પ્રાણીશાસ્ત્ર

યાક

યાક : હિમાલય પર્વતના તિબેટ અને તેની આસપાસના વિસ્તારમાં વસતું ગાય-બળદ(cattle)ના જેવું બોવિડે કુળનું પ્રાણી. શાસ્ત્રીય નામ Bos grunniens. સામાન્યપણે તે બરફથી આચ્છાદિત ઢાળઢોળાવ, ખીણ તેમજ ઘાસવિસ્તાર(grassy land)માં દેખાય છે. પર્વતની 4,000થી 6,000 મીટર ઊંચાઈએ આવેલો ભાગ અતિશય ઠંડો અને ઉજ્જડ હોય છે. યાક આવા પ્રદેશોમાં જોવા મળે છે. યાક…

વધુ વાંચો >

યૂગ્લીનોફાઇટા

યૂગ્લીનોફાઇટા : સામાન્યત: મીઠા પાણીમાં થતાં એકકોષી, નગ્ન અને ચલિત સજીવ સ્વરૂપોનો એક વિભાગ. આ વિભાગમાં કેટલાંક વૃક્ષાકાર (dendroid) વસાહતથી ઊંચી કક્ષાનાં નહિ તેવાં અચલિત બહુકોષીય સ્વરૂપોની ઉત્ક્રાંતિ થઈ છે. તેનો જીવરસ રંગહીન કે ઘાસ જેવા લીલા રંગનો હોય છે. ક્લૉરોફિલ a અને b રંજ્યાલવ(chromatophore)માં આવેલાં હોય છે. ક્લૉરોફિલ બાબતે…

વધુ વાંચો >

રણગોધલો (Indian courser)

રણગોધલો (Indian courser) : ભારતનિવાસી રૂપાળું પંખી. એનું હિંદી નામ છે ‘નૂકરી’. કદ 22 સેમી. . ટિટોડી કરતાં ઘણું નાનું, પણ ઘાટ તેના જેવો જ. નર અને માદા એકસરખાં. માથું લાલ. બંને બાજુ આંખની ભ્રમર તરીકે પહોળી સ્પષ્ટ સફેદ રેખાઓ હોય છે. એની નીચે આંખમાંથી જ પસાર થતી કાળી રેખાઓ,…

વધુ વાંચો >

રસાયણ-ગ્રહણ (chemo-reception)

રસાયણ-ગ્રહણ (chemo-reception) : રાસાયણિક પર્યાવરણમાં થતા ફેરફારને લઈને પ્રાણીઓના શરીરમાં ઉદભવતી અનુક્રિયા (response). પ્રજીવ (protozoa) જેવાં સાવ નીચલી કક્ષાનાં પ્રાણીઓ માત્ર રસાયણોના સંપર્કથી ચેતતાં હોય છે. બધાં પ્રાણીઓના પોષણમાં રાસાયણિક સંવેદો અગત્યનો ભાગ ભજવે છે. દરિયાઈ તેમજ મીઠાં જળાશયીન અપૃષ્ઠવંશી પ્રાણીઓના પર્યાવરણમાં અત્યંત અલ્પપ્રમાણમાં ભક્ષ્યની પેશી હોય તોપણ તે પ્રત્યે…

વધુ વાંચો >

રંગહીનતા (albinism)

રંગહીનતા (albinism) : રંગકણો(chromoplasts)ના અભાવમાં વનસ્પતિઓમાં અને મેલેનિન વર્ણરંજક (pigment) ઉત્પાદન  કરવાની ક્ષમતાના અભાવમાં પ્રાણીઓમાં ઉદભવતી એક પરિઘટના (phenomenon). મેલેનિન એક ઘેરું શ્યામ રંગદ્રવ્ય છે અને તે કણસ્વરૂપે વાળ, પીંછાં, નેત્રપટલ, ત્વચા જેવાં અંગોમાં જોવા મળે છે. તે ટાયરોઝીન અને ટ્રિપ્ટોફૅન એમીનો ઍસિડોના ઑક્સિડેશનને લીધે નિર્માણ થાય છે. સસ્તનોમાં આ…

