પત્રકારત્વ
ગોખલે, વિદ્યાધર
ગોખલે, વિદ્યાધર (જ. 4 જાન્યુઆરી 1924, અમરાવતી; અ. 26 સપ્ટેમ્બર 1996, મુંબઈ) : વિખ્યાત મરાઠી નાટ્યકાર તથા અગ્રણી પત્રકાર. પિતા શંભાજીરાવ ભૂતપૂર્વ મધ્યપ્રદેશ(Central Provinces)માં શિક્ષણમંત્રી હતા. શરૂઆતનું શિક્ષણ અમરાવતી ખાતે. 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લેવા માટે કૉલેજ છોડી. પછી નાગપુર યુનિવર્સિટીમાંથી 1944માં સંસ્કૃત, મરાઠી અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. તથા…
વધુ વાંચો >ગ્રંથ (1964–1985)
ગ્રંથ (1964–1985) : વાચકોને પ્રતિમાસ પ્રસિદ્ધ થતાં વિવિધ વિષય અને સ્વરૂપનાં નવાં પ્રકાશનોથી વાકેફ કરવા, મહત્વની કૃતિની સવિગત સમીક્ષા કરવા તેમજ ભારતીય સાહિત્ય સાથે વિશ્વસાહિત્યથી પરિચિત કરવાના આશયથી પરિચય ટ્રસ્ટ્ર દ્વારા 1964ના જાન્યુઆરી માસથી શરૂ થયેલું ગુજરાતી માસિક. શરૂથી જ યશવંત દોશી એના તંત્રી હતા. વચ્ચેના વર્ષમાં નિરંજન ભગત પણ…
વધુ વાંચો >ચક્રવર્તી, નિખિલ
ચક્રવર્તી, નિખિલ (જ. 3 નવેમ્બર 1913, સિલ્ચર, અસમ; અ. 27 જૂન 1998) : ભારતના અગ્રણી પત્રકાર. 1962માં ‘મેનસ્ટ્રીમ’ના સહ-સ્થાપક તંત્રી અને 1967થી તેના સંપાદક. ઘણાં અખબારોના કૉલમલેખક હતા. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં વ્યાખ્યાતા તરીકે કામગીરી બજાવી હતી. 1944થી 1946 દરમિયાન ચીનની ‘પીપલ્સ વૉર’ સમયે ખાસ ખબરપત્રી તરીકે સેવા આપેલી. 1957થી 1962 સુધી…
વધુ વાંચો >ચિત્રલેખા
ચિત્રલેખા : ગુજરાતી સાપ્તાહિક પત્ર. સિનેપટકથા અને નવલકથાલેખક વજુ કોટકે માત્ર 10,101 નકલોના ફેલાવા સાથે મુંબઈથી 1950ની 22મી એપ્રિલે શરૂ કરેલું. 1970માં 22,500, 1975માં 1,40,000 પરથી 1982માં 2,00,000 અને 1990માં 3,25,000 ઉપરના ફેલાવાને આંબી જનાર આ સાપ્તાહિક એક પોતે જ ઊભા કરેલા મૌલિક સ્વરૂપના સામગ્રી-સમુચ્ચયનું સામયિક છે. વૈવિધ્યપૂર્ણ માહિતીલેખો, ધારાવાહી…
વધુ વાંચો >ચિત્રલોક
ચિત્રલોક : ગુજરાતી ફિલ્મ સાપ્તાહિક. અમદાવાદના અગ્રણી દૈનિક ‘ગુજરાત સમાચાર’ સાથે સંલગ્ન આ સાપ્તાહિકનું પ્રકાશન 1952ની 26મી જાન્યુઆરીથી શરૂ થયું હતું. તેનું પ્રકાશન આરંભાયું ત્યારે મુંબઈમાંથી બે-ત્રણ ગુજરાતી સાપ્તાહિકો પ્રગટ થતાં હતાં. પરંતુ ગુજરાતમાંથી દૈનિકપત્રના કદમાં, દૈનિક પત્રોની શૈલીએ મથાળાં તથા માહિતીની રજૂઆત સાથે પ્રગટ થનાર સૌપ્રથમ ફિલ્મ સાપ્તાહિક ‘ચિત્રલોક’…
