પત્રકારત્વ
પરાંજપે, શિવરામ મહાદેવ
પરાંજપે, શિવરામ મહાદેવ (જ. 27 જૂન 1864, મહાડ; અ. 20 સપ્ટેમ્બર, 1929, પુણે) : સ્વાતંત્ર્ય-સૈનિક, રાષ્ટ્રવાદી પત્રકાર. રાષ્ટ્રવાદી સાહિત્યના સર્જક અને વિદ્વાન. પિતા મહાડના જાણીતા વકીલ. માતાનું નામ પાર્વતીબાઈ, પ્રાથમિક શિક્ષણ મહાડ ખાતે, માધ્યમિક શિક્ષણ રત્નાગિરિ તથા પુણે ખાતે અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન તથા ડેક્કન કૉલેજમાં. મૅટ્રિકની પરીક્ષામાં શંકર…
વધુ વાંચો >પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841)
પંચ ઑર ધ લંડન શારીવારી (સ્થા. 1841) : ઇંગ્લૅન્ડનું ઠઠ્ઠાચિત્રોથી અલંકૃત અને સવિશેષ અંગ્રેજી તરેહનું હાસ્યપ્રધાન રમૂજી અઠવાડિક. શરૂઆતમાં તે ઉગ્ર ઉદ્દામવાદી હતું, પણ પાછળથી ધીમે ધીમે મિતવાદી બન્યું અને રાજકારણના ઝોકથી અળગું રહ્યું. તેની શરૂઆત રાજાશાહી વિરુદ્ધ લોકમતની પ્રચંડ તરફેણ રૂપે થઈ હતી. રાણી વિક્ટોરિયા અને તેનાં સંતાનોને લક્ષમાં…
વધુ વાંચો >પંતુલુ કાશીનાધુની નાગેશ્વર રાવ
પંતુલુ, કાશીનાધુની નાગેશ્વર રાવ (જ. 1 મે 1867, એલાકુરુ, ગુડિવાડા તાલુકો, કૃષ્ણા જિલ્લો; અ. 11 એપ્રિલ 1938, ચેન્નાઈ) : સ્વાતંત્ર્ય-સેનાની, પત્રકાર અને પ્રતિષ્ઠિત તેલુગુ સાહિત્યકાર. પ્રારંભિક શિક્ષણ વતન એલાકુરુમાં લીધા બાદ માધ્યમિક શિક્ષણ મછલીપટ્ટનમમાં મેળવ્યું. ક્રિશ્ચિયન કૉલેજ, ચેન્નાઈમાં ઉચ્ચશિક્ષણ મેળવ્યું. વીસમી સદીના આરંભે ભારતમાં સ્વદેશી આંદોલન શરૂ થયું. તેમણે સપ્ટેમ્બર,…
વધુ વાંચો >પાડગાંવકર મંગેશ
પાડગાંવકર, મંગેશ (જ. 10 માર્ચ 1929, વેંગુર્લા; અ. 29 ડિસેમ્બર 2015, મુંબઈ, મહારાષ્ટ્ર) : મરાઠી કવિ. મૅટ્રિક સુધીનું શિક્ષણ વેંગુર્લા ખાતે અને ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં. મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા 1956માં પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પસાર કરી અને તર્ખડકર સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. 1958માં તે જ યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં…
વધુ વાંચો >પાધ્યે પ્રભાકર આત્મારામ
પાધ્યે, પ્રભાકર આત્મારામ (જ. 4 જાન્યુઆરી 19૦9, લાંગે, જિલ્લો રત્નાગિરિ; અ. 1984 પૂણે) : મરાઠી પત્રકાર, વિવેચક અને સૌંદર્યશાસ્ત્રના જ્ઞાતા. શિક્ષણ રત્નાગિરિ, મુંબઈ અને પુણે ખાતે. 1932માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.ની પદવી અર્થશાસ્ત્ર સાથે મેળવી. શિક્ષણકાળથી જ મરાઠી સામયિકોમાં લેખો લખવાની શરૂઆત કરી. 1939માં મરાઠી પત્રકારત્વક્ષેત્રમાં પદાર્પણ કર્યું. 1939-45 દરમિયાન ‘ધનુર્ધારી’…
