પ્રવીણસાગર સત્યપંથી
એડિપિક ઍસિડ
એડિપિક ઍસિડ : એલિફેટિક ડાઇકાર્બૉક્સિલિક ઍસિડ. શાસ્ત્રીય નામ હેક્ઝેઇન-1, 6-ડાયોઇક અથવા 1, 4-બ્યૂટેનડાઇકાર્બૉક્સિલિક ઍસિડ; સૂત્ર HOOC(CH2)4COOH. શરૂઆતમાં તે ચરબી (લૅટિન ‘એડેપ્સ’)માંથી મેળવવામાં આવતો તેથી આ નામ પડ્યું હતું. બીટના રસમાં તે હોય છે. સાઇક્લોહેક્ઝેનોનના ઉપચયન (oxidation) – હવા અને વેનેડિયમ પેન્ટોક્સાઇડ ઉદ્દીપક અથવા નાઇટ્રિક ઍસિડ દ્વારા મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન…
વધુ વાંચો >ઍનહાઇડ્રાઇડ
ઍનહાઇડ્રાઇડ : ઍસિડ(કોઈ વાર બેઝ)ના એક કે બે અણુમાંથી પાણીનો અણુ દૂર કરતાં પ્રાપ્ત થતાં સંયોજનો. અધાતુ તત્ત્વોના ઑક્સાઇડને ઍસિડ ઍનહાઇડ્રાઇડ કહેવામાં આવે છે, કારણ કે પાણીનો અણુ ઉમેરાતાં ઍસિડ મળે છે; દા. ત., સલ્ફર-ટ્રાયૉક્સાઇડ SO3 સલ્ફ્યુરિક ઍસિડ(H2SO4)નો, ફૉસ્ફરસ પેન્ટૉક્સાઇડ P2O5 ફૉસ્ફોરિક ઍસિડ(H3PO4)નો અને ક્રોમિયમ ટ્રાયૉક્સાઇડ CrO3 ક્રોમિક ઍસિડ(H2CrO4)નો ઍનહાઇડ્રાઇડ…
વધુ વાંચો >એન્ટ્રૉપી
એન્ટ્રૉપી (entropy) : ઉષ્માગતિક પ્રણાલીની અવ્યવસ્થાની સ્થિતિ સાથે સંકળાયેલી એક અમૂર્ત (abstract) સંકલ્પના (concept). પ્રણાલીમાં પ્રવર્તતી અનિશ્ચિતતા (randomness), સંભ્રમ (confusion), ઘોંઘાટ (noise) અને ક્ષીણતા(decay)નું તે માપ છે. મૂળે ઉષ્માના સ્થાનાન્તરના અભ્યાસમાંથી ઉદભવેલ આ સંકલ્પનાનું મહત્વ ભૌતિક, જૈવ તથા સમાજશાસ્ત્રો અને માહિતી સિદ્ધાંત (information theory) ઉપરાંત વિશ્વના ભાવિ અંગેની વિચારણા જેવાં…
વધુ વાંચો >એન્થાલ્પી
એન્થાલ્પી (enthalpy) : દબાણ અને કદના ફેરફારો જેમાં સંડોવાયેલા હોય તેવા બધા જ ઉષ્માગતિકીય પ્રક્રમો (processes) માટેનો દ્રવ્યનો અગત્યનો ગુણધર્મ; તેની સંજ્ઞા H છે. 1850માં રુડોલ્ફ ક્લોસિયસ નામના જર્મન વૈજ્ઞાનિકે આ પદનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. તેને ગણિતની ભાષામાં નીચે પ્રમાણે મૂકી શકાય : H = U + PV અહીં…
વધુ વાંચો >એન્થ્રેસીન
એન્થ્રેસીન : રૈખિક ત્રિચક્રીય સંઘનિત પ્રણાલી ધરાવતો ઍરોમેટિક હાઇડ્રોકાર્બન. [તેના સમઘટક ફિનાન્થ્રીનમાં આ સંઘનન કોણીય (anguler) છે.] કોલટારમાં 1 % જેટલું એન્થ્રેસીન હોય છે. કોલટારને ઠંડો કરવાથી મળતા ઘન પદાર્થને દાબીને અલગ પાડવામાં આવે છે. તેમાં ફિનાન્થ્રીન અને કાર્બેઝોલ ભળેલાં હોય છે. ઘન પદાર્થના ભૂકાને નેપ્થા-દ્રાવક વડે ધોવાથી ફિનાન્થ્રીન તેમાં…
વધુ વાંચો >એમ. આઇ. બી. કે.
