પત્રકારત્વ

ફ્રી પ્રેસ જર્નલ

ફ્રી પ્રેસ જર્નલ : ભારતનું અંગ્રેજી ભાષાનું રાષ્ટ્રીય વર્તમાનપત્ર. મુંબઈમાં દલાલમાર્ગ ઉપર સ્વામીનાથ સદાનંદે 1930માં સવારના દૈનિક રૂપે સ્થાપના કરી. મૂલ્ય બે આના રખાયું. આ એવો સમય હતો જ્યારે દેશ સમસ્ત સ્વાતંત્ર્યનાં આંદોલનોથી એક પ્રકારની જાગૃતિ અનુભવી રહ્યો હતો. નેતાઓની વાણી પ્રજા સુધી પહોંચાડવા તથા પ્રજાની આકાંક્ષાઓ અને રાષ્ટ્રીય સમર્થન…

વધુ વાંચો >

બર્ક-વાઇટ, માર્ગારેટ

બર્ક-વાઇટ, માર્ગારેટ (જ. 1906, ન્યૂયૉર્ક સિટી; અ. 1971) : અમેરિકાનાં નામી મહિલા ફોટો-જર્નાલિસ્ટ. તેમણે અભ્યાસ કોલંબિયા યુનિવર્સિટી ખાતે કર્યો. તે પછી તેમણે ઔદ્યોગિક ક્ષેત્રના અને સ્થાપત્ય વિષયના ફોટોગ્રાફર તરીકે કારકિર્દીની શરૂઆત કરી. 1936માં ‘લાઇફ’ સામયિક શરૂ થયું ત્યારે તેનાં સ્ટાફ-ફોટોગ્રાફર અને સહતંત્રી બન્યાં. ‘લાઇફ’ સામયિક માટે તેમણે બીજા વિશ્વયુદ્ધના વિગત-સમાચાર…

વધુ વાંચો >

બર્નસ્ટાઇન, કાર્લ

બર્નસ્ટાઇન, કાર્લ (જ. 1944, વૉશિંગ્ટન ડી.સી.) : જાણીતા અમેરિકી પત્રકાર અને લેખક. બૉબ વુડ નામના અન્ય એક પત્રકારના સહકાર વડે વૉટરગેટ કૌભાંડ ખુલ્લું પાડનાર પત્રકાર તરીકે તેઓ ખૂબ ખ્યાતિ પામ્યા. એ કૌભાંડ બહાર આવવાના પરિણામે અમેરિકામાં બંધારણીય કટોકટી ઊભી થઈ હતી અને રિચાર્ડ નિક્સનને પ્રમુખ તરીકે રાજીનામું આપવું પડ્યું હતું.…

વધુ વાંચો >

બર્નેટ, ઍલેસ્ટર

બર્નેટ, ઍલેસ્ટર (જ. 1928) : બ્રિટનના ખ્યાતનામ પત્રકાર અને ટેલિવિઝન-સમાચાર પ્રસારિત કરનારા કસબી. તેમણે ઑક્સફર્ડ ખાતેની વૉર્સેસ્ટ કૉલેજ ખાતે અભ્યાસ કર્યો. પછી 1965–1974 દરમિયાન તેમણે ‘ધી ઇકૉનોમિસ્ટ’ના અને 1947–1976ના ગાળામાં ‘ધ ડેલી એક્સપ્રેસ’ના તંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તે ‘આઇ. ટી. એન.’માં સમાચાર-પ્રસારક તરીકે જોડાયા ત્યારે તેમની પ્રતિભા સમગ્ર રાષ્ટ્રમાં ઝળકી…

વધુ વાંચો >

બસુ, બુદ્ધદેવ

બસુ, બુદ્ધદેવ (જ. 1908, કોમિલા, બાંગ્લાદેશ; અ. 1974) : બંગાળી ભાષાના કવિ, સમીક્ષક, નિબંધકાર, નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર. પત્રકારત્વ સાથે પણ તે જોડાયેલા હતા. માતાના મૃત્યુને કારણે તેમનાં નાની સ્વર્ણલતાએ ઉછેર્યા. તરુણ લેખકોના નવા ‘પ્રગતિશીલ’ જૂથને આરંભમાં ટેકો આપી સામયિક ‘પ્રગતિ’ના સહતંત્રી તરીકે 2 વર્ષ (1927–1928) કામગીરી કરી. તે જ વખતે…

