એમ. આઇ. બી. કે. (મિથાઇલ આઇસો બ્યૂટાઇલ કીટોન, MIBK) : શાસ્ત્રીય નામ : 4-મિથાઇલ-2-પેન્ટેનોન.

સૂત્ર CH3CO CH2 – CH(CH3)2.

ઉદ્યોગમાં એસેટોનમાંથી તેનું નિર્માણ નીચે દર્શાવેલ પ્રક્રિયાઓ અનુસાર કરવામાં આવે છે.

 

તે રંગવિહીન, આછી કીટોન જેવી કે કપૂર જેવી સુવાસવાળું પાણીમાં અલ્પદ્રાવ્ય (1.91 %) પ્રવાહી છે. ઉ.બિં. 117o – 118o સે., ગ.બિ. – 87.7o સે.,  0.801 –  1.396, પ્રજ્વલનાંક (flash point) 22.78o સે. આલ્કોહૉલ, બેન્ઝીન અને ઈથરમાં સંપૂર્ણ દ્રાવ્ય. એક્રિલિક એસ્ટર્સના બહુલક, આલ્કાઇડ્ઝ, પૉલિવાઇનાઇલ એસેટેટ, નાઇટ્રો સેલ્યુલોઝ વગેરે માટેનું દ્રાવક છે. ટૅન્ટેલમ તથા યુરેનિયમના નિષ્કર્ષણમાં પણ તે દ્રાવક તરીકે વપરાય છે.

પ્રવીણસાગર સત્યપંથી