પ્રાણીશાસ્ત્ર
વીંછી (scorpion)
વીંછી (scorpion) : પૂંછડીને છેડે આવેલ ડંખ(sting)થી અન્ય પ્રાણીઓના શરીરમાં વિષપ્રવેશ કરાવવાની ક્ષમતા ધરાવતું સંધિપાદ પ્રાણી. તેનો સમાવેશ અષ્ટપદી (arachnida) વર્ગના સ્કૉર્પિયોનિડા શ્રેણીમાં થાય છે. ભારતમાં જોવા મળતા મોટાભાગના વીંછીઓ બુથિડે કુળના છે. ભારતમાં સર્વત્ર દેખાતા વીંછીનું શાસ્ત્રીય નામ છે Buthus tamalus. (જુઓ આકૃતિ 1). તેના પ્રથમ ઉપાંગને પાદસ્પર્શક (pedipalp)…
વધુ વાંચો >વુલ્ફ, કાસ્પર ફ્રેડરિક
વુલ્ફ, કાસ્પર ફ્રેડરિક (જ. 1733; અ. 22 ફેબ્રુઆરી 1794) : જર્મન જીવશાસ્ત્રી અને પ્રત્યક્ષ ગર્ભવિદ્યા(observational embry-ology)ના પ્રણેતા. 1759માં ‘થિયરિયા જનરેશનિસ’ નામના તેમના પુસ્તક દ્વારા ગર્ભના વિકાસ અંગેના ‘પૂર્વ-સંઘટના(prefor-mation)ના સિદ્ધાંત’ને સ્થાને અધિ-જનન(epigenesis)નો સિદ્ધાંત પુન: રજૂ કર્યો. સેન્ટ પીટર્સબર્ગની એકૅડેમી ઑવ્ સાયન્સમાં વનસ્પતિ અને પ્રાણીઓના તુલનાત્મક વિકાસના પુરાવાઓ રજૂ કરી તે ક્ષેત્રમાં…
વધુ વાંચો >વૃદ્ધિ અને વિકાસ (પ્રાણીશાસ્ત્ર)
વૃદ્ધિ અને વિકાસ (પ્રાણીશાસ્ત્ર) : સજીવોના કોષોના કદમાં અને / અથવા કોષોની સંખ્યામાં થતો વધારો. બધા સજીવો વૃદ્ધિ પામીને પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરતા હોય છે. અમીબા જેવા એકકોષીય જીવો પર્યાવરણમાંથી ખોરાક પ્રાપ્ત કરીને જીવરસમાં ઉમેરો કરી પોતાનું કદ વિસ્તારે છે અને જીવન માટે અગત્યની એવી બધી અંગિકા પ્રાપ્ત કરે છે.…
વધુ વાંચો >વૅસેલિયસ, ઍન્ડ્રિયસ
વૅસેલિયસ, ઍન્ડ્રિયસ (જ. 1514, બ્રુસેલ્સ; અ. 1564, ઝાસિયસ ટાપુ) : અભિનવ વિચારદૃષ્ટિને આધીન પરંપરાગત જૈવવિજ્ઞાનને નવો ઓપ આપનાર ગ્રીક દેહધર્મવિજ્ઞાની. વૈદકો અને ઔષધવિજ્ઞાનીઓના કુટુંબમાં જન્મેલ વૅસેલિયસે માનવ-મુડદાની વાઢકાપ કરી માનવશરીરની રચનાનું અત્યંત બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને આ વિજ્ઞાનને વ્યવસ્થિત સ્વરૂપ આપવાની સિદ્ધિ હાંસલ કરી. વૅસેલિયસે 1533માં પૅરિસ વિશ્વવિદ્યાલયના આયુર્વિજ્ઞાન શાખામાં…
વધુ વાંચો >વૉટ્સન, જેમ્સ ડેની
