પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ
વાયુચાલિત સાધનો (pneumatic devices)
વાયુચાલિત સાધનો (pneumatic devices) : દાબિત હવા ઉત્પન્ન કરનારાં અથવા વાપરનારાં સાધનો. ખડક-શારડી (Rock drill), ફરસબંધી ભાંગવાનું સાધન, રિવેટર, ઘડતર-પ્રેસ (forging press), પેઇન્ટ-સ્પ્રેયર, બ્લાસ્ટ-ક્લીનર અને એટોમાઇઝરમાં વાયુચાલિત સાધનો વપરાય છે. દાબિત હવાની શક્તિ નમ્ય (flexible), ઓછી ખર્ચાળ અને સહીસલામત હોય છે. આ જાતનાં સાધનોમાં, તણખા થકી અન્ય સાધનોમાં લાગતો સંભવિત…
વધુ વાંચો >વિભેદી ગિયર (differential gear)
વિભેદી ગિયર (differential gear) : મોટરગાડીમાં વપરાતી ગિયરની વ્યવસ્થા. આની મદદથી, એન્જિનની શક્તિ(power)નું ચાલક વ્હિલ સુધી સંચારણ થઈ શકે છે. તદુપરાંત જુદાં જુદાં વ્હિલમાં બળની સરખી વહેંચણી પણ શક્ય બને છે. આથી, વળાંક અથવા અસમતલ (uneven) સપાટી ઉપર જરૂરી જુદી જુદી લંબાઈનો પથ મેળવી શકાય છે. સીધા રસ્તાઓ ઉપર વ્હિલ…
વધુ વાંચો >વૉટ, જેમ્સ (Watt James)
વૉટ, જેમ્સ (Watt James) (જ. 19 જાન્યુઆરી 1736; અ. 25 ઑગસ્ટ 1819) : સ્કૉટલૅન્ડના ઇન્સ્ટ્રૂમેન્ટ-મિકેનિક અને સંશોધક. યાંત્રિક ક્રાંતિમાં તેમના વરાળ એન્જિનનો ઘણો જ ફાળો છે. 1795માં તેઓને ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીની ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી. તેમના પિતા વહાણ અને ઘર બાંધવાનો ધંધો કરતા હતા. તેમની તબિયત નાજુક હોઈ, તેમની…
વધુ વાંચો >વૉશર (washer)
વૉશર (washer) : સ્ક્રૂ-બંધક(fastener)ની સજ્જડતા (tightness) સુધારવા માટે વીંટીના આકારનું સપાટ સાધન. વૉશર મશીનઘટક(conponent)ની સાથે વપરાતો એક ભાગ છે. તે બોલ્ટ અને નટની સાથે વપરાય છે. ત્રણ પ્રકારનાં વૉશર સામાન્યત: વપરાશમાં છે : સાદું (plane), સ્પ્રિંગ-બંધક (spring-lock) અને દંત-બંધક (tooth-lock). પ્રમાણભૂત સાદું વૉશર પ્લેટનું નુકસાન થતું અટકાવવા માટે અથવા બોલ્ટ…
વધુ વાંચો >વ્હિટની ઈલી (Whitney Eli)
વ્હિટની ઈલી (Whitney Eli) (જ. 8 ડિસેમ્બર 1765, વેસ્ટબરો, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 8 જાન્યુઆરી 1825) : અમેરિકન સંશોધક. યેલમાં અભ્યાસ કર્યા બાદ તેઓ જ્યૉર્જિયામાં શિક્ષક તરીકે જોડાયા. જનરલ ગ્રીનની વિધવા નાથાનેલ ગ્રીને તેમની સંશોધક વૃત્તિને આધાર આપ્યો. ગ્રીનના કપાસનાં મોટાં ખેતરો હતાં, જેમાંથી મળતા રૂમાંથી કપાસિયાં અલગ કરવા માટે તેમણે…
વધુ વાંચો >શાફ્ટ સીલ
શાફ્ટ સીલ : યંત્રોના હાઉસિંગમાંથી બહાર નીકળતા અને ગતિ કરતા શાફ્ટની આજુબાજુએથી ઊંજણતેલ (lubricating oil) અથવા ગૅસને બહાર નીકળતા રોકવા માટેનો યાંત્રિક ભાગ. આને ઑઇલસીલ પણ કહેવાય છે. આ ઑઇલસીલ, એન્જિનના ફ્રક કેસમાં રહેલા ઊંજણતેલને બહાર આવતું રોકવાનું કાર્ય કરે છે. સામાન્ય પ્રકારના સીલમાં ‘ઈલાસ્ટોમર’ રિંગ મૂકેલી હોય છે. ઈલાસ્ટોમર…
વધુ વાંચો >શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં)
શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં) : દાગીનામાં છિદ્ર (શાર) પાડવા તેમજ તે માટેનાં પાનાં અને યંત્રો. વસ્તુને કે તેના ભાગોને જ્યારે એકબીજા સાથે જોડવાનાં થાય ત્યારે જો સ્ક્રૂ કે પિનથી જોડવાની રીત વાપરીએ તો છિદ્ર પાડવાનો પ્રશ્ર્ન ઊભો થાય છે. દાગીનો કયા પદાર્થ(લાકડું, પ્લાસ્ટિક કે ધાતુ)નો બનેલો છે, કુલ કેટલાં…
વધુ વાંચો >શુષ્ક બરફ (dry ice)
શુષ્ક બરફ (dry ice) : ઘન પ્રાવસ્થા (phase) રૂપે અસ્તિત્વ ધરાવતો કાર્બન ડાયૉક્સાઇડ (CO2). તેને શુષ્ક બરફ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે ઘનનું ઊર્ધ્વીકરણ (sublimation) થઈ તે સીધો બાષ્પમાં ફેરવાતો હોઈ તે ભીનો (wet) લાગતો નથી. તે અવિષાળુ (nontoxic) અને અસંક્ષારક (noncorrosive) હોય છે અને ઘનમાંથી સીધો બાષ્પમાં…
વધુ વાંચો >સીગરો (ભીડો vice)
સીગરો (ભીડો, vice) : વર્કશૉપમાં ઘડવાની વસ્તુને કે દાગીનાને જકડી રાખવા માટે વપરાતું એક ઓજાર. આ ઓજારને લીધે દાગીના પર ફાઇલિંગ (filing) કરવાની, છોલ ઉતારવાની (chipping), કાપવાની કે આંટા પાડવાની ક્રિયા સારી રીતે થઈ શકે છે. કારીગરને શ્રમ ઓછો પડે તે માટે સીગરાને સામાન્ય રીતે માણસની કોણી જેટલી ઊંચાઈએ બેસાડવામાં…
વધુ વાંચો >સ્ક્રૂ (screw)
સ્ક્રૂ (screw) : બંધક તરીકે બળ અથવા ગતિને વેગ આપવા માટે વપરાતો, નળાકાર ઉપર એકસરખા આંટા ધરાવતો યંત્રનો ભાગ. સ્ક્રૂની શોધ આર્ચિટાસ વડે પાંચમી સદીમાં થઈ હોય તેવી માન્યતા છે, પણ તેનો ચોક્કસ ઉપયોગ યંત્રના ભાગ તરીકે ક્યારે શરૂ થયો તેની જાણ નથી. પાણીમાં રહેલા સ્ક્રૂની શોધ આર્કિમીડિઝની જોડે સંકળાયેલી…
વધુ વાંચો >