પરંતપ પાઠક

મર્ક્યુરી (સ-માનવ અંતરીક્ષયાન-શ્રેણી)

મર્ક્યુરી (સ-માનવ અંતરીક્ષયાન-શ્રેણી) : અમેરિકાની પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન શ્રેણીમાંનું કોઈ પણ યાન. મર્ક્યુરી યોજનાનો ઉદ્દેશ આ પ્રમાણેનો હતો : માનવીને અંતરીક્ષમાં પૃથ્વીની કક્ષામાં મૂકવો, અંતરીક્ષ-ઉડ્ડયન દરમિયાન તેની કાર્ય કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવું તથા તેને સુરક્ષિત અવસ્થામાં પૃથ્વી પર પાછો લાવવો. દરેક મર્ક્યુરી અંતરીક્ષયાન શંકુ આકારનું હતું, જેની કુલ લંબાઈ 2.9…

વધુ વાંચો >

મહાતરંગ

મહાતરંગ (storm surge) : ચક્રવાત (વાવાઝોડાં) જેવા સમુદ્રી તોફાન દરમિયાન પવનના જોર અને વાતાવરણના ઓછા દબાણને કારણે સમુદ્રની સામાન્ય સપાટીમાં પેદા થતો વધારો. જો આ ઘટના સમુદ્રની ભરતીના સમયે થાય તો મહાતરંગ વધારે ઊંચા અને વિનાશક થાય છે. ખુલ્લા સમુદ્રમાં ઉત્પન્ન થતા મોટા ચક્રવાતી તોફાન દરમિયાન વાતાવરણના ઓછા દબાણને કારણે…

વધુ વાંચો >

મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન)

મંગળની શોધયાત્રા (અંતરીક્ષવિજ્ઞાન) : મંગળ ગ્રહનાં અંતરીક્ષ-અન્વેષણો માટેનો સોવિયેત સંઘ અને યુ.એસ.નો કાર્યક્રમ. અંતરીક્ષ-યુગ શરૂ થયો તે પછી સૌરમંડળના ગ્રહોના અન્વેષણ-કાર્યક્રમમાં મંગળ ગ્રહના સર્વગ્રાહી અન્વેષણ માટે સોવિયેત સંઘ (હવે રશિયા) તથા અમેરિકાએ ઘણાં અંતરીક્ષયાનો પ્રક્ષેપિત કર્યાં છે. સોવિયેત સંઘનાં અંતરીક્ષયાનોનાં પરિણામો વિશે બહુ જ ઓછી માહિતી મળી છે, પરંતુ અમેરિકાના…

વધુ વાંચો >

માઇરા (સેટી) Mira (Ceti)

માઇરા (સેટી) Mira (Ceti) : તેજસ્વિતાનું આવર્ત પરિવર્તન ધરાવતો સૌપ્રથમ જાણવામાં આવેલો તારો. તેજસ્વિતામાં દીર્ઘ-કાલીન પરિવર્તન ધરાવતા તારાઓમાં ‘માઇરા’ નમૂનારૂપ તારો છે. તે ઠંડો, લાલ રંગનો વિરાટ તારો છે. તેનો વ્યાસ સૂર્ય કરતાં 460ગણો મોટો છે. તેની તેજસ્વિતામાં સરેરાશ 3.4થી 9.3 પરિમાણનું આવર્ત-પરિવર્તન થાય છે અને તેનો આવર્તનકાળ 332 ± 9…

વધુ વાંચો >

માર્ગી ગતિ

માર્ગી ગતિ (Prograde Motion) : પશ્ચિમથી પૂર્વ તરફની પદાર્થની ગતિ. તે સૌરમંડળમાં સામાન્ય ગતિ છે. આવી ગતિને ‘સીધી ગતિ’ (direct motion) પણ કહેવાય છે. તેનાથી વિરુદ્ધ દિશાની ગતિ, એટલે કે પૂર્વથી પશ્ચિમ દિશા તરફની ગતિને ‘પ્રતિ-માર્ગી ગતિ’ (retrograde motion) કહેવાય છે. પરંતપ પાઠક

