પત્રકારત્વ
વર્ગીસ, બી. જી.
વર્ગીસ, બી. જી. (જ. 21 જૂન 1927, મ્યાનમાર) : પત્રકાર. આખું નામ બુબલી જ્યૉર્જ વર્ગીસ. મૂળ વતન કેરળનું તિરુવલ્લા ગામ. લગભગ 50ના દાયકાથી પત્રકારત્વની ઝળહળતી કારકિર્દીનો પ્રારંભ કરનાર વર્ગીસ 1948થી 1966 સુધી ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’ સાથે જોડાયેલા હતા. અહીં તેમણે સહાયક સંપાદક તેમજ મુંબઈ અને દિલ્હીમાં બ્યૂરો ચીફ તરીકે કામગીરી…
વધુ વાંચો >વાગ્મી, મહેશ્વર પ્રસાદ
વાગ્મી, મહેશ્વર પ્રસાદ (જ. 18 ઑગસ્ટ 1941, આગ્રા, ઉત્તરપ્રદેશ) : હિંદી પત્રકાર અને લેખક. તેમણે હિંદીમાં સાહિત્યાલંકાર (દેવગઢ); વિદ્યાવાચસ્પતિ (અજમેર) અને એચ.એમ.બી.એસ.(હોમિયોપથી)ની ડિગ્રીઓ મેળવી છે. 1963થી તેઓ ઇન્દ્રપ્રસ્થ વિદ્યાપીઠ, નવી દિલ્હીના પ્રમુખ અને 1970થી હિંદી વિદ્યાપીઠ, નવી દિલ્હીના અધ્યક્ષ રહ્યા. વળી તેઓ સરસ્વતી સંગમ અને સેન્ટ્રલ એજ્યુકેશન ગૅઝેટના સંપાદક પણ…
વધુ વાંચો >વા. રામસ્વામી
વા. રામસ્વામી (જ. 1889, થિંગુલર, જિ. તાંજાવર, તમિલનાડુ; અ. 1951) : તમિળ નવલકથાકાર, પત્રકાર, ચરિત્રલેખક અને સ્વાતંત્ર્યવીર. સનાતની વૈષ્ણવ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. 1905માં કૉલેજમાં ઇન્ટરમીડિયેટનો અભ્યાસ છોડીને રાષ્ટ્રીય ચળવળમાં જોડાયા. 1909માં તેઓ બંગાળા ગયા. પુદુચેરીમાં છૂપા વેશે રહેતા અરવિંદને નાણાકીય સહાય આપવા તથા સંદેશાવાહક તરીકે કામ કરવા તેમને છૂપા દૂત…
વધુ વાંચો >વિદ્યાપીઠ (સામયિક)
વિદ્યાપીઠ (સામયિક) : મહાત્મા ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલનના અનુસંધાને રાષ્ટ્રીય કેળવણીના પરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપવાના મહત્વના ઉદ્દેશથી સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ નામની સંસ્થાનું મુખપત્ર. આ સંસ્થા સ્થપાતાં ‘પુરાતત્વ’ નામનું સામયિક પ્રગટ થવું શરૂ થયું. એનો આયુષ્યકાળ પાંચ વર્ષનો રહ્યો. આ ગાળા દરમિયાન આ ત્રિમાસિકના વીસ અંકો પ્રગટ થયા હતા; જેમાં…
વધુ વાંચો >વિદ્યાર્થી, ગણેશ શંકર
વિદ્યાર્થી, ગણેશ શંકર (જ. ? 1890, ફતેહપુર, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 25 માર્ચ 1931, કાનપુર) : પત્રકાર અને કૉંગ્રેસી કાર્યકર. ગ્વાલિયરમાં પ્રારંભિક શિક્ષણ મેળવી તેઓ 1907માં કાયસ્થ પાઠશાળા, અલ્લાહાબાદમાં જોડાયા. તે પછી ‘સરસ્વતી’ નામના હિંદી માસિકના તંત્રીગણમાં 1911–1913 દરમિયાન કામ કર્યું. આ માસિકનું સંચાલન મહાવીરપ્રસાદ દ્વિવેદી કરતા હતા. 1913માં તેમણે ‘પ્રતાપ’…
વધુ વાંચો >વિશ્વમાનવ (સામયિક)
