પત્રકારત્વ
મિત્ર, ગજેન્દ્રકુમાર
મિત્ર, ગજેન્દ્રકુમાર (જ. 1 જાન્યુઆરી 1908, કૉલકાતા; અ. 1 જાન્યુઆરી 1994) : અગ્રણી બંગાળી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમને તેમની નવલકથા ‘કૉલકાતાર કાછેઇ’ (1957) માટે 1959ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. વારાણસી અને કૉલકાતામાં શિક્ષણ લીધા પછી તેઓ પુસ્તકના ધંધામાં પ્રચારક તરીકે જોડાયા. તે કારણે તેમણે બંગાળ,…
વધુ વાંચો >મિત્ર, પ્રેમેન્દ્ર
મિત્ર, પ્રેમેન્દ્ર (જ. 1904, બનારસ; અ. 3 મે 1988, કૉલકાતા) : કવિ, વાર્તાકાર. તેમણે ઢાકા અને કૉલકાતામાં શિક્ષણ લીધું અને તે પછી શ્રીનિકેતનમાં કૃષિવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેમણે આજીવિકા માટે પત્રકારત્વનો વ્યવસાય અપનાવ્યો હતો. થોડા વખત પછી ફિલ્મનિર્માણના ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો અને છેવટે લેખક તરીકે સ્થિર થયા. બુદ્ધદેવ બસુએ…
વધુ વાંચો >મિલ, જેમ્સ
મિલ, જેમ્સ (જ. 6 એપ્રિલ 1773, નૉર્થવૉટર બ્રિજ, ફૉરફાસ્શાયર, સ્કૉટલૅન્ડ; અ. 23 જૂન 1836, લંડન) : બ્રિટિશ ચિંતક, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું અને પત્રકારત્વમાં કારકિર્દી ઘડવાના આશયથી 1802માં લંડન આવી આ ક્ષેત્રે વિવિધ કામગીરી બજાવી. પ્રારંભે ‘લિટરરી જર્નલ’ના અને ત્યારબાદ ‘સેંટ જેમ્સ ક્રૉનિકલ’ના સંપાદક બન્યા. આ…
વધુ વાંચો >મિલાપ
મિલાપ : ગુજરાતી ભાષાનાં સામયિકોમાં સીમાચિહનરૂપ માસિક. તે અંગ્રેજી માસિક ‘રીડર્સ ડાયજેસ્ટ’માંથી પ્રેરણા લઈને શરૂ થયેલું. ‘મિલાપ’નો પહેલો અંક ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિને એટલે કે તા. 26 જાન્યુઆરી, 1950ના રોજ મુંબઈથી પ્રગટ થયો. એના સંપાદક મહેન્દ્ર મેઘાણી હતા. 1978ના ડિસેમ્બરમાં તેનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું ત્યાં સુધી સંપાદક તરીકે તેઓ…
વધુ વાંચો >મિશૅલ, માર્ગારેટ
મિશૅલ, માર્ગારેટ (જ. 8 નવેમ્બર 1900, આટલાન્ટા, જ્યૉર્જિયા; અ. 16 ઑગસ્ટ 1949, આટલાન્ટા, જ્યૉર્જિયા, યુનાઇટેડ સ્ટેટ્સ) : નામી મહિલા–નવલકથાકાર. અભ્યાસ તો તેમણે તબીબી કારકિર્દી માટે કર્યો, પરંતુ તેમણે પત્રકારત્વનો વ્યવસાય સ્વીકાર્યો અને ‘ધી આટલાન્ટા જર્નલ’ માટે 1921–1926 સુધી લેખનકાર્ય કરતાં રહ્યાં. 1925માં જૉન આર. માર્શ સાથે તેમનાં લગ્ન થયાં પછી…
