salmon)
સાલમન (Salmon) : ઉત્તર આટલાન્ટિક અને ઉત્તર પૅસિફિક મહાસાગરોમાં મોટા પ્રમાણમાં મળી આવતી મોટા કદની, ચાંદી-સમા ચળકાટવાળી, નરમ મીનપક્ષ ધરાવતી, સાલ્મોનિડી (salmonidae) કુળની, અસ્થિ-મત્સ્ય (osteothysis) જાતની માછલી. સાલમન-વર્ગીકરણ : મુખ્ય જાતિ અને પ્રજાતિ – (1) ઑન્કોરિંક્સ અને (2) સાલ્મો સલ્વર. કુળ – સાલ્મોનિડી શ્રેણી – ક્લુપિફૉર્મિસ પેટાવર્ગ – …
વધુ વાંચો >સાલિમ અલી (ડૉ.)
સાલિમ અલી (ડૉ.) (જ. 12 નવેમ્બર 1896, મુંબઈ; અ. 20 જૂન 1987) : વિશ્વવિખ્યાત ગુજરાતી પક્ષીવિદ, સંશોધક અને પર્યાવરણવિદ. તેમનું પૂરું નામ સાલિમ મોઇઝુદ્દીન અબ્દુલઅલી હતું. ખંભાતના દાઉદી વોરા કુટુંબમાં જન્મ. પાછળથી તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો. 12 વર્ષની વયથી ઍરગન વડે પક્ષીઓનો શિકાર કરવાનો શોખ હતો. પાછળથી તેમાંથી…
વધુ વાંચો >સિરકીર કોયલ (Sirkeer cuckoo)
સિરકીર કોયલ (Sirkeer cuckoo) : ઊડતા નોળિયા જેવું સામાન્ય પંખી. માથાથી પૂંછડી સુધી આખું ખૂલતા બદામી રંગનું 42.5 સેમી. કદનું પંખી. પીઠ પર ઘેરો, દાઢી પર સફેદ જેવો રંગ અને પેટાળ ઘેરા ચૉકલેટી રંગનું હોય છે. તેની ચાંચ પોપટ જેવી લાલચટક, છેડે પીળી અને અણીદાર હોય છે. આંખ ઉપરની પાંપણો…
વધુ વાંચો >