વધુ વાંચો >

રાઇટ, સેવાલ (Wright, Sewall)

રાઇટ, સેવાલ (Wright, Sewall) (જ. 1889, મેલરોઝ; અ. 1988) : અમેરિકાના એક પ્રખર વિજ્ઞાની. જનસંખ્યા જનીનવિજ્ઞાન- (population genetics)ના આદ્ય પ્રસ્થાપક તરીકે જાણીતા. સેવાલ અસર (Sewall effect) તરીકે રજૂ કરવામાં આવતી જનીનિક વિચલન (genetic drift) સંકલ્પનાના પ્રવર્તક તરીકે પ્રખ્યાત. નાના જનસમૂહોમાંની કેટલીક વ્યક્તિઓ વિરલ (rare) જનીનો ધરાવે છે. સેવાલ અસર સંકલ્પના…

વધુ વાંચો >

રાખોડી ચિલોત્રો (common grey hornbill)

રાખોડી ચિલોત્રો (common grey hornbill) : ચાંચ લાંબી, મજબૂત અને વક્ર હોવા ઉપરાંત ઉપલા પાંખિયા પર અસ્થિખંડ (casque) ધરાવતી પક્ષીઓની એક પ્રજાતિ. આ અસ્થિખંડ સામાન્યત: ખોટી ચાંચ તરીકે ઓળખાય છે. તે પહોળી મોંફાડવાળી (Fissivostres) પ્રજાતિનું પંખી છે. તેનો coraciiformes શ્રેણીમાં અને Bucerotidae કુળમાં સમાવેશ થાય છે. તેનું શાસ્ત્રીય નામ છે…

વધુ વાંચો >

રાખોડી ફડકફુત્કી (કાળી પાનફુત્કી)

રાખોડી ફડકફુત્કી (કાળી પાનફુત્કી) : ચકલી કરતાં નાની, બદામી, રાખોડી અને ઝાંખો લીલો રંગ ધરાવતી એકવડિયા અને નાજુક બાંધાવાળી અત્યંત સ્ફૂર્તિલી પ્રજાતિ. તેની ઘણી જાતો સ્થાયી અધિવાસી છે અને કેટલીક યાયાવર એટલે કે ઋતુપ્રવાસી છે. તેનો વર્ગ વિહગ અને passiveformes શ્રેણીમાં સમાવેશ થાય છે. તેનું વૈજ્ઞાનિક નામ Prinia socialis Stewarti…

વધુ વાંચો >

રાજહંસ (barheaded goose)

રાજહંસ (barheaded goose) : ભારતનું જળચર પંખી. તેનું વૈજ્ઞાનિક નામ છે Anser indicus Latham. વૈદિક નામ ‘આડ્યો’, સંસ્કૃત ‘आति’. તે ducksના કુળનું ભિન્ન ગોત્રનું પંખી છે. આ હંસ એટલે swan નહિ. તે દેખાવે બતક જેવું અને શરીરે ભરાવદાર હોય છે. તેની લંબાઈ આશરે 62 સેમી. હોય છે. તેના દેહના પ્રમાણમાં…

વધુ વાંચો >

રાતો રાજાલાલ (scarlet-minivet)

રાતો રાજાલાલ (scarlet-minivet) : ભારત દેશમાં વ્યાપક રીતે વસતું પંખી. તેનું હિંદી નામ છે પહાડી બુલાલચરમ. શાસ્ત્રીય નામ છે Pericrocotus flammeus. તેનું કદ બુલબુલથી જરાક નાનું, 22 સેમી.નું. નરનું માથું, પીઠનો વચલો ભાગ અને ડોક કાળાં, બાકીનાં બધાં અંગ  છાતી પેટ, પેડુ અને કેડ  લાલ ચટકદાર. પુખ્ત વયના નરનો રંગ…

વધુ વાંચો >