વૉટ્સન, જેમ્સ ડેની (જ. 6 એપ્રિલ 1928, શિકાગો, યુ.એસ.) : ખ્યાતનામ અમેરિકન જનીન-વિજ્ઞાની (geneticist), જૈવ-ભૌતિક-વિજ્ઞાની અને 1962ના નોબેલ પારિતોષિકના સહવિજેતા. તેઓ જેમ્સ ડી. વૉટ્સન અને જીન મિટ્ચેલના એકમાત્ર પુત્ર છે. બાળપણ શિકાગોમાં વિતાવ્યું અને હોરેસમન ગ્રામર સ્કૂલ તથા સાઉથશોર હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. શૈક્ષણિક શિષ્યવૃત્તિ મળતાં તેઓ 15 વર્ષની વયે શિકાગો…
વધુ વાંચો >વૉલેસ, આલ્ફ્રેડ રસેલ
વૉલેસ, આલ્ફ્રેડ રસેલ (જ. 8 જાન્યુઆરી 1823, અસ્ક, વેલ્સ; અ. 7 નવેમ્બર 1913) : ખ્યાતનામ બ્રિટિશ પ્રકૃતિવિદ, અભિયંતા અને જૈવિક ઉત્ક્રાંતિ અંગેના ડાર્વિનવાદના સહભાગી. ડાર્વિનની જેમ જ, પણ ડાર્વિનથી સ્વતંત્ર રીતે, ઉત્ક્રાંતિ વિશેની સંકલ્પના રજૂ કરનાર. તેમનો ઉછેર સામાન્ય કુટુંબમાં થયેલો. નાની ઉંમરમાં ભાઈને રેલવે-સામાનની હેરફેરની કામગીરીમાં મદદ કરતા. વીસમે…
વધુ વાંચો >વ્હિપલ, જ્યૉર્જ હૉયટ (George Hoyt Whipple)
વ્હિપલ, જ્યૉર્જ હૉયટ (George Hoyt Whipple) (જ. 28 ઑગસ્ટ 1878, ઍશલૅન્ડ, ન્યૂહૅમ્પશાયર, યુ.એસ.; અ. 1 ફેબ્રુઆરી 1976) : સન 1934ના દેહધર્મવિદ્યા કે તબીબીવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેઓ સાથે જ્યૉર્જ આર. મિનોટ અને વિલિયમ પી. મર્ફિને પણ આ સન્માન પ્રાપ્ત થયું હતું. વિપ્રણાશી પાંડુતા(pernicious anaemia)ના રોગમાં યકૃત વડે સારવાર કરવાથી ફાયદો…
વધુ વાંચો >શરીરરચના (પશુ)
શરીરરચના (પશુ) સસ્તન વર્ગનાં પાળેલાં પ્રાણીઓ અને તે જ સમૂહનાં વન્ય પ્રાણીઓની શરીરરચનામાં મોટો તફાવત જોવા મળતો નથી. ગાય, ભેંસ જેવાં પાળેલાં પશુઓ અને તેમનાં જંગલી પૂર્વજો શરીરરચના એકસરખી ધરાવતાં હોવા છતાં આહાર અને નિવાસની પસંદગીની બાબતમાં ભિન્નતા દર્શાવે છે. શરીરની વિવિધ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે પશુઓ નીચે મુજબની તંત્રવ્યવસ્થા…
વધુ વાંચો >શસ્ત્રક્રિયા (વેટરીનરી સર્જરી)
શસ્ત્રક્રિયા (વેટરીનરી સર્જરી) વૈદકીય વિજ્ઞાનની એક શાખા, જેમાં રોગિષ્ઠ કે ઈજા પામેલાં મનુષ્યેતર પ્રાણીનાં આંતરિક કે બાહ્ય અંગોની વાઢકાપ કરીને તેને રોગમુક્ત કરવાની સારવાર આપવામાં આવે છે. મનુષ્યમાં આ પ્રકારની ક્રિયા શલ્ય-ચિકિત્સાના નામે ખૂબ જૂના કાળથી જાણીતી છે. પશુશલ્ય-ચિકિત્સામાં પાળેલાં પ્રાણીઓ, પ્રાણી-સંગ્રહાલયનાં વન્ય પ્રાણીઓ, પક્ષીઓ કે અન્ય નાનાંમોટાં પ્રાણીઓની વાઢકાપ…
વધુ વાંચો >