એમ. આઇ. બી. કે. (મિથાઇલ આઇસો બ્યૂટાઇલ કીટોન, MIBK) : શાસ્ત્રીય નામ : 4-મિથાઇલ-2-પેન્ટેનોન. સૂત્ર CH3CO CH2 – CH(CH3)2. ઉદ્યોગમાં એસેટોનમાંથી તેનું નિર્માણ નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવે છે. તે રંગવિહીન, આછી કીટોન જેવી કે કપૂર જેવી સુવાસવાળું પાણીમાં અલ્પદ્રાવ્ય (1.91 %) પ્રવાહી છે. ઉ.બિં. 117o – 118o…
વધુ વાંચો >એમાઇલ આલ્કોહૉલ
એમાઇલ આલ્કોહૉલ : C5H11OH સૂત્ર ધરાવતા આઠ સમઘટકીય આલ્કોહૉલમાંનો ગમે તે એક. ઉદ્યોગનો એમાઇલ આલ્કોહૉલ ફ્યુઝેલ ઑઇલ(સ્ટાર્ચ અને શર્કરાના આથવણની ઉપપેદાશ)ના નિષ્યંદનથી મેળવાય છે. એમાં 13 % – 60 % દ્વિતીયક એમાઇલ આલ્કોહૉલ તથા પ્રકાશક્રિયાશીલ એમાઇલ આલ્કોહૉલ હોય છે. ઉ.બિં. 128o – 132o સે. એમાઇલમ એટલે સ્ટાર્ચ ઉપરથી એમાઇલ નામ…
વધુ વાંચો >એમિનેશન
એમિનેશન : એમાઇન્સ બનાવવાની એકમ પ્રવિધિ. એમાઇન્સને એમોનિયા(NH3)નાં વ્યુત્પન્નો ગણી શકાય; જેમાં NH3ના એક, બે અથવા ત્રણ હાઇડ્રોજન પરમાણુઓનું આલ્કાઇલ, એરાઇલ, સાઇક્લોઆલ્કાઇલ કે વિષમ ચક્રીય સમૂહ વડે વિસ્થાપન થયેલું હોય. આ સંયોજનો રંગકો, વર્ણકો, ઔષધો, પ્રક્ષાલકો, પ્લાસ્ટિક અને રૉકેટ-ઇંધનો તરીકે તેમજ ઘણાં અગત્યનાં રસાયણોના મધ્યસ્થી તરીકે ઉપયોગી છે. C−N બંધયુક્ત…
વધુ વાંચો >એમોનિયા (NH3)
એમોનિયા (NH3) : નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું બનેલું પાયાનું ઔદ્યોગિક રસાયણ. સંજ્ઞા NH3. ઇજિપ્તના એક પૌરાણિક દેવ એમોન (Amon) ઉપરથી આ નામ પડ્યું છે. મધ્યયુગમાં પાદરીઓ પ્રાણીનાં શિંગડાં તથા ખરી જેવા નાઇટ્રોજનયુક્ત કચરાનું નિસ્યંદન કરી આ વાયુ બનાવતા હતા. ગેબરે મૂત્ર અને મીઠાને ગરમ કરી એમોનિયમ ક્લોરાઇડ બનાવવાની રીત વર્ણવી છે.…
વધુ વાંચો >