પરંતપ પાઠક
સ્કાયલૅબ (Skylab)
સ્કાયલૅબ (Skylab) : અમેરિકાનું પહેલું અંતરીક્ષમથક. તે 14 મે 1973ના રોજ સેટર્ન 5 પ્રક્ષેપક રૉકેટની મદદથી 435 કિમી.ની ઊંચાઈએ પૃથ્વીની કક્ષામાં મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અગાઉ ઍપોલો પ્રયુક્ત કાર્યક્રમ(Apollo Applications Program)ના નામથી ઓળખાતો હતો. ત્રણ ઓરડાના મકાન જેટલા મોટા સ્કાયલૅબ અંતરીક્ષમથકનું વજન 85 ટન જેટલું હતું. પૃથ્વી અને સ્કાયલૅબ…
વધુ વાંચો >સ્કૉટ ડેવિડ
સ્કૉટ, ડેવિડ (જ. 6 જૂન 1962, સાન ઍન્ટૉનિયો, ટૅક્સાસ, યુ.એસ.) : અમેરિકાનો અંતરીક્ષયાત્રી અને ચંદ્રયાત્રાના ઍપૉલો-15 અંતરીક્ષયાનનો મુખ્ય ચાલક (commander). ડેવિડ સ્કૉટ અમેરિકાની લશ્કરી સંસ્થા, વેસ્ટ પૉઇન્ટ, N.Y.માંથી 1954માં સ્નાતક થયા પછી સ્કૉટની ભરતી હવાઈદળમાં થઈ હતી, જ્યાં તેણે વૈમાનિકી ઉડ્ડયનની તાલીમ લીધી હતી. ત્યાર બાદ તેણે મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્…
વધુ વાંચો >સ્ટાર વૉર્સ (star wars)
સ્ટાર વૉર્સ (star wars) : અમેરિકાનો અંતરીક્ષસ્થિત સંરક્ષણ-કાર્યક્રમ. મૂળભૂત રીતે Space-based Missile Defence System (BMD) એટલે કે પ્રક્ષેપાસ્ત્રોના આક્રમણ સામે સંરક્ષણ મેળવવાનો તેનો હેતુ હતો. આ કાર્યક્રમ Strategic Defence Initiative (વ્યૂહાત્મક સંરક્ષણ અભિગમ) અથવા ‘સ્ટાર વૉર્સ’ના લોકપ્રિય નામથી જાણીતો બન્યો હતો. આ કાર્યક્રમની શરૂઆત કરાવતાં 23 માર્ચ 1983ના રોજ અમેરિકાના…
વધુ વાંચો >સ્પુટનિક ઉપગ્રહ-શ્રેણી
સ્પુટનિક ઉપગ્રહ-શ્રેણી : સોવિયેત સંઘ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલા ઉપગ્રહોની શ્રેણી. સ્પુટનિક –1 સ્પુટનિક–1 : 4 ઑક્ટોબર 1957ના રોજ દુનિયાનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક પ્રક્ષેપિત કરવામાં આવેલો. તેનો અર્થ રશિયન ભાષામાં ‘સહયાત્રી’ – Fellow Traveller થાય છે. સ્પુટનિક–1 ઉપગ્રહની ભ્રમણકક્ષા લંબ-વર્તુળાકાર હતી. તેમાં પૃથ્વીથી તેનું ન્યૂનતમ અંતર 229 કિમી.…
વધુ વાંચો >હસન માસ્ટર કંટ્રોલ ફૅસિલિટી કર્ણાટક
હસન માસ્ટર કંટ્રોલ ફૅસિલિટી, કર્ણાટક : ભૂ-સ્થિર કક્ષામાં કાર્યરત ભારતના ઇનસેટ પ્રકારના બધા ઉપગ્રહોનું સંપૂર્ણ સંચાલન અને નિયંત્રણ કરવા માટે કર્ણાટક રાજ્યમાં હસન ખાતે સ્થાપવામાં આવેલી ‘મુખ્ય નિયંત્રણ સુવિધા’(Master Control Facility). આ સુવિધા ભૂ-સ્થિર કક્ષામાં કાર્ય કરતા ભારતના બધા ઉપગ્રહો માટેના ભૂમિ-તંત્રનું એક પ્રમુખ અંગ છે. ભૂ-સ્થિર સ્થાનાંતરણ કક્ષા(Geostationary Transfer…
