પત્રકારત્વ

યુ. પી. આઇ. (યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલ)

યુ. પી. આઇ. (યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલ) : વિશ્વની સૌથી મોટી સ્વતંત્રપણે કાર્યરત સમાચાર સંસ્થા. 1907માં યુનાઇટેડ પ્રેસ એસોસિયેશનની એડ્વર્ડ સ્ક્રિપ્સે સ્થાપના કરી. 1930ના ગાળામાં યુનાઇટેડ પ્રેસ એસોસિયેશને વિશ્વભરમાં સમાચાર બ્યૂરો ખોલ્યા. 1958ની 16મી મેએ યુનાઇટેડ પ્રેસ (યુ.પી) અને ઇન્ટરનૅશનલ ન્યૂઝ સર્વિસ(આઈ.એન.એસ.)ને એકત્ર કરીને યુ.પી.આઈ. સમાચાર સંસ્થાનું સર્જન થયું. રૉઇટર, હવાસ,…

વધુ વાંચો >

રણછોડભાઈ ઉદયરામ

રણછોડભાઈ ઉદયરામ : જુઓ દવે રણછોડભાઈ ઉદયરામ

વધુ વાંચો >

રશીદ યાસ્મી

રશીદ યાસ્મી (જ.1897, ગહવારા, જિ. ગોલાન, સીરિયા; અ. 1952, તેહરાન) : ફારસી ભાષાના કવિ, લેખક, પત્રકાર, અનુવાદક અને વિવેચક. તેમનું મૂળ નામ ગુલામ રઝા અને પિતાનું નામ વલીખાં મીરપંચ હતું. તેમના વડીલો કુર્દ વંશના હતા. પિતા વિદ્યાપ્રેમી, સારા લહિયા, ચિત્રકાર, લેખક અને કવિ હતા. 8 વર્ષની ઉંમરે રશીદે તેમના પિતા ગુમાવ્યા. તેમના…

વધુ વાંચો >

રાઉતરાય, સચી (સચ્ચિદાનંદ)

રાઉતરાય, સચી (સચ્ચિદાનંદ) (જ. 13 મે 1916, ગુરુજંગ, જિ. પુરી, ઓરિસા) : ઊડિયા ભાષાના કવિ. કોલકાતા અને કટકમાં શિક્ષણ. વિદ્યાર્થી અવસ્થામાં આઝાદીની લડતમાં જોડાયા; બે વાર જેલ ભોગવી. વિદ્યાર્થીકાળમાં જ અગિયાર વર્ષની વયે લેખનનો પ્રારંભ. 1939 અને 1942માં તેમનાં કાવ્યો પર પ્રતિબંધ. પ્રેસ ઍક્ટ હેઠળ દંડ પણ થયો. 1952માં કોલંબો…

વધુ વાંચો >

રાજા રાવ

રાજા રાવ (જ. 5 નવેમ્બર 1908, હસન, મૈસૂર; અ. ?) : અંગ્રેજીમાં લખતા ભારતીય સર્જક તથા પત્રકાર. તેમનો જન્મ પ્રખ્યાત અદ્વૈત તત્ત્વજ્ઞાની વિદ્યારણ્યના વંશમાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હૈદરાબાદમાં શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી અલીગઢ યુનિવર્સિટીમાંથી તેમણે મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. 1929માં નિઝામ કૉલેજમાંથી ઇતિહાસ તથા અંગ્રેજી સાથે સ્નાતક થયા…

વધુ વાંચો >

રાણીના, નાનાભાઈ રુસ્તમજી

રાણીના, નાનાભાઈ રુસ્તમજી (જ. 1832; અ. 1900) : ગુજરાતી સાહિત્યક્ષેત્રે પારસી નાટ્યકાર, પત્રકાર અને કોશકાર. ઉપનામ ‘હયરાની’. તેમની કર્મભૂમિ મુંબઈમાં. તેઓ મુખ્યત્વે નાટ્યકાર, છતાં સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં તેમણે સ્મરણીય સેવાઓ આપી છે. એમની આરંભની કારકિર્દી પત્રકારની હતી. મુંબઈમાં ઈ. સ. 1848માં ‘જ્ઞાનપ્રસારક મંડળી’ સ્થપાઈ હતી. એના મુખપત્રરૂપ ‘જ્ઞાનપ્રસારક’માં તેમણે વર્ષો…

વધુ વાંચો >

રામકૃષ્ણ પિલ્લઈ, કે.

રામકૃષ્ણ પિલ્લઈ, કે. (જ. 1870; અ. 1916) : મલયાળમ પત્રકાર. કેરળના પત્રકારત્વક્ષેત્રે તેમનું નામ અવિસ્મરણીય છે. તેઓ ‘સ્વદેશાભિમાની’ના કારણે વિશેષ જાણીતા હતા. એ નામ તેમના અખબારનું હતું. મલયાળમ પત્રકારત્વના ક્ષેત્રે તેમણે નિષ્ઠા, ત્યાગભાવના તથા નિર્ભીક સંપાદનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીકાળથી જ તેમના બળવાખોર મિજાજના પરિણામે તેમણે વહીવટી ભ્રષ્ટાચાર…

વધુ વાંચો >

રાય, દેવેશ

રાય, દેવેશ (જ. 1936, વાગમારા, જિ. પબના, હાલ બાંગ્લાદેશ) : બંગાળી લેખક. 1958માં કોલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં તેમણે એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1959થી 1974 સુધી આનંદચંદ્ર કૉલેજ, જલપાઈગુડીમાં અધ્યાપક તરીકે અધ્યાપનકાર્ય કર્યું હતું. 1975-96 સોશ્યલ સાયન્સિઝ, કોલકાતામાં અભ્યાસકેન્દ્રના ફેલો તરીકે રહ્યા હતા. 1969-70 ‘ઉત્તરબંગ પત્રિકા’ના સંપાદક, 1977માં ‘નેપાળી અકાદમી જર્નલ’, 1979-85…

વધુ વાંચો >

રાય, મણીન્દ્ર

રાય, મણીન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1919, સિતાલાઈ, પાબના, બાંગ્લાદેશ) : બંગાળી કવિ. 1940માં કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતક. મદદનીશ દિગ્દર્શક તરીકે તેઓ સિનેમાજગતના નિકટ સંપર્કમાં આવ્યા. 1953થી ’56 દરમિયાન તેઓ ‘સીમાંત’ના સ્થાપક તંત્રી રહ્યા. 1961થી બે દશકા સુધી તેઓ ‘અમૃતા’ નામના બંગાળી સાપ્તાહિકના સંયુક્ત સંપાદક તરીકે રહ્યા. તેમણે વિપુલ પ્રમાણમાં કાવ્યો લખ્યાં…

વધુ વાંચો >

રાવત, બચુભાઈ

રાવત, બચુભાઈ (જ. 27 ફેબ્રુઆરી 1898, અમદાવાદ; અ. 12 જુલાઈ 1980, અમદાવાદ) : વીસમી સદીના ગુજરાતના કલાસમૃદ્ધ મુદ્રણ અને પત્રકારત્વના પ્રવર્તક. બચુભાઈનું મૂળ નામ ઉમેદસિંહ, પરંતુ ઘરમાં બધા લાડમાં બચુભાઈ કહેતા એટલે તેમનું જાહેર જીવનનું નામ પણ એ જ થઈ ગયું. બચુભાઈએ થોડું પ્રાથમિક શિક્ષણ તો અમદાવાદમાં લીધું, પરંતુ તે…

વધુ વાંચો >