પ્રાણીશાસ્ત્ર

પેશીવિદ્યા (પ્રાણી) (animal histology)

પેશીવિદ્યા (પ્રાણી) (animal histology) બહુકોષી પ્રાણીઓના શરીરમાંની વિવિધ પેશીઓ(tissues)ને લગતું વિજ્ઞાન. ઉચ્ચતર પ્રાણીઓમાં કોષોના સમૂહ સ્વરૂપે આવેલી પેશીઓ રચના પરત્વે વિવિધતા દર્શાવે છે. વિવિધ પેશીઓ વિશિષ્ટ રીતે જોડાતાં અંગોમાં પરિણમે છે. બહુકોષીય પ્રાણીઓના વિકાસની શરૂઆત એકકોષીય ફલિતાંડ(fertilised egg)થી થાય છે. કાળક્રમે ફલિતાંડનું વિભાજન (cleavage) થતાં તેનું બહુકોષીય ગર્ભ(embryo)માં રૂપાંતર થાય…

વધુ વાંચો >

પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર)

પેશીસંવર્ધન (tissue culture) (પ્રાણીશાસ્ત્ર) : શરીરની બહાર કરવામાં આવતું પેશીઓનું સંવર્ધન. પેશી ઉપરાંત શરીરની બહાર કરવામાં આવતા છૂટાછવાયા કોષોના સંવર્ધનને પણ પેશીસંવર્ધન કહે છે. સજીવોના શરીરમાંથી વિશિષ્ટ જનીનોને અલગ કરીને તેમનું અન્ય સજીવોની પેશીમાં કુશળતાપૂર્વક પ્રસ્થાપન, વિષાણુઓનું અલગીકરણ, આર્થિક રીતે વધુ ઉપયોગી વનસ્પતિ અને પ્રાણીઓનું ઉત્પાદન, કૅન્સર જેવા માનવીને હાનિકારક…

વધુ વાંચો >

પેંગ્વિન

પેંગ્વિન : સ્ફેનિસ્કિફૉર્મિસ શ્રેણીના સ્ફેનિસ્કિડે કુળનાં મજબૂત બાંધાવાળાં, નાના પગવાળાં, ઊડવા અસમર્થ પરંતુ કુશળ તરવૈયા તરીકે જાણીતાં, ઠંડા દરિયામાં વાસ કરતાં જળચારી પક્ષી. તે પ્રજનનાર્થે વિષુવવૃત્ત પ્રદેશમાં આવેલ ગેલાપેગૉસ આર્ચિપેલાગો, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને તે વિસ્તારમાં આવેલા ટાપુમાં સ્થળાંતર કરે છે. માત્ર એડેલી અને એમ્પરર નામે ઓળખાતાં પેંગ્વિન…

વધુ વાંચો >

પોપટ (parakeet/parrot)

પોપટ (parakeet/parrot) : માનવીના શબ્દોચ્ચારનું અનુકરણ કરવાની ખાસિયતને લીધે પાલતુ પ્રાણીઓમાં અગત્યનું  સ્થાન ધરાવતું એક પક્ષી. ભારતમાં વ્યાપક રીતે પરિચિત એવા પોપટનું શાસ્ત્રીય નામ છે Psittacula krameri, borealis negmann. ગુજરાતમાં પોપટને ‘સૂડો’ પણ કહે છે. તેનું અંગ્રેજી નામ Rose ringed green parakeet છે. પોપટની ગણના Pscittaciformes શ્રેણીના Psittacidae કુળમાં થાય…

વધુ વાંચો >

પોમ્ફ્રેટ

પોમ્ફ્રેટ : જુઓ `પાપલેટ’.

