પ્રવીણચંદ્ર પરીખ
ફરાઇદી ચળવળ
ફરાઇદી ચળવળ : બંગાળમાં અંગ્રેજોના શાસન વિરુદ્ધની સ્થાનિક ચળવળ. જોકે એનો મૂળ ઉદ્દેશ ઇસ્લામનું શુદ્ધીકરણ અને મુસ્લિમોના પુનરુદ્ધારનો હતો. આ ચળવળ ફરીદપુરના હાજી શરીઅતુલ્લાહે શરૂ કરી હતી. તેમણે જાહેર કરેલું કે હિંદ જ્યારથી બ્રિટિશ હકુમત નીચે આવ્યું છે ત્યારથી તે ‘દારુલહર્બ’ (મરુભૂમિ) બની ગયું છે. તેમણે પોતાના મુરિદો પાસે પ્રતિજ્ઞાપૂર્વક…
વધુ વાંચો >ફુ-નાન
ફુ-નાન : કંબોડિયાના મેકોંગની નીચલી ખીણમાં સ્થપાયેલું સહુથી જૂનું હિંદુ રાજ્ય. હાલ હિંદી-ચીન દ્વીપકલ્પમાં સમાયેલો વિસ્તાર ‘ફુનાન’ તરીકે ઓળખાતો હતો ને એની રાજધાની વ્યાધપુર (પ્રાયઃ બા ફ્નોમ્ પાસે) હતી. અભિલેખોમાં નોંધાયેલી અનુશ્રુતિ અનુસાર એ ઈ. સ.પૂર્વે 1લી સદીમાં ભારતથી આવેલા કૌણ્ડિન્ય નામના બ્રાહ્મણે સ્થાપ્યું હતું. એણે એ સ્થળની નાગ રાજકન્યા…
વધુ વાંચો >ફ્રાંસ
ફ્રાંસ પશ્ચિમ યુરોપમાં આવેલો પ્રજાસત્તાક દેશ. યુરોપીય દેશો પૈકી વિસ્તારની ર્દષ્ટિએ તે રશિયા પછી બીજે ક્રમે આવે છે. ફ્રાંસ દુનિયાભરના પ્રાચીન દેશો પૈકીનો એક ગણાય છે. તેનું ‘ફ્રાંસ’ નામ લૅટિન શબ્દ ‘ફ્રાંસિયા’ (ફ્રૅંકોનો દેશ – ફ્રૅન્ક એ જર્મનો માટે વપરાતું નામ છે, જેમણે 5 મી સદી દરમિયાન રોમન સામ્રાજ્યના પતન…
વધુ વાંચો >ફ્રેસ્કો (ક્રિયાપદ્ધતિ)
ફ્રેસ્કો (ક્રિયાપદ્ધતિ) : ભિત્તિચિત્રો માટેની ભૂમિકા તૈયાર કરવાની પદ્ધતિ. ‘વિષ્ણુધર્મોત્તર’માં એને ‘વજ્રલેપ’ કહીને તેની પૂરી રીત આપેલી છે, પરંતુ વિદ્યમાન ચિત્રો પરથી લાગે છે કે આ રીત ક્યાંય પ્રયોજાઈ નહોતી. ભૂકો કરેલાં પથ્થર, માટી અને છાણ, જેમાં ઘણી વાર ફોતરાં, વનસ્પતિના રેસા મેળવી ગોળની લાહી જેવો પદાર્થ બનાવતા, જેને ખડકની…
વધુ વાંચો >બકા
બકા : બકા એટલે સ્થિતિ. ‘પરમાત્મામાં સ્થિતિ’ને ‘સૂફી બકા’ કહે છે. ‘પરમાત્મામાં વાસ કરવો’, ‘સર્વવ્યાપી સત્તા સાથે આત્માનું એકરૂપ થવું’ વગેરેનો ‘બકા’ શબ્દથી બોધ થાય છે. પાછળથી સૂફી જ એને ચરમ લક્ષ્ય માનવા લાગ્યા. સૂફીઓનું કહેવું છે કે ‘બકા’ એ ‘ફના’ પછીની સ્થિતિ છે. ફનાની અવસ્થામાં અહં માત્રનો નિરોધ થઈ…
વધુ વાંચો >બક્ષી, હંસરાજ
