પ્રહલાદ છ. પટેલ

વિહિત સમૂહ

વિહિત સમૂહ : કણોની વિગતવાર વર્તણૂકનો સ્પષ્ટ સંદર્ભ ન મળતો હોય ત્યાં સાંખ્યિકીય (statistical) અને ઉષ્માયાંત્રિકીય (thermodynamical) વર્તણૂક નક્કી કરવા કણતંત્ર માટે વિધેયાત્મક સંબંધ. યુ. એસ. ભૌતિકવિજ્ઞાની જે. વિલાર્ડ ગિબ્ઝે આ વિહિત સમૂહ દાખલ કર્યો હતો. કણો જ્યારે આંતરક્રિયા કરતા હોય ત્યારે તેવા તંત્રની વિગતવાર વર્તણૂક માટે જરૂરી અવલોકનોમાંથી પેદા…

વધુ વાંચો >

વીનર, નોર્બર્ટ

વીનર, નોર્બર્ટ (જ. 26 નવેમ્બર 1894, કોલંબિયા, યુ.એસ.; અ. 18 માર્ચ 1964, સ્ટૉકહોમ) : સાઇબરનેટિક્સનું વિજ્ઞાન સ્થાપિત કરનાર યુ. એસ. ગણિતશાસ્ત્રી. સ્વસંચાલન પ્રક્રિયાઓ વિકસાવવાના હેતુ માટે અંકુશનતંત્રના અભ્યાસને પ્રારંભમાં સાઇબરનેટિક્સ ગણવામાં આવતું હતું. 1948માં તેમણે સાઇબરનેટિક્સ ઉપર પુસ્તક ‘Cybernatics’ લખીને આ ક્ષેત્રને પ્રચલિત કર્યું. આ પુસ્તક મારફતે તેમણે સાઇબરનેટિક્સની વ્યાખ્યા…

વધુ વાંચો >

વીન, વિલ્હેલ્મ

વીન, વિલ્હેલ્મ (જ. 13 જાન્યુઆરી 1864, ગ્રાફકેન, પૂર્વ પ્રશિયા [અત્યારે પોલૅન્ડમાં]; અ. 30 ઑગસ્ટ 1928, મ્યૂનિક) : ઉષ્માના વિકિરણના સિદ્ધાંતોના નિયંત્રણ નિયમોની શોધ બદલ 1911નો નોબેલ પુરસ્કાર મેળવનાર જર્મન વિજ્ઞાની. તેમણે ગોટિન્ગને (Goettingen) અને બર્લિન યુનિવર્સિટીમાં ગણિતશાસ્ત્ર અને પ્રાકૃતિક વિજ્ઞાનોનો અભ્યાસ કર્યો. તે વૉન હેલ્મોલ્ટ્ઝના વિદ્યાર્થી હતા. પોતાના પિતાની જમીનનો…

વધુ વાંચો >

વીમાન, કાર્લ

વીમાન, કાર્લ (Wieman, Carl) (જ. 26 માર્ચ 1951, કોર્વાલિસ, ઓરેગૉન) : અમેરિકન પ્રાયોગિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2001ના નોબેલ પુરસ્કાર-વિજેતા. બોઝ–આઇન્સ્ટાઇન સંઘનિત દ્રાવ(con-densate)નો સૌપ્રથમ વાર પ્રાયોગિક નિર્દેશ કરવા બદલ તેમને આ પુરસ્કાર કેટર્લી અને કોર્નેલની ભાગીદારીમાં મળ્યો છે. તેઓ કોર્વાલિસ હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. 1973માં વીમાન MITમાંથી બી.એસ. થયા અને 1977માં સ્ટેન્ફર્ડ…

વધુ વાંચો >

વીલ, હરમાન

વીલ, હરમાન (જ. 9 નવેમ્બર 1885, ઍલ્મ્શૉર્ન, હેમ્બર્ગ પાસે; અ. 8 ડિસેમ્બર 1955, ઝુરિક) : વિવિધ અને વિસ્તૃત ફાળા દ્વારા શુદ્ધ તથા સૈદ્ધાંતિક ગણિતશાસ્ત્ર વચ્ચે સેતુ તૈયાર કરનાર જર્મન અમેરિકન ગણિતશાસ્ત્રી. ખાસ કરીને તેમણે ક્વૉન્ટમ યાંત્રિકી અને સાપેક્ષવાદના ક્ષેત્રે મહત્વનો ફાળો આપ્યો છે. ગોટિંગન યુનિવર્સિટીમાંથી 1908માં તેઓ સ્નાતક થયા. તે…

વધુ વાંચો >

વેણુબાપુ, એમ. કે.