વધુ વાંચો >ચેટરજી, રામાનંદ
ચેટરજી, રામાનંદ (જ. 28 મે 1865, પાઠકપરા, બંગાળ; અ. 30 સપ્ટેમ્બર 1944, કોલકાતા) : સુપ્રસિદ્ધ ભારતીય પત્રકાર. સ્વતંત્રતા પૂર્વે લગભગ અડધી સદી સુધી અંગ્રેજી શાસન સામે લડત ચલાવનારાં તે સમયનાં નોંધપાત્ર સામયિકો ‘મૉડર્ન રિવ્યૂ’ (અંગ્રેજી), ‘વિશાલ ભારત’ (હિંદી) તથા ‘પ્રવાસી’(બંગાળી)ના તંત્રી અને પ્રકાશક રામબાબુનો જન્મ નિર્ધન બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.…
વધુ વાંચો >ચો
ચો (જ. 5 ઑક્ટોબર 1934, ચેન્નાઈ; અ. 7 ડિસેમ્બર 2016, ચેન્નાઈ) : પ્રસિદ્ધ ભારતીય પત્રકાર અને અભિનેતા, મૂળ નામ એસ. રામસ્વામી. પિતા શ્રીનિવાસન્ અને માતા રાજલક્ષ્મી. રાજકીય વ્યંગકાર, પત્રકાર અને નાટ્યકાર તરીકે આગવું પ્રદાન. રંગમંચ અને ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેતા. તમિળ ભાષામાં પ્રગટ થતા ‘તુઘલક’ સામયિકના તેમજ અંગ્રેજી ભાષામાં પ્રગટ થતા…
વધુ વાંચો >જનકલ્યાણ
જનકલ્યાણ : ગુજરાતી માસિક પત્ર. 1951માં સંત ‘પુનિત’ મહારાજના તંત્રીપદે શરૂ થયેલું. પ્રથમ વર્ષે જ 6000 ગ્રાહકો નોંધાયા હતા. ‘જનકલ્યાણ’ના પ્રકાશનનો હેતુ સસ્તા દરે જીવનલક્ષી સાહિત્ય પૂરું પાડવાનો છે. તેમાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, નીતિ, વ્યવહાર વગેરે વિષયોને આવરી લેતી સામગ્રી સરળ ભાષામાં આપવામાં આવે છે. પ્રત્યેક વર્ષે વિવિધ વિષયોને આવરી…
વધુ વાંચો >જન્મભૂમિ
જન્મભૂમિ : ગુજરાતી સાંધ્ય દૈનિક. જન્મભૂમિ ભવન, જન્મભૂમિ માર્ગ, કોટ, મુંબઈ-1થી પ્રગટ થાય છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વતી ધીરુભાઈ જે. દેસાઈ મુદ્રક અને પ્રકાશક છે. કુંદન વ્યાસ તંત્રી અને રમેશ જાદવ નિવાસી તંત્રી છે. સૌરાષ્ટ્રના સિંહનું બિરુદ પામેલા અમૃતલાલ શેઠે 1934માં ‘જન્મભૂમિ’ની સ્થાપના કરી હતી. મૂળ તો એમણે ‘સન’ નામનું અંગ્રેજી…
વધુ વાંચો >જમાલ-ઉદ્-દીન અલ-અફઘાની
જમાલ-ઉદ્-દીન અલ-અફઘાની (જ. 1838, અસદાબાદ જિ. કાબુલ; અ. 1897) : દાર્શનિક, લેખક, પત્રકાર, વક્તા અને અખિલ ઇસ્લામી આંદોલનના પુરસ્કર્તા. શિયા લેખકોના મત મુજબ તેમનો જન્મ ઈરાનના અસદાબાદમાં થયો હતો. જન્મસ્થળ અંગે વિવાદ હોવા છતાં એક વસ્તુ સ્પષ્ટ છે કે જમાલ-ઉદ્-દીને તેમની બાલ્યાવસ્થાનો સમય કાબુલમાં વ્યતીત કર્યો હતો. જમાલ-ઉદ્-દીને ઇજિપ્ત, ઈરાન,…
વધુ વાંચો >