પીયૂષ વ્યાસ
કૅબિનેટ ઑવ્ ડૉ. કેલિગુરી
કૅબિનેટ ઑવ્ ડૉ. કેલિગુરી (1919) : જર્મન ફિલ્મ. નિર્માતા : એરિક પૉમર; દિગ્દર્શક : રૉબર્ટ વીની; પટકથા : કાર્લ મેયર, હૅન્સ જેનોવિટ્ઝ; પ્રથમ રજૂઆત : ફેબ્રુઆરી 1920, બર્લિન. ફિલ્મકલામાં ‘અભિવ્યક્તિવાદ’ (expressionism) પ્રથમ પ્રગટ કરવાનો યશ આ ફિલ્મને પ્રાપ્ત થાય છે. ફિલ્મની કથાનો પ્રારંભ જર્મનીના એક નાના ગામથી થાય છે, જ્યાં…
વધુ વાંચો >કોપોલા
કોપોલા (જ. 7 એપ્રિલ 1939, ડેટ્રોઇટ, મિશિગન) : અમેરિકન ફિલ્મસર્જક. આખું નામ ફ્રાન્સિસ ફોર્ડ કોપોલા. 1957-60 હોફસ્ટ્રા કૉલેજમાં શિક્ષણ. 1960માં બી.એ. થયા. 1960-62 દરમિયાન લૉસ એન્જિલીસ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં માસ્ટર ઑવ્ સિનેમાની ડિગ્રી પ્રાપ્ત કરી (1968). 1963માં એલિનૉર નીલ સાથે લગ્ન. 1962માં રોજર કૉરમૅનની ફિલ્મ કંપનીમાં ડબિંગ, સાઉન્ડ રેકૉર્ડિંગ અને…
વધુ વાંચો >કોશિશ
કોશિશ : 1972નો ઉત્તમ કથાચિત્રનો ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર હિન્દી ચલચિત્ર. શારીરિક ખોડખાંપણ ધરાવનારા પણ જો સન્નિષ્ઠપણે કોશિશ કરે તો મુશ્કેલીઓ છતાં સુખી જીવન જીવી શકે છે તેવો સંદેશ તેમાં વ્યક્ત થયો છે. નિર્માણ વર્ષ : 1972; ભાષા : હિન્દી; નિર્માણસંસ્થા : ઉત્તમ ચિત્ર; નિર્માતા : રોમુ એન. સિપ્પી, રાજ એન.…
વધુ વાંચો >કૌલ મણિ
કૌલ, મણિ (જ. 25 ડિસેમ્બર 1944, જોધપુર, રાજસ્થાન; અ. 6 જુલાઈ 2011, ગુરગાંવ, હરિયાણા) : ભારતીય ફિલ્મસર્જક. ચીલાચાલુ ભારતીય ફિલ્મોના સ્વરૂપમાં આમૂલ પરિવર્તન લાવનાર ફિલ્મસર્જક. મૂળ નામ રવીન્દ્રનાથ કૌલ. ફિલ્મનું માધ્યમ કૅમેરા અને ધ્વનિ છે. આ બંને દ્વારા વિચારની અભિવ્યક્તિ કરી શકનાર ફિલ્મ સફળ ફિલ્મ ગણાવી શકાય. મણિ કૌલની પ્રથમ…
વધુ વાંચો >ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન
ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન : સાઠના દાયકામાં આંતરરાષ્ટ્રીય સ્તર પર મશહૂર બનેલું બહુચર્ચિત અને પુરસ્કૃત ચલચિત્ર. મૂળ ચિત્રાંકન ચેક ભાષામાં. અંગ્રેજીમાં 1965માં લોડેનિસ રેલવેમથક પર તે ઉતારવામાં આવ્યું. દિગ્દર્શક જિરી મૅન્ઝલ. અવધિ 89 મિનિટ. 1963માં ચેક સાહિત્યમાં ‘પર્લ્સ ઑવ્ ધ ડીપ’ નામના લઘુકથાઓના સંગ્રહમાંની પ્રથમ કૃતિ ‘ક્લોઝલી વૉચ્ડ ધ ટ્રેન’ના…
