પ્રવીણચંદ્ર પરીખ

લાડસાગર

લાડસાગર : ચાચા હિત-વૃંદાવનદાસરચિત રાધાના શૈશવથી લઈને કિશોરાવસ્થા સુધી શ્રીકૃષ્ણ પ્રત્યે વ્યક્ત થયેલ પ્રેમનો અગાધ સાગરરૂપ ગ્રંથ. ઈ. સ. 1747થી 1778 દરમિયાન એની રચના થઈ છે. આમાં શૈશવાવસ્થાની ચપળ ક્રીડાઓનું સ્વાભાવિક વર્ણન કરતાં કવિ પોતાની ભાવના દ્વારા અનોખું અને અદ્વિતીય શબ્દચિત્ર રજૂ કરે છે. ‘લાડસાગર’ દશ પ્રકરણોમાં વિભક્ત છે. એમાં…

વધુ વાંચો >

લાલદાસસ્વામી

લાલદાસસ્વામી : પ્રણામી સંપ્રદાયના સંતમહાત્મા. 17મી સદીમાં થયેલા આ સંત મૂળ પોરબંદરના વતની હતા. તેમનું મૂળ નામ લક્ષ્મણદાસ હતું. વ્યવસાયે તેઓ વેપારી હતા અને સિંધમાં ઠઠ્ઠા બંદરેથી તેમના 99 જેટલાં વહાણો મારફતે મુખ્યત્વે અરબ દેશો સાથે વેપાર કરતા હતા. તેઓ અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાના જ્ઞાતા અને વિદ્વાન હતા. ભાગવતના…

વધુ વાંચો >

લાવણી

લાવણી : એક ઉપરાગ, જે દેશી રાગ તરીકે પ્રસિદ્ધ છે. ‘સંગીત રાગ કલ્પદ્રુમ’માં લાવણીને ‘ઉપરાગ’ કહેવામાં આવ્યો છે. એને દેશી કહેવાનું કારણ એ છે કે જુદા જુદા દેશ(પ્રદેશ)માં એને અનુરૂપ નામ ધારણ કરે છે. લાવણીનો વિકાસ લોકગીતોમાં થયેલો છે. તેનો સંબંધ મગધ પાસેના લવણદેશ સાથે હોઈને એ લાવણી કહેવાઈ છે.…

વધુ વાંચો >

લિંગશરીર

લિંગશરીર : પ્રાણમય, મનોમય, જ્ઞાનમય અને આનંદમય – આ ચાર કોશોથી નિર્મિત શરીર. વેદાન્તમાં આત્માનાં બે આવરણો બતાવેલાં છે. શુક્ર-શૉણિતથી નિર્મિત શરીર કે અન્નમય કોષ અને બીજા ઉપરોક્ત ચાર કોષોથી નિર્મિત લિંગશરીર. મૃત્યુ વખતે આત્મા અન્નમય કોષ એટલે કે સ્થૂળ શરીરથી છૂટો પડી જાય છે, પરંતુ બીજા ચાર કોષોરૂપ લિંગશરીરનો…

વધુ વાંચો >

લીલાવાદ

લીલાવાદ : સૃષ્ટિને લગતી પ્રવૃત્તિઓ દ્વારા અહેતુક આનંદ મેળવવાની પરમાત્માની લીલા. હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે પરમાત્માને આ જગતને લગતી પ્રવૃત્તિઓ કરીને કોઈ સ્વાર્થ સિદ્ધ કરવાનો નથી. આમ છતાં પરમાત્મા આ પ્રવૃત્તિઓ કરે છે અને એ દ્વારા પોતાના સ્વાભાવિક આનંદને મેળવે છે. કોઈ પણ ઊણપ પૂરી કરવાનું કે સ્વાર્થ સાધવાનું જેનું…

