પર્યાવરણ
મેરિયમ, ક્લિન્ટન હાર્ટ
મેરિયમ, ક્લિન્ટન હાર્ટ (જ. 5 ડિસેમ્બર 1855, ન્યૂયૉર્ક સિટી; અ. 19 માર્ચ 1942, બર્કલી, કૅલિફૉર્નિયા) : જાણીતા પ્રકૃતિવાદી, પ્રાણીવિજ્ઞાની અને પ્રારંભકાલીન પર્યાવરણવાદી. તાલીમ-શિક્ષણ તેમણે તબીબી વિજ્ઞાનનાં લીધાં હતાં. 1885થી 1910 દરમિયાન તેઓ અમેરિકાની બ્યૂરો ઑવ્ બાયોલૉજિકલ સર્વેના વડા તરીકે રહ્યા. અમેરિકાનાં વિશાળ કદનાં રીંછ, ભૂખરાં રીંછ તથા કનેક્ટિકટના પક્ષીજગત વિશે…
વધુ વાંચો >મ્યૂર, જૉન
મ્યૂર, જૉન (જ. 21 ઍપ્રિલ 1838, ડનબાર, ઈસ્ટ સ્કૉટલૅન્ડ; અ. 24 ડિસેમ્બર 1914) : જાણીતા સંશોધક, પ્રકૃતિવિજ્ઞાની અને પર્યાવરણવાદી. તેઓ આધુનિક પર્યાવરણ-સંરક્ષણને લગતા આંદોલનના પિતામહ લેખાય છે. તેમણે વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ સંશોધન માટેની મૌલિક પ્રતિભા ધરાવતા હતા. 1867માં ઔદ્યોગિક ક્ષેત્રે અકસ્માત નડવાથી તેમને એક આંખ લગભગ ગુમાવવી …
વધુ વાંચો >રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી – તિરુવનન્તપુરમ્ (RRL)
રીજિયોનલ રિસર્ચ લેબૉરેટરી, તિરુવનન્તપુરમ્ (RRL) : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) નામની સ્વાયત્ત સંસ્થા દ્વારા સ્થાપિત ક્ષેત્રીય પ્રયોગશાળા. તેના મુખ્ય ઉદ્દેશોમાં પ્રાદેશિક/રાષ્ટ્રીય કુદરતી સ્રોતોના ઇષ્ટતમ ઉપયોગ માટે સંશોધન અને વિકાસને લગતું કાર્ય, પર્યાવરણવિજ્ઞાન અને અપશિષ્ટ જળની માવજતને લગતું સંશોધન, જાતિગત (generic) ટૅકનૉલૉજી અંગે અતિ આધુનિક સંશોધન અને માનવ…
વધુ વાંચો >લાયલ, ચાર્લ્સ (સર) (Sir Charles Lyell)
લાયલ, ચાર્લ્સ (સર) (Sir Charles Lyell) (જ. 14 નવેમ્બર 1797, સ્કૉટલૅન્ડ; અ. 22 ફેબ્રુઆરી 1875, લંડન) : વિક્ટૉરિયન યુગના ઇંગ્લૅન્ડના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. પ્રખર પ્રકૃતિશાસ્ત્રી. બુદ્ધિવાદી પિતાના પુત્ર હોવાને નાતે લાયલને જીવવિજ્ઞાન અને ભૂવિજ્ઞાનનાં રહસ્યો જાણવાની લગની લાગેલી. એમની એ લગનીથી રસ કેળવાતો ગયો અને વધતો ચાલ્યો. અભ્યાસ કર્યો વકીલાતનો. 1825માં…
વધુ વાંચો >લિયોપોલ્ડ, આલ્ડો
લિયોપોલ્ડ, આલ્ડો (જ. 11 જાન્યુઆરી 1886, બર્લિંગ્ટન, આઇઓવા; અ. 21 એપ્રિલ 1948) : એક પ્રકૃતિવિદ. તેમણે યેલ યુનિવર્સિટીમાં 1908માં સ્નાતક ઉપાધિ અને બીજા જ વર્ષે ત્યાંથી અનુસ્નાતક ઉપાધિ પ્રાપ્ત કરી. 1909થી 1927 સુધી તેમણે વી. એસ. ફૉરેસ્ટ સર્વિસ માટે સેવા આપી. 1933માં તેમણે વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં પ્રાધ્યાપકપદ સ્વીકાર્યું અને ત્યાં તેમણે…
વધુ વાંચો >વનસ્પતિ-ઉદ્યાન
વનસ્પતિ-ઉદ્યાન : જુઓ ઉદ્યાનવિદ્યા.
વધુ વાંચો >સાલિમ અલી (ડૉ.)
સાલિમ અલી (ડૉ.) (જ. 12 નવેમ્બર 1896, મુંબઈ; અ. 20 જૂન 1987, મુંબઈ) : વિશ્વવિખ્યાત ગુજરાતી પક્ષીવિદ, સંશોધક અને પર્યાવરણવિદ. તેમનું પૂરું નામ સાલિમ મોઇઝુદ્દીન અબ્દુલઅલી હતું. ખંભાતના દાઉદી વોરા કુટુંબમાં જન્મ. પાછળથી તેમનો પરિવાર મુંબઈમાં સ્થાયી થયો હતો. 12 વર્ષની વયથી ઍરગન વડે પક્ષીઓનો શિકાર કરવાનો શોખ હતો. પાછળથી…
વધુ વાંચો >સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન)
સ્થળાંતર (જીવવિદ્યાવિજ્ઞાન) : વધુ સારી પર્યાવરણીય અનુકૂળતા પ્રાપ્ત કરવા માટે પ્રાણીઓની બે દૂરસ્થ સ્થળો વચ્ચે ઋતુને અનુલક્ષીને થતી અવરજવર. તે મનુષ્ય ઉપરાંત પક્ષીઓ અને કીટકોને પણ સ્પર્શે છે. તે અવરજવર મુખ્યત્વે ઋતુમાનમાં થતા તીવ્ર ફેરફારોથી બચવા માટે અથવા ખોરાકની અછતને નિવારવા માટે કરવામાં આવે છે. ઘણા કિસ્સાઓમાં તે ઋતુગત અથવા…
વધુ વાંચો >સ્થાનીયતા
સ્થાનીયતા : કોઈ એક જાતિ કે વર્ગક-સમૂહ(taxonomic group)નો આવાસ નિશ્ચિત ભૌગોલિક પ્રદેશ પૂરતો જ મર્યાદિત રહે તેવી પરિસ્થિતિ. આ પરિસ્થિતિના નિર્માણ માટે જવાબદાર પરિબળોમાં અલગીકરણ (isolation) અથવા મૃદા કે આબોહવાકીય પરિસ્થિતિઓ સામેની પ્રતિક્રિયા(response)નો સમાવેશ થાય છે. આવા વર્ગક(taxon)ને તે પ્રદેશનો સ્થાનિક (endemic) ગણવામાં આવે છે. સ્થાનીયતાનો વિસ્તાર વર્ગકની કક્ષા ઉપર…
વધુ વાંચો >