વધુ વાંચો >ખંડહર
ખંડહર : રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતી થયેલી હિંદી ફિલ્મ. પ્રેમેન્દ્ર મિત્ર દ્વારા લિખિત કથા પર આધારિત. નિર્માણવર્ષ : 1984. નિર્માતા, દિગ્દર્શક અને પટકથાલેખક : મૃણાલ સેન. પ્રમુખ ભૂમિકા : શબાના આઝમી, નસિરુદ્દીન શાહ, ગીતા સેન, પંકજ કપૂર, અન્નુ કપૂર, શ્રીલા મજમુદાર અને રાજેન તરફદાર. ચલચિત્રક્ષેત્રે ત્રણ દાયકાથી નાનીમોટી કુલ…
વધુ વાંચો >ગન્સ ઑવ્ નેવેરોન, ધ
ગન્સ ઑવ્ નેવેરોન, ધ : નિર્માણવર્ષ : 1961. રનિંગ ટાઇમ : 157 મિનિટ. નિર્માતા : કાર્લ ફોરમૅન. દિગ્દર્શક : જે. બી. થૉમ્પ્સન. પટકથા : કાર્લ ફોરમૅન. ઍલિસ્ટર મેક્લીનની નવલકથા ઉપર આધારિત. છબીકલા : ઓસ્વાલ્ડ મૉરિસ. સંગીત : દમિત્રિ ટીઓમ્કિન. મુખ્ય કલાકારો : ગ્રેગરી પેક, ડેવિડ નિવેન, સ્ટેન્લી બેકર, ઍન્થની ક્વીન,…
વધુ વાંચો >ગર્મ હવા
ગર્મ હવા : ભારતના મુસ્લિમ સમાજના જીવન અને માનસનું હૃદયદ્રાવક નિરૂપણ કરતી, પ્રેક્ષકો અને વિવેચકોની ખૂબ પ્રીતિપાત્ર બનેલી હિંદી ફિલ્મ. નિર્માણસંસ્થા : યુનિટ 3 એમ.એમ.; નિર્માણ વર્ષ : 1973; નિર્માતા : એમ. એસ. સથ્યુ, અબુ શિવાની, ઈશન આર્ય; દિગ્દર્શક : એમ. એસ. સથ્યુ; કથા : કૈફી આઝમી; પટકથા : કૈફી…
વધુ વાંચો >ગિનિસ, અલેક (સર)
ગિનિસ, અલેક (સર) (જ. 2 એપ્રિલ 1914, પૅડિંગ્ટન, લંડન; અ. 5 ઑગસ્ટ 2000, મિડહર્સ્ટ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ અભિનેતા. તખ્તાથી કારકિર્દી શરૂ કરનાર આ પ્રતિભાસંપન્ન અભિનેતાને લોકો ‘ચહેરા વગરના કલાકાર’ તરીકે ઓળખતા. આનું કારણ એટલું જ કે ગમે તે ભૂમિકા હોય આ અભિનેતા તેને અત્યંત સ્વાભાવિકતાથી ન્યાય આપતા. શરૂઆતમાં તે મુખ્ય…
વધુ વાંચો >ગીધ (ચલચિત્ર)
ગીધ : દેવદાસીના જીવન અને પ્રથા ઉપર આધારિત ચર્ચાસ્પદ ફિલ્મ. નિર્માણવર્ષ 1984. નિર્માણસંસ્થા : દર્પણચિત્ર; કથા-પટકથા-દિગ્દર્શન : ટી. એસ. રંગા; સંવાદ અને ગીતો : વસંત દેવ; સંગીત : બી. વી. કારંથ; છબીકલા : કો હુંગ ચિઆંગ; કલાનિર્દેશક : મીરાં લાખિયા; પોશાક પરિધાન : ગોપી દેસાઈ, પ્રમુખ પાત્રસૃષ્ટિમાં, ઓમ પુરી, એ.…
વધુ વાંચો >