નીતિન કોઠારી
વર્ધા
વર્ધા : મહારાષ્ટ્ર રાજ્યના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 20° 18´થી 21° 21´ ઉ. અ. અને 78° 05´થી 79° 15´ પૂ. રે. વચ્ચેનો 6,309 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે અને પૂર્વે અમરાવતી અને નાગપુર જિલ્લા, અગ્નિકોણમાં ચંદ્રપુર જિલ્લો,…
વધુ વાંચો >વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ)
વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ) : વરસાદ આવવાની પ્રક્રિયા. પૃથ્વી પરનું સમગ્ર જીવન મૂળભૂત રીતે જોતાં જળઆધારિત છે. પૃથ્વીની સપાટીનો લગભગ 70 % ભાગ જળઆચ્છાદિત છે. તેમ છતાં એક કિમી.ની ઊંડાઈ સુધીનું ભૂગર્ભીય જળ, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ કે વહેણો તેમજ વાતાવરણીય ભેજ કુલ જળરાશિના માત્ર 0.3 % જેટલું જ પ્રમાણ ધરાવે…
વધુ વાંચો >વર્ષાઋતુ (Monsoon)
વર્ષાઋતુ (Monsoon) : દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં વર્ષ દરમિયાન પ્રવર્તતી ત્રણ ઋતુઓ પૈકીની એક. અમુક ચોક્કસ સમયગાળા માટે પડતા વરસાદની ઋતુ એટલે વર્ષાઋતુ. આ ઋતુ માટે વપરાતો અંગ્રેજી શબ્દ ‘Monsoon’ મૌસિમ (અર્થાત્ ઋતુ) નામના મૂળ અરબી શબ્દ પરથી ઊતરી આવેલો છે. દક્ષિણ એશિયાનું ઋતુચક્ર ત્યાં બદલાતી રહેતી પવનોની દિશા પર…
વધુ વાંચો >વલભીપુર
વલભીપુર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને શહેર. ભૌગોલિક માહિતી : આ શહેર 21° 55´ ઉ. અ. અને 71° 55´ પૂ. રે. પર આવેલું છે. તે ઘેલો નદીના ઉત્તર કિનારે વસેલું છે. આ શહેરની ઉત્તરે કેરી નદી વહે છે. સુરેન્દ્રનગર-ભાવનગરને સાંકળતા મીટરગેજ રેલમાર્ગ પર આવેલું ધોળા જંક્શન આ શહેરથી 18 કિમી.…
વધુ વાંચો >વસ્તી
વસ્તી પૃથ્વી પર વસવાટ કરતી જનસંખ્યા. વીસમી સદીમાં વિશ્વના દેશોએ બે વિશ્વયુદ્ધો જોયાં, તેની ગંભીરતા જાણી અને અનુભવી. અનેક દેશોને ઓછુંવત્તું સહન કરવું પડ્યું. શાંતિ જાળવી રાખવામાં યુદ્ધ કેટલું નુકસાનકારક છે તેનો પણ ખ્યાલ આવ્યો. અણુબૉમ્બથી થયેલી ખુવારી તેમજ તેની દૂરગામી અસરો જોયા પછીથી વિશ્વના દેશો યુદ્ધનો વિરોધ કરતા રહ્યા…
વધુ વાંચો >વસ્તીવિદ્યા (Demography)
વસ્તીવિદ્યા (Demography) : જીવન-મરણ, આરોગ્ય, વગેરે અંગેનું આંકડાશાસ્ત્ર. તે માનવવસ્તીના આંકડાશાસ્ત્ર (demography) તરીકે જાણીતું છે. તેમાં જન્મ-મરણના દર ઉપરાંત લોકોની હેરફેર અને વસ્તીના ફેરફાર પર અસર કરતાં પરિબળોનો અભ્યાસ પણ કરવામાં આવે છે. 1. વસ્તીવિદ્યાનો ઇતિહાસ અને તેનાં લક્ષણો : પૃથ્વી પર છેલ્લાં વીસથી પચીસ લાખ વર્ષોથી માનવજાતિ વસે છે…
વધુ વાંચો >વાયવ્ય સરહદી પ્રાંત
વાયવ્ય સરહદી પ્રાંત : પાકિસ્તાનનું ઉત્તર તરફ આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 31° થી 35° ઉ. અ. અને 70°થી 74° પૂ. રે. વચ્ચેનો 74,521 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્યની ઉત્તરે અને પશ્ચિમે અફઘાનિસ્તાન તેમજ ઈશાન અને પૂર્વમાં ભારતની આંતરરાષ્ટ્રીય સીમાઓ આવેલી છે; જ્યારે તેના અગ્નિ…
વધુ વાંચો >વાયૅલા (Whyalla)
વાયૅલા (Whyalla) : દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલું શહેર અને બંદર. ભૌગોલિક સ્થાન : તે 33° 02´ દ. અ. અને 137° 35´ પૂ. રે. પર આવેલું છે. તેની ઉત્તરે ઑગસ્ટા બંદર, પૂર્વે સ્પેન્સરનો અખાત અને પિરી (pirie) બંદર, અગ્નિ તરફ ઍડેલેડ શહેર, દક્ષિણે લિંકન બંદર તથા પશ્ચિમે મોટેભાગે શુષ્ક…
વધુ વાંચો >વારાણસી
વારાણસી : ઉત્તર પ્રદેશ રાજ્યના પૂર્વ છેડા પર આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 20´ ઉ. અ. અને 83° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 4,036 ચો.કિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લાનો આકાર અરબી ભાષાના 7 અંક જેવો છે. તેની ઉત્તરે જૉનપુર…
વધુ વાંચો >વાવાઝોડું
વાવાઝોડું : અતિશય વેગસહિત ફૂંકાતા કેન્દ્રગામી પવનોના ધસારાથી વિનાશ વેરતી ઘટના. વાવાઝોડું એ એક એવી ઘટના છે, જે જ્યાં ત્રાટકે છે ત્યાં તારાજી સર્જે છે. ચક્રાકારે ઘૂમરી ખાતા વાવાઝોડા(ચક્રવાત)માં પવનનો વેગ કલાકે 100થી 200 કિમી.નો હોય છે, તેમાં પવનના પ્રચંડ સુસવાટા અને થપાટો કેટલા સમયગાળા માટે ચાલુ રહે છે, તેના…
વધુ વાંચો >