વધુ વાંચો >

લૂણવસહિ

લૂણવસહિ (12મી સદી) : આબુ પર વિમલવસહિની પાસે તેજપાલે પોતાની પત્ની અનુપમાદેવી અને પુત્ર લૂણસિંહના શ્રેયાર્થે સંપૂર્ણપણે આરસથી બંધાવેલું જિનાલય. રચના-કૌશલ્ય અને બારીક શિલ્પસજાવટને લઈને આ મંદિર ભારતીય સ્થાપત્યનું ઘરેણું ગણાય છે. ગર્ભગૃહ, ગૂઢમંડપ, નવચોકી, રંગમંડપ, બલાનક, જગતી, દેવકુલિકાઓ અને હસ્તિશાળા ધરાવતું આ મંદિર રચના પરત્વે વિમલવસહિને મળતું છે, પરંતુ…

વધુ વાંચો >

લેશ્યા

લેશ્યા : જૈન દર્શન અનુસાર મનના ભાવ કે મનના પરિણામ (અધ્યવસાય) અને કર્મના સંમિશ્રણથી નિષ્પન્ન ગાઢ રીતે ગૂંથાયેલ ભાત. લેશ્યા અ જીવાત્માનો કર્મસંસર્ગથી ઉત્પન્ન થતો વિકાર છે. તે અત્યંત સૂક્ષ્મ હોઈ તેનું ચક્ષુ દ્વારા નિરીક્ષણ શક્ય નથી. જેમ સ્ફટિક રત્ન પાસે જે રંગની ચીજ રાખીએ તેવા રંગવાળું સ્ફટિક રત્ન દેખાય…

વધુ વાંચો >

લોકનાથ

લોકનાથ : સર્વરોગના નાશ કરનારા મનાતા બોધિસત્વ. ‘સાધનમાલા’માં જણાવ્યા પ્રમાણે તેઓ શ્વેતવર્ણના અને દ્વિભુજ છે. જમણો હાથ વરદામુદ્રામાં અને ડાબા હાથમાં કમળ ધારણ કરેલ છે. લલિતાસનમાં બેઠેલા છે. તેમની જમણી બાજુએ વરદમુદ્રામાં તારા બેઠેલ છે અને ડાબી બાજુએ રક્તવર્ણના હયગ્રીવ હાથમાં દંડ સાથે બેઠેલ છે. તેમણે વ્યાઘ્રચર્મ ધારણ કરેલ છે.…

વધુ વાંચો >

લોમશ

લોમશ : એક મહર્ષિ. શરીર પર ઘણા રોમ હોવાને લઈને એમનું લોમશ નામ પડેલું. એને અંગે અનુશ્રુતિ છે કે સો વર્ષો સુધી તેમણે કમળપુષ્પોથી શિવજીની પૂજા કરી હતી તેથી તેમને વરદાન મળેલું કે કલ્પાંતે તેમના શરીર પરથી કેવળ એક રૂંવાડું ખરશે. તેઓ હંમેશ તીર્થાટન કરતા મોટા ધર્માત્મા હતા. તીર્થાટન વખતે…

વધુ વાંચો >

લોરિયા-નંદનગઢ

લોરિયા-નંદનગઢ (જિ. ચંપારણ, બિહાર) : બૌદ્ધ પુરાવશેષોનાં કેન્દ્રો. આ બંને સ્થળેથી બૌદ્ધ ધર્મને લગતા પુરાવશેષો પ્રાપ્ત થયા છે. બેટ્ટઇથી 25 કિમી. દૂર ઉત્તરપૂર્વમાં આવેલ આ નગર બુદ્ધના સમયમાં ‘અલ્લકપ્પ’ કે ‘અલપ્પા’ નામે ઓળખાતું હતું. લોરિયા ગામેથી અશોકનો લેખયુક્ત એક શિલાસ્તંભ અને 15 સ્તૂપો પ્રાપ્ત થયા છે. આ સ્તૂપો ત્રણ હરોળમાં…

વધુ વાંચો >