વધુ વાંચો >પાધ્યે પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે)
પાધ્યે, પ્રભાકર નારાયણ (ભાઉપાધ્યે) (જ. 29 નવેમ્બર 1926; અ. 1996) : મરાઠી લેખક, પત્રકાર તથા મજૂરનેતા. સમગ્ર શિક્ષણ મુંબઈ ખાતે. 1942માં મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા તથા 1946માં તે જ યુનિવર્સિટીની બી.એ.ની પરીક્ષા પસાર કરી. થોડાક સમય સુધી શિક્ષકની નોકરી કર્યા પછી પત્રકારત્વનો વ્યવસાય પસંદ કર્યો. સાથોસાથ મજૂર ચળવળમાં સક્રિય રહ્યા.…
વધુ વાંચો >પાનસરે ગોવિંદ પી. (‘કૉમરેડ’)
પાનસરે, ગોવિંદ પી. (‘કૉમરેડ’) (જ. 26 નવેમ્બર 1933, કોલ્હાર, મહારાષ્ટ્ર; અ. 21 ફેબ્રુઆરી 2૦15, મુંબઈ) : મહારાષ્ટ્રના અગ્રણી સામ્યવાદી (CPI) નેતા, વિચારક તથા નીડર લેખક. પિતાનું નામ પંઢરીનાથ, જે પરિવારના ભરણપોષણ માટે સામાન્ય કક્ષાની રોજગારીમાં વ્યસ્ત રહેતા. માતાનું નામ હરણાબાઈ, જે પાંચ સંતાનોના ઉછેર માટે ખેતીમાં મજૂરી કરતાં. અગાઉ દેવાના…
વધુ વાંચો >પાર્થસારથિ ગોપાલસ્વામી
પાર્થસારથિ, ગોપાલસ્વામી (જ. 7 જુલાઈ 1912, ચેન્નઈ; અ. 1 ઑગસ્ટ 1995, નવી દિલ્હી) : ભારતીય ઉદ્દામવાદી પત્રકાર, શિક્ષણકાર. પિતા ન. ગોપાલસ્વામી આયંગર જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં પ્રધાન હતા. એવા બ્રાહ્મણ પરિવારમાં તમિળનાડુના ચેન્નઈમાં તેમનો જન્મ થયો. કાકા રંગસ્વામી આયંગર અંગ્રેજી દૈનિક ‘હિન્દુ’ના તંત્રી હતા. તેમનાથી પ્રભાવિત ગોપાલે લંડનમાં શિક્ષણ પૂરું કરી…
વધુ વાંચો >પાલ બિપિનચંદ્ર રામચંદ્ર
પાલ, બિપિનચંદ્ર રામચંદ્ર (જ. 7 નવેમ્બર 1858, પોઈલ, જિ. સિલ્હટ, બાંગ્લાદેશ; અ. 20 મે 1932, કૉલકાતા) : બંગાળના પત્રકાર, લેખક અને રાજકીય નેતા. તેમણે સિલ્હટની ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં તથા કૉલકાતાની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો. વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ આનંદમોહન બોઝ, દ્વારકાનાથ ગાંગુલી, અઘોરનાથ ચૅટરજી, કેશવચંદ્ર સેન જેવા પ્રતિષ્ઠિત આગેવાનોના સંપર્કમાં આવ્યા અને…
વધુ વાંચો >પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા)
પી.ટી.આઈ. (પ્રેસ ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયા) : ભારતની પ્રમુખ સમાચાર- સંસ્થા. 27-8-1947ના રોજ સરદાર પટેલના સહયોગથી સ્થપાયેલી આ સંસ્થાએ 1 ફેબ્રુઆરી, 1949થી અંગ્રેજીમાં સમાચારો આપવાનો આરંભ કર્યો. તે વખતે આ સંસ્થાનું નામ એ.પી.આઇ. (એસોસિયેટેડ પ્રેસ ઑવ્ ઇન્ડિયા) હતું. દેશભરનાં સમાચાર-પત્રો, સરકારી કચેરીઓ, માહિતીખાતું, રાજ્યપાલનું નિવાસસ્થાન, મુખ્યપ્રધાનનું નિવાસસ્થાન, દૂરદર્શન, આકાશવાણી – આ…
વધુ વાંચો >