વધુ વાંચો >

પોષણ (nutrition)

પોષણ (nutrition) : કાર્યશક્તિ અને બંધારણાત્મક ઘટકો માટે તેમજ જૈવી પ્રક્રિયા દરમિયાનની લઘુતમ જરૂરિયાતોને પહોંચી વળવા સજીવો વડે પર્યાવરણમાંથી ગ્રહણ કરવામાં આવતા પદાર્થો. પોષકતત્વો તરીકે ઓળખાતા આ પદાર્થોના રૂપાંતરણથી સજીવનું શરીર જૈવી ક્રિયાઓ માટે અગત્યની કાર્યશક્તિ મેળવે છે; શરીરના બંધારણને લગતા જૈવી અણુઓનું નિર્માણ કરે છે અને એ રીતે શરીરમાં…

વધુ વાંચો >

પોષણ-માધ્યમ (nutrient medium)

પોષણ-માધ્યમ (nutrient medium) : બૅક્ટેરિયા, ફૂગ જેવા સૂક્ષ્મ જીવો તેમજ વાનસ્પતિક કે પ્રાણીજન્ય કોષોનાં જતન, સંગ્રહ, વૃદ્ધિ કે ગુણન માટે પ્રયોગશાળામાં વપરાતાં પોષકતત્વયુક્ત સંવર્ધન-માધ્યમો. જરૂરિયાત અનુસાર વિવિધ સૂક્ષ્મ જીવો કે કોષોનાં વિશિષ્ટ ખોરાકનાં માધ્યમો રચાય છે. તેમાં પર્યાવરણ પણ એક મહત્ત્વનું પરિવર્તનબળ હોય છે. દેહધાર્મિક પ્રક્રિયા માટે આવશ્યક એવા ન્યૂનતમ…

વધુ વાંચો >

પ્રજનનતંત્ર (માનવેતર)

પ્રજનનતંત્ર (માનવેતર) સજીવોમાં પોતાના જેવાં લક્ષણો ધરાવતી પ્રજા ઉત્પન્ન કરવાની પ્રક્રિયા અને તેને લગતું તંત્ર. બધાં સજીવો પોતાની પુખ્તાવસ્થા દરમિયાન પોતાનાં જેવાં સંતાન નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. તેથી દરેક વ્યક્તિના મૃત્યુ પછી પણ વંશવેલો ચાલુ રહે છે. પ્રજનનના બે પ્રકાર છે : અલિંગી અને લિંગી. અલિંગી પ્રજનનમાં માત્ર એક…

વધુ વાંચો >

પ્રજાતિ (genus)

પ્રજાતિ (genus) : કોઈ એક કુળમાં આવેલાં સામાન્ય લક્ષણ ધરાવતાં સજીવોના સમૂહો. દાખલા તરીકે બિલાડી (Felidae) કુળમાં Felis (બિલાડાં), Panthera (વાઘ, સિંહ, દીપડા) અને Acinyx (ચિત્તા) જેવી પ્રજાતિઓ આવેલી છે. જોકે Equidae કુળ એક જ Equus (ઘોડા, ઝીબ્રા, ગધેડા) પ્રજાતિનું બનેલું છે. પ્રજાતિમાં એક અથવા એક કરતાં વધારે જાતિઓ(species)નો સમાવેશ…

વધુ વાંચો >

પ્રજીવ (protozoa)

પ્રજીવ (protozoa) માત્ર એક સસીમકેન્દ્રી કોષ(eukaryote)નું બનેલું શરીર ધરાવતાં સૂક્ષ્મજીવી પ્રાણીઓનો સમૂહ. સામાન્યપણે તેમને એકકોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે; પરંતુ પ્રારૂપિક પ્રાણીકોષની જેમ તે માત્ર એક જ વિશિષ્ટ કાર્ય કરવાને બદલે, શરીરની તમામ દેહધાર્મિક ક્રિયાઓનું સંચાલન કરે છે. આ કારણસર ઘણા વિજ્ઞાનીઓ પ્રજીવને અકોષીય (acellular) કહે છે. અત્યાર સુધીમાં…

વધુ વાંચો >