નીતિન કોઠારી

સુદાન

સુદાન ઉત્તર આફ્રિકામાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : 8° ઉ. અ.થી 23°  ઉ. અ. અને 21° 50´થી 38° 30´ પૂ. રે. વચ્ચેનો 18,86,068ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આમ વિસ્તારની દૃષ્ટિએ આફ્રિકા ખંડમાં તેનો ક્રમ અલ્જિરિયા અને કૉંગો (પ્રજાસત્તાક) પછી આવે છે. આ દેશની ઉત્તરે ઇજિપ્ત, ઈશાને રાતો સમુદ્ર, પૂર્વમાં…

વધુ વાંચો >

સુબ્રાનપુર

સુબ્રાનપુર : ઓરિસા રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 20° 50´ ઉ. અ. અને 83° 55´ પૂ. રે.ની આજુબાજુનો 2,284 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્યમાં બારગઢ, ઈશાન તરફ સંબલપુર, પૂર્વમાં અંગૂલ અને ફૂલબની, દક્ષિણે ફૂલબની અને બાલાંગિર તથા…

વધુ વાંચો >

સુલતાનપુર

સુલતાનપુર : ઉત્તર પ્રદેશમાં આવેલો જિલ્લો, જિલ્લામથક તેમજ મહત્ત્વનું શહેર. ભૌગોલિક સ્થાન : તે 25° 59´થી 26° 40´ ઉ. અ. અને 81° 32´થી 82° 41´ પૂ. રે. વચ્ચેનો 4424 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ શહેર લખનૌથી પૂર્વ તરફ ગોમતી નદીને કાંઠે વસેલું છે. તેની ઉત્તરે ફૈઝાબાદ, પૂર્વે જોનપુર…

વધુ વાંચો >

સુવર્ણરેખા (નદી)

સુવર્ણરેખા (નદી) : ઝારખંડ રાજ્યના રાંચી, પશ્ચિમ સિંઘભૂમ, પૂર્વ સિંઘભૂમ, પશ્ચિમ બંગાળના મેદિનીપુર તથા ઓરિસા રાજ્યના મયૂરભંજ તથા બાલેશ્વર જિલ્લાઓમાં થઈને વહેતી નદી. તે રાંચી જિલ્લાના રાંચી નગર નજીકથી નીકળે છે અને ઉપર્યુક્ત જિલ્લાઓમાં થઈને બંગાળના ઉપસાગરને મળે છે. આ નદીનો મોટાભાગનો પ્રવાહમાર્ગ ખડકાળ છે, તેથી તે ઝડપથી વહે છે.…

વધુ વાંચો >

સુંદરવન

સુંદરવન : ગંગાના ત્રિકોણપ્રદેશનો વિસ્તાર. પશ્ચિમ બંગાળ તથા બાંગ્લાદેશમાં આવેલું પંકભૂમિક્ષેત્ર તેમજ વનક્ષેત્ર. ભૌગોલિક સ્થાન : તે 21° 38´થી 22° 38´ ઉ. અ. અને 88° 05´થી 90° 28´ પૂ. રે. વચ્ચેનો અંદાજે 16,707 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પૈકી 38 % ભાગ ભારતમાં અને 62 % ભાગ બાંગ્લાદેશમાં…

વધુ વાંચો >

સેન્ટ જ્હૉન્સ (1)

સેન્ટ જ્હૉન્સ (1) : ઍન્ટિગુઆ અને બારબ્યુડા ટાપુનું પાટનગર, બંદર અને શહેર. ભૌગોલિક સ્થાન : 17° 06´ ઉ. અ. અને 61° 51´ પ. રે.. કૅરિબિયન સમુદ્રના વાયવ્ય કિનારે આવેલું આ શહેર મહત્વના વિહારધામ તરીકે વિકાસ પામ્યું છે. આ બંદરેથી ખાંડ, કપાસ, ખાદ્યસામગ્રી, યંત્રસામગ્રી અને ઇમારતી લાકડાંની નિકાસ થાય છે. 1968…

વધુ વાંચો >

સેન્ટ જ્હૉન્સ (2)

સેન્ટ જ્હૉન્સ (2) : કૅનેડાના એવેલૉન દ્વીપકલ્પના પૂર્વ છેડા પર ન્યૂફાઉન્ડલૅન્ડનું સૌથી મોટું શહેર અને પાટનગર. ભૌગોલિક સ્થાન : 47° 34´ ઉ. અ. અને 52° 43´ પ. રે.. આટલાંટિક મહાસાગરના કાંઠે આવેલું અહીંનું બારું પશ્ચિમતરફી ઢોળાવ ધરાવે છે, તેનું મુખ ‘નૅરોઝ’ (Narrows) તરીકે ઓળખાય છે. તેની એક બાજુ સિગ્નલ હિલ…

વધુ વાંચો >

સેન્ટ ડેનિસ

સેન્ટ ડેનિસ : ફ્રાન્સના પૅરિસ વિસ્તારનું શહેર. ભૌગોલિક સ્થાન : 48° 56´ ઉ. અ. અને 2° 22´ પૂ. રે.. તે સીન નદીના જમણા કાંઠે પૅરિસના ઉત્તર તરફના પરા તરીકે વસેલું છે. 19મી સદીના મધ્યકાળ સુધી તો તે ફ્રાન્સના રાજવીઓના દફનસ્થળ(પ્રખ્યાત ઍબી ચર્ચ)ની આજુબાજુ વિકસેલા નાના નગર તરીકે જાણીતું હતું; તે…

વધુ વાંચો >

સેન્ટ પીટર્સબર્ગ

સેન્ટ પીટર્સબર્ગ : મૉસ્કો પછીના બીજા ક્રમે આવતું રશિયાનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 59° 55´ ઉ. અ. અને 30° 15´ પૂ. રે.. તે દેશના વાયવ્ય ભાગમાં બાલ્ટિક સમુદ્રના ફાંટારૂપ ફિનલૅન્ડના અખાતના પૂર્વ છેડે આવેલું છે. તે રશિયા, યુરોપ તેમજ દુનિયાભરનું એક ઔદ્યોગિક અને સાંસ્કૃતિક મથક છે. સેન્ટ પીટર્સબર્ગ શહેરનો…

વધુ વાંચો >

સેન્ટ લૉરેન્સનો અખાત

સેન્ટ લૉરેન્સનો અખાત : ઉત્તર આટલાંટિક મહાસાગર સાથે સંકળાયેલો અખાત. ભૌગોલિક સ્થાન : 48° 00´ ઉ. અ. અને 62° 00´ પ. રે.. આટલાંટિક મહાસાગર સાથે સંકળાયેલા મેક્સિકોના અખાત પછી વિસ્તારની દૃષ્ટિએ આ અખાતનો ક્રમ આવે છે. તેની પૂર્વે ન્યૂફાઉન્ડલૅન્ડનો આંશિક ભાગ, દક્ષિણે નોવા સ્કોશિયા અને ન્યૂ બ્રુન્સવીકનો સમાવેશ થાય છે.…

વધુ વાંચો >