વેણુબાપુ, એમ. કે. (જ. 10 ઑગસ્ટ 1927, ચેન્નાઈ; અ. 1982) : સાહિત્ય, કલા અને સંસ્કૃતિના ક્ષેત્રે રસ-રુચિ ધરાવનાર ભારતના પ્રખર ખગોળવિદ. તેમના પિતાશ્રી હૈદરાબાદની નિઝામિયા વેધશાળામાં નોકરી કરતા હતા. આથી વેણુબાપુને આ વેધશાળાની મુલાકાતે અવારનવાર જવાનું થતું હતું. ત્યાં ટેલિસ્કોપ અને અન્ય વૈજ્ઞાનિક ઉપકરણો જોવાનો એમને લહાવો મળતો હતો. પરિણામે…

વધુ વાંચો >

વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ સંશોધન

વૈજ્ઞાનિક દૃષ્ટિ અને પદ્ધતિ સંશોધન : સમસ્યાઓના સમાધાન પરત્વે વાસ્તવિકતાનો અભિગમ. વૈજ્ઞાનિક પદ્ધતિઓનું નિર્માણ એ વિજ્ઞાનનું પ્રમુખ પ્રદાન રહ્યું છે. આથી જ તો વિજ્ઞાને જીવન અને વિશ્વનો બહુ પહોળો પટ આવરી લીધો છે. વિજ્ઞાનની વિશેષતાઓ માત્ર વિજ્ઞાનીઓ સુધી સીમિત નથી રહી. સમસ્યાઓ ભલે વૈજ્ઞાનિક, આર્થિક, સામાજિક, વ્યક્તિગત કે સમૂહગત હોય;…

વધુ વાંચો >

વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ

વૈદ્ય, પ્રહલાદરાય ચુનીલાલ (જ. 22 મે 1918, શાપુર, તા. જૂનાગઢ, સૌરાષ્ટ્ર) : સમર્થ ગણિતજ્ઞ, આજીવન સંનિષ્ઠ શિક્ષક, સાપેક્ષવાદના ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સંશોધનકાર અને કુશળ વહીવટકર્તા. ગણિતશાસ્ત્ર તેમનું શિક્ષણક્ષેત્ર હોવાની સાથે તેઓનું સંશોધનક્ષેત્ર ભૌતિકવિજ્ઞાન પણ રહ્યું. પિતાશ્રી ચુનીલાલ વૈદ્યનાં ત્રણ સંતાનોમાં તેઓ સૌથી નાના. પિતાશ્રી તાર-ટપાલ ખાતામાં સરકારી નોકરી કરતા હતા એટલે…

વધુ વાંચો >

વ્લેક જૉન હાસબ્રાઉક ફૉન

વ્લેક જૉન હાસબ્રાઉક ફૉન (જ. 13 માર્ચ 1899 મિડલટાઉન, ક્ધોક્ટિકટ; અ. 27 ઑક્ટોબર 1980, કેમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ) : ચુંબકીય અને અવ્યવસ્થિત (disordered) પ્રણાલીઓની ઇલેક્ટ્રૉનિક સંરચના માટે મૂળભૂત સૈદ્ધાંતિક સંશોધન બદલ 1977ના વર્ષનું ભૌતિકશાસ્ત્રનું નોબેલ પારિતોષિક પ્રાપ્તકર્તા ભૌતિકવિજ્ઞાની. લેસરના વિકાસમાં વ્લેકના આ સિદ્ધાંતે મહત્વની ભૂમિકા ભજવી છે. તેમને પિતા તથા દાદા તરફથી…

વધુ વાંચો >

વ્હિસ્લર

વ્હિસ્લર : સુસવાટા મારતું વાતાવરણ. સંવેદનશીલ ધ્વનિવર્ધક (audioamplifier) વડે પ્રસંગોપાત્ત, ઉત્સર્જિત થતો ઉચ્ચથી નિમ્ન આવૃત્તિવાળો, હળવેથી પસાર થતો (gliding) આ ધ્વનિ છે. પ્રારંભમાં તે અડધી સેકન્ડ જેટલો ટકે છે. ત્યારબાદ સમાન અંતરાલે (સમયાંતરે) તેનું પુનરાવર્તન થતું હોય છે. તે પછી, આવો અંતરાલ લાંબો થતો અને મંદ પડતો જાય છે. વાતાવરણમાં…

વધુ વાંચો >