વધુ વાંચો >

મીર

મીર (Mir – અર્થ : શાંતિ) : સોવિયેત રશિયા(હવેના રશિયા)નું અંતરીક્ષમથક. તેનો મુખ્ય ભાગ (core module) 20 ફેબ્રુઆરી, 1986ના રોજ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. ત્યારપછીનાં વર્ષોમાં અન્ય અંતરીક્ષયાનો વડે તેના વધારાના ભાગ અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યા હતા અને ‘મીર’ના મુખ્ય ભાગ સાથે જોડવામાં આવ્યા હતા. આ રીતે, અંતરીક્ષમાં એક કાયમી,…

વધુ વાંચો >

મૃગશીર્ષ નક્ષત્ર

મૃગશીર્ષ નક્ષત્ર (Orion Constellation) : 27 નક્ષત્રોમાંનું એક નક્ષત્ર, જે ગ્રીક દંતકથા પ્રમાણે શિકારી(Hunter)ના ચિત્ર વડે દર્શાવવામાં આવે છે. ઉત્તર ગોળાર્ધમાં શિયાળા દરમિયાન તે દક્ષિણ દિશામાં દેખાય છે. તેના મુખ્ય બે જાણીતા તારા છે : આર્દ્રા (Betelgeuse) અને બાણરજ (Rigel). તેનો ત્રીજો તેજસ્વી તારો છે ‘ગૅમા ઓરાયોનિસ’ અથવા ‘બેલા-ટ્રિક્સ’ (Gamma…

વધુ વાંચો >

મૃગશીર્ષ નિહારિકા

મૃગશીર્ષ નિહારિકા (Orion Nebula) : મૃગશીર્ષ નક્ષત્રમાં આવેલી વાયુ અને ધૂળની વિરાટ નિહારિકા. તે M42 અને NGC 1976 નામોથી પણ ઓળખાય છે. મૃગશીર્ષ નક્ષત્રની મધ્યમાં તલવારના સ્થાન (જુઓ આકૃતિ – મૃગશીર્ષ નક્ષત્ર) પર આવેલી આ નિહારિકા 1500 પ્રકાશવર્ષ દૂર છે અને તેનો વ્યાસ 15 પ્રકાશવર્ષ જેટલો વિશાળ છે. તેમાં સતત…

વધુ વાંચો >

મૅરિનર (અંતરીક્ષયાન શ્રેણી)

મૅરિનર (અંતરીક્ષયાન શ્રેણી) : શુક્ર, મંગળ અને બુધ ગ્રહોનું નજીકથી અન્વેષણ કરવા તથા આંતરગ્રહીય અંતરીક્ષના અભ્યાસ માટે અમેરિકન અંતરીક્ષયાનોની શ્રેણીનું કોઈ પણ યાન. સારણી અંતરીક્ષયાન પ્રક્ષેપન-તારીખ મુખ્ય ઉદ્દેશ/નોંધ મૅરિનર – 1 જુલાઈ 22, 1962 શુક્રનું અન્વેષણ પ્રક્ષેપણ નિષ્ફળ મૅરિનર – 2 ઑગસ્ટ 26, 1962 શુક્રનું અન્વેષણ મૅરિનર – 3 નવેમ્બર…

વધુ વાંચો >

રૉકેટ

રૉકેટ પોતાના કદના એન્જિન કરતાં અધિક વધારે પાવર (=કાર્ય/સેકન્ડ) પેદા કરતું એન્જિન. રૉકેટના કદની મોટર કરતાં તે 3,000ગણો વધારે પાવર પેદા કરી શકે છે. રૉકેટ ઘણો વધારે પાવર પેદા કરી શકે છે પણ તેમાં ઈંધણ ઝડપથી બળી – ખલાસ થઈ જાય છે. જેમ વધુ ઈંધણ બળે છે તેમ તાપમાન વધુ…

વધુ વાંચો >