વધુ વાંચો >મુદ્રણ
મુદ્રણ મુદ્રણ એટલે મુખ્યત્વે કાગળ ઉપર શાહીથી કરવામાં આવતું છાપકામ. આજે પુસ્તકો, સામયિકો, વર્તમાનપત્રો તથા અન્ય મુદ્રિત સામગ્રી એટલી તો સુલભ છે કે મુદ્રણની શોધ થઈ તે પહેલાં આ વસ્તુઓ હતી જ નહિ અને મુદ્રણની શોધ થઈ ત્યારપછીના દાયકાઓમાં તે અત્યંત દુર્લભ હતી તે માનવાનું પણ અઘરું લાગે છે. મુદ્રણના…
વધુ વાંચો >મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ
મુનશી, નવલકિશોર જમનાપ્રસાદ (જ. 3 જાન્યુઆરી 1836, મથુરા, અ. 1895) : લખનૌની પ્રકાશનસંસ્થા મુનશી નવલકિશોરના સ્થાપક. તેમણે ભારતીય વિદ્યા, કલા તથા સંસ્કૃતિને ઉત્તેજન આપ્યું, તથા ઉર્દૂ ભાષા-સાહિત્યના મહાન પ્રણેતા બની રહ્યા. મુનશી નવલકિશોર એક વ્યક્તિ નહિ, પરંતુ એક સંસ્થા સમાન હતા. તેમણે 1858–1895ના 38 વર્ષના ગાળામાં અરબી, ફારસી, ઉર્દૂ તથા…
વધુ વાંચો >મુનાદી, સૈયદ અઝીમુદ્દીન
મુનાદી, સૈયદ અઝીમુદ્દીન (જ. 1890; અ. 1972) : ગુજરાતના પ્રખ્યાત પત્રકાર, કેળવણીકાર અને લેખક. તેઓ એક પ્રતિષ્ઠિત કુટુંબના નબીરા હતા. તેમણે ‘મુસ્લિમ ગુજરાત’ નામના સાપ્તાહિકના સ્થાપક, તંત્રી, લેખક અને સંચાલક તરીકે સમાજની સેવા બજાવી હતી. તેમણે ગુજરાતી ભાષાની પોતાની આગવી શૈલી વિકસાવી હતી અને સ્વતંત્ર તથા નિષ્પક્ષ પત્રકારત્વનાં ઊંચાં મૂલ્યો…
વધુ વાંચો >મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર : એશિયાનું સૌથી જૂનું વિદ્યમાન દૈનિક સમાચારપત્ર. પારસી સાહસિક યુવાન ફરદુનજી મર્ઝબાને 1 લી જુલાઈ, 1822 ને સોમવારને દિવસે મુંબઈમાં ‘શ્રી મુમબઈનાં શમાચાર’ નામે સાપ્તાહિક સ્વરૂપે પ્રારંભ કર્યો. ગુજરાતી ભાષાનું સૌપ્રથમ છાપખાનું સ્થાપવાનો યશ ‘મુંબઈ સમાચાર’ના આદ્યસ્થાપક ફરદુનજી મર્ઝબાનને જાય છે. 1812માં મુદ્રણાલયની સ્થાપના કરી. ગુજરાતી ટાઇપો બનાવ્યા…
વધુ વાંચો >મૅકગિલ, રાલ્ફ (એમર્સન)
મૅકગિલ, રાલ્ફ (એમર્સન) (જ. 5 ફેબ્રુઆરી 1898, સૉડી નજીક, ટેનેસી, અમેરિકા; અ. 3 ફેબ્રુઆરી 1969, આટલાન્ટા, જ્યૉર્જિયા) : અમેરિકાના આંદોલનકારી પત્રકાર. આટલાન્ટાના ‘કૉન્સ્ટિટ્યૂશન’ અખબારમાંના તેમના તંત્રીલેખોનો દક્ષિણ અમેરિકાના સામાજિક પરિવર્તનમાં નિર્ણાયક ફાળો રહ્યો. ‘નૂતન દક્ષિણના અંતરાત્મા’ તરીકે તે ઓળખાયા. દક્ષિણનાં રાજ્યો વિશે ઉત્તર તથા પશ્ચિમ અમેરિકામાં યથાર્થ સમજૂતી પ્રગટાવવામાં તેમનું…
વધુ વાંચો >