વધુ વાંચો >હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી
હાઈ એનર્જી ઍસ્ટ્રૉફિઝિકલ ઑબ્ઝર્વેટરી (HEAO) ઉપગ્રહ શ્રેણી : અધિક શક્તિ ધરાવતાં ક્ષ-કિરણો અને કૉસ્મિક કિરણોનો ખગોળ-ભૌતિકીય અભ્યાસ કરવા માટે તૈયાર કરવામાં આવેલા અમેરિકાના ઉપગ્રહોની શ્રેણી. તેને High Energy Astrophysical Observatory અથવા ટૂંકમાં HEAO નામ આપવામાં આવ્યું હતું. આ શ્રેણીમાં કુલ ત્રણ ઉપગ્રહો હતા, જેની વિગતો નીચે પ્રમાણે છે : HEAO-1…
વધુ વાંચો >હીલિયોસ ઉપગ્રહ
હીલિયોસ ઉપગ્રહ : પશ્ચિમ જર્મની અને અમેરિકાની અંતરીક્ષ સંસ્થા ‘નાસા’ના સહકાર દ્વારા સૂર્યના અભ્યાસ માટે તૈયાર કરવામાં આવેલા હીલિયોસ નામના બે ઉપગ્રહો. પ્રાચીન ગ્રીસના સૂર્યદેવતાના નામ હીલિયોસ (Helios) ઉપરથી એ ઉપગ્રહોનાં નામ હીલિયોસ-1 અને હીલિયોસ-2 રાખવામાં આવ્યાં હતાં. હીલિયોસ સ્પેસક્રાફ્ટ હીલિયોસ-1 : નાસાના કેપ કેનાવરલ પ્રક્ષેપણ-કેન્દ્ર પરથી ટાઇટન-સેન્ટોર રૉકેટ દ્વારા…
વધુ વાંચો >હેલી એડમન્ડ (Halley Edmond)
હેલી, એડમન્ડ (Halley Edmond) (જ. 8 નવેમ્બર 1656, હૅગરટન, શોરડિચ, લંડન નજીક, ઇંગ્લૅન્ડ; અ. 14 જાન્યુઆરી 1742, ગ્રિનિચ, લંડન પાસે, ઇંગ્લૅન્ડ) : ઇંગ્લૅન્ડનો ખગોળશાસ્ત્રી અને ગણિતજ્ઞ. તેણે પ્રથમ વખત ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતની મદદથી એક ધૂમકેતુની કક્ષાની ગણતરી કરી હતી. ત્યારપછી તે ધૂમકેતુ તેના નામ ઉપરથી ઓળખાય છે. આ ઉપરાંત તેણે…
વધુ વાંચો >હેલીનો ધૂમકેતુ (Halley’s Comet)
હેલીનો ધૂમકેતુ (Halley’s Comet) : જેના પુનરાગમન અંગે આગાહી કરવામાં આવી હતી તેવો પહેલો ધૂમકેતુ. તે દ્વારા સાબિત થઈ શક્યું હતું કે કેટલાક ધૂમકેતુઓ સૌર મંડળના સભ્ય હોય છે. ઈ. સ. 1705માં એડમન્ડ હેલીએ પ્રસિદ્ધ કરેલા પુસ્તક ‘Astronomy of Comets’માં ગણતરી દ્વારા તેણે બતાવ્યું હતું કે 1531, 1607 અને 1682માં…
વધુ વાંચો >હેલી મિશન (Halley Mission)
હેલી મિશન (Halley Mission) : હેલી ધૂમકેતુના વૈજ્ઞાનિક અભ્યાસ માટેનો અંતરીક્ષ-કાર્યક્રમ. હેલીનો ધૂમકેતુ તેની કક્ષામાં 9 ફેબ્રુઆરી, 1986ના રોજ સૂર્યની ખૂબ નજીક આવ્યો હતો તથા 11 એપ્રિલ, 1986ના રોજ પૃથ્વીથી સૌથી વધારે નજીક આવ્યો હતો. એ સમયગાળામાં હેલીના ધૂમકેતુનાં વૈજ્ઞાનિક અવલોકનો મેળવવા માટે જુદાં જુદાં અંતરીક્ષયાનો પૃથ્વી પરથી પ્રક્ષેપિત કરવામાં…
વધુ વાંચો >