બક્ષી, હંસરાજ (જ. ઈ. સ. 1662, પન્ના, મ.પ્ર.; અ.) : બુંદેલખંડના મહારાજા છત્રસાલના પૌત્ર સભાસિંહના દીવાન કવિ. પિતા કાયસ્થ કેશવરાય પણ પન્નારાજ્યના પદાધિકારી હતા. બક્ષીજી હિંદી સાહિત્ય અને નિજાનંદ (પ્રણામી) ધર્મના માન્ય વિદ્વાન હતા. તેમણે દશ ગ્રંથોની રચના કરી છે. એમાં (1) ‘સ્નેહસાગર’, (2) ‘વિરહવિલાસ’, (3) ‘બારહમાસા’, (4) ‘તેરમાસા’ તેમજ…
વધુ વાંચો >બટ્રેસ
બટ્રેસ (buttress) : દીવાલ અને છત જેવા બાંધકામને મજબૂત આધાર કે ટેકો આપવા બહારની બાજુએ બંધાતો પુસ્તો (કડસલા). આ ચણતર પાંચ પ્રકારે થાય છે : (1) કોણાત્મક પુસ્તો (angle buttress). આમાં બે પુસ્તાઓની રચના એવી રીતે કરવામાં આવે છે કે જેનાથી બહારના ભાગમાં સળંગ કાટખૂણાની રચના થાય છે. (2) પેટીઘાટ…
વધુ વાંચો >બનાદાસ
બનાદાસ (જ. 1821 અશોકપુર, જિ. ગોંડ; અ. 1892 અયોધ્યા) : રામભક્તિના રસિક સંપ્રદાયમાં થયેલા સાકેત નિવાસી સંત કવિ. જાતિએ ક્ષત્રિય. પિતા ગુરુદત્તસિંહ. ઘરની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી ભિનગા રાજ્ય- (બહરાઇચ)ની સેનામાં સાત વર્ષ સુધી નોકરી કરી. ઘેર પાછા આવ્યા. પોતાના એકના એક પુત્રનું અકાળ અવસાન થતાં પુત્રના શબ સાથે…
વધુ વાંચો >બરાબર ગુફાઓ
બરાબર ગુફાઓ (ઈ. પૂ. ત્રીજી સદી) : મૌર્ય સમ્રાટ અશોકે આજીવિક સંપ્રદાયના સાધુઓ માટે બિહારના ગયા જિલ્લાના બરાબર પહાડમાં કંડારાવેલ ગુહાશ્રયો. ગયાથી 25 કિમી. ઉત્તરે આવેલી બરાબર ટેકરીમાંથી ચાર અને તેની સમીપની નાગાર્જુની ટેકરીમાંથી સમ્રાટ અશોકના પૌત્ર દશરથે કંડારાવેલી ત્રણ ગુફાઓ મળીને એમને ‘સાતઘર’ને નામે ઓળખવામાં આવે છે. આજે આ…
વધુ વાંચો >બર્જેસ, જેમ્સ
બર્જેસ, જેમ્સ (જ. 14 ઑગસ્ટ 1832, ડમફ્રિસ, સ્કૉટલૅન્ડ; અ. 3 ઑક્ટોબર 1916) : ભારતીય ઇતિહાસ, પુરાતત્વવિદ્યા અને સ્થાપત્યકલાના પ્રકાંડ સ્કૉટિશ વિદ્વાન. ગ્લાસગો અને એડિનબરોમાં અભ્યાસ. 1855માં ભારતીય સનદી સેવામાં જોડાયા. કલકત્તાની કૉલેજમાં 1855–1861 દરમિયાન ગણિતશાસ્ત્રના અધ્યાપક થયા. મુંબઈની સર જમશેદજી જીજીભાઈ પારસી બેનેવોલન્ટ સંસ્થાના પ્રમુખપદે નિમાયા પછી ‘ટેમ્પલ્સ ઑવ્ શત્રુંજય’…
વધુ વાંચો >