વધુ વાંચો >

બહુરૂપી (સામયિક) (1931)

બહુરૂપી (સામયિક) (1931) : ગુજરાતી ડિટેક્ટિવ વાર્તાનું સાપ્તાહિક. સ્થાપના વીરમગામના ચંદુલાલ જેઠાલાલ વ્યાસે 1931માં કરી. છપાઈની સગવડ માટે તેનું કાર્યાલય રાણપુરમાં રખાયું. ચંદુલાલ તેના તંત્રી રહ્યા. ત્યારે તેનું વાર્ષિક લવાજમ 5 રૂપિયા હતું. કદ ત્યારનાં બીજાં જાણીતાં સામયિકો ‘નવરચના’, ‘નવચેતન’ અને ‘બુદ્ધિપ્રકાશ’ જેવાંને મળતું હતું. પાનાં કંઈક ઓછાં રખાયેલાં. તેની…

વધુ વાંચો >

બંદ્યોપાધ્યાય, ઇન્દ્રનાથ

બંદ્યોપાધ્યાય, ઇન્દ્રનાથ (જ. 1849, પાંડુગ્રામ, જિ. બરદ્વાન; અ. 23 માર્ચ 1911) : બંગાળી હાસ્યલેખક અને પત્રકાર. ગંગાટિકુરી ગામમાં પ્રાથમિક શિક્ષણ, પૂર્ણિયા, કૃશનગર, બીરભૂમ વગેરે સ્થળે માધ્યમિક શિક્ષણ મેળવી શાળાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કલકત્તાની કથીડ્રલ કૉલેજમાં બી.એ. થયા પછી શિક્ષક તરીકે થોડો વખત અધ્યાપનકાર્ય કર્યું અને બી.એલ.ની પરીક્ષા પસાર કરી. ત્યારબાદ…

વધુ વાંચો >

બારાડી, હસમુખ જમનાદાસ 

બારાડી, હસમુખ જમનાદાસ  (જ. 23 ડિસેમ્બર 1938, રાજકોટ; અ. 4 ફેબ્રુઆરી 2017, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર, દિગ્દર્શક અને નાટ્યવિવેચક. વતન રાજકોટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1961માં ત્યાંની જ સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાંથી નાટ્યદિગ્દર્શન વિષયનો ડિપ્લોમા મેળવ્યો. 1964માં અંગ્રેજી–સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. 1972માં મૉસ્કોની યુનાચાર્સ્કી યુનિવર્સિટીમાંથી થિયેટર–ઇતિહાસના…

વધુ વાંચો >

બીવરબ્રુક, મૅક્સવેલ ઍૅટકન, બૅરન

બીવરબ્રુક, મૅક્સવેલ ઍૅટકન, બૅરન (જ. 1879, ઑન્ટેરિયો, કૅનેડા; અ. 1964) : કૅનેડાના અગ્રણી રાજકારણી અને અખબાર જૂથના સાહસિક ઉદ્યોગપતિ. 1910માં તેઓ બ્રિટન જઈને વસ્યા. ત્યાં તેઓ બ્રિટનની પાર્લમેન્ટના સભ્ય બન્યા (1911થી 1916) અને બૉનાર લૉના પ્રેસ સેક્રેટરી બન્યા. 1918માં લૉઇડ જ્યૉર્જ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમને માહિતી ખાતાના પ્રધાન બનાવાયા.…

વધુ વાંચો >

બુદ્ધિપ્રકાશ

બુદ્ધિપ્રકાશ (1854થી ચાલુ) : ગુજરાત વિદ્યાસભા(અગાઉની ગુજરાત વર્નાક્યુલર સોસાયટી)નું ગુજરાતી મુખપત્ર. 1818માં ગુજરાતમાં અંગ્રેજી રાજ્યની સ્થાપના પછી 1846માં ઍલેક્ઝાન્ડર કિન્લોક ફૉર્બ્સ અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે આવ્યા. ઇતિહાસમાં તેમજ ઇતિહાસને લગતાં તથા અન્ય પ્રકારનાં પુસ્તકોનો સંગ્રહ કરવાનો તેમને ભારે શોખ હતો. ગુજરાતની પ્રજામાં વિદ્યા-કેળવણીનો પ્રસાર થાય, તેમને માટે પુસ્તકો સુલભ બને,…

વધુ વાંચો >