વિશ્વમાનવ (સામયિક) : માનવીય મૂલ્યોની પ્રતિષ્ઠા ઝંખતું સામયિક. તેની શરૂઆત ભોગીભાઈ ગાંધીએ જાન્યુઆરી 1958માં કરી. (જાન્યુઆરી 1958થી જુલાઈ 1958 સુધી ‘માનવ’; પછીથી ‘વિશ્વમાનવ’). તેમાં સાહિત્યવિભાગ સુરેશ જોષીને, કલાવિભાગ ગુલામ મોહમ્મદ શેખને તથા વિજ્ઞાનવિભાગ મધુકર શાહને સુપરત કરેલા. આધુનિકતાની આબોહવા રચાવાની શરૂઆત આ સામયિકથી થઈ. એ પછી સુરેશ જોષીનું ‘ક્ષિતિજ’ શરૂ…
વધુ વાંચો >વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા
વિષ્ણુમૂર્તિ, પોનુગુમટ્લા (જ. 6 સપ્ટેમ્બર 1945, યાનમ, પુદુચેરી) : તેલુગુ લેખક અને પત્રકાર. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી મેળવી. તેમણે ‘જનમિત્ર’ નામના અઠવાડિક અને દૈનિકનું સંપાદન કર્યું. તેલુગુ દૈનિક ‘એઇનાડુ’; ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, માસિક ‘પોન કા મા યા’ અંગે કામગીરી કરી. તેઓ સ્મૉલ ન્યૂઝપેપર્સ ઍસોસિયેશનના ઉપપ્રમુખ; રિજિયોનલ પ્લાનિંગ કમિટીના નૉમિનેટેડ સભ્ય…
વધુ વાંચો >વેંકટરામન આચાર્ય, પડિગરુ
વેંકટરામન આચાર્ય, પડિગરુ (જ. 1915, ઉડુપી, દક્ષિણ કનરા, કન્નડ) : કન્નડ પત્રકાર, કવિ, વાર્તાકાર અને વિવેચક. તેઓ કન્નડ પત્રકારત્વમાં ‘પવેમ આચાર્ય’ના નામથી વધુ લોકપ્રિય હતા. તેમણે કટાર-લેખક તરીકે કન્નડમાં સર્જનાત્મક પત્રકારત્વના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. તેઓ અનેકભાષાવિદ છે અને તુલુ, કન્નડ, હિંદી, બંગાળી, મરાઠી અને સંસ્કૃત ભાષા જાણે છે.…
વધુ વાંચો >વૈદ્ય વિજયરાય કલ્યાણરાય
વૈદ્ય વિજયરાય કલ્યાણરાય (જ. 7 એપ્રિલ 1897, ભાવનગર; અ. 17 એપ્રિલ 1974, ભાવનગર) : ગુજરાતી સાહિત્યિક પત્રકાર, વિવેચક, નિબંધકાર, જીવનચરિત્રકાર, આત્મકથાકાર. વડનગરા નાગર ગૃહસ્થ. પ્રાથમિક શિક્ષણ ભાવનગરમાં. માધ્યમિક શિક્ષણ મુંબઈમાં ગોકળદાસ તેજપાળ હાઈસ્કૂલમાં. 1914માં મૅટ્રિક, પછી વિલ્સન કૉલેજમાંથી 1920માં અંગ્રેજી અને સંસ્કૃત સાથે બી.એ.. વચ્ચે 1916-1917 દરમિયાન અનારોગ્યને કારણે મુંબઈ…
વધુ વાંચો >વૉર્ડ, બાર્બરા
વૉર્ડ, બાર્બરા (1914-81) : બ્રિટિશ મૂળનાં મહિલા પત્રકાર, અર્થશાસ્ત્રી અને રાજ્યશાસ્ત્રી. શરૂઆતનું શિક્ષણ પૅરિસ અને જર્મનીમાં તથા ઉચ્ચ શિક્ષણ ઇંગ્લૅન્ડની સોબોન અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં (1932-35). 1935માં સ્નાતકની પદવી લીધી. 1939માં ‘ઇકૉનૉમિસ્ટ’ નામના જાણીતા સાપ્તાહિકના તંત્રી વિભાગમાં જોડાયાં અને એ રીતે અર્થશાસ્ત્ર અને પત્રકારત્વના ક્ષેત્રમાં વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત કરી. 1940માં આ…
વધુ વાંચો >