નીતિન કોઠારી
ભાલપ્રદેશ
ભાલપ્રદેશ : તળ ગુજરાતમાં આવેલો, બિનપિયત ઘઉંની ખેતીથી જાણીતો બનેલો સમભૌગોલિક સંજોગ ધરાવતો કુદરતી પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 21° 45´ ઉ. અ.થી 23° 00´ ઉ. અ. અને 74° 45´થી 72° 45´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેની મહત્તમ ઉત્તર-દક્ષિણ લંબાઈ 95 કિમી. અને ઉત્તર ભાગની પહોળાઈ 65 કિમી…
વધુ વાંચો >ભુતાન
ભુતાન : દક્ષિણ-મધ્ય એશિયાનો રાજાશાહી દેશ. તે બધી બાજુએથી ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેનું સત્તાવાર રાષ્ટ્રીય નામ ડ્રુક યુલ (Druk Yul) છે. અંગ્રેજો આ દેશને ‘The Land of Thunder Dragon’ તરીકે ઓળખતા. સ્થાન-સીમા-વિસ્તાર : આ દેશ 26° 45´થી 28° ઉ. અ. અને 89°થી 92° પૂ. રે. વચ્ચેનો આશરે 47,000 ચોકિમી. જેટલો…
વધુ વાંચો >ભૂઆકૃતિવિજ્ઞાન
ભૂઆકૃતિવિજ્ઞાન (geomorphology) : પૃથ્વીની સપાટી પરનાં ભૂમિસ્વરૂપો કે ભૂમિઆકારો(landforms)નું વર્ણન કરતું વિજ્ઞાન. તે જુદાં જુદાં ભૂમિસ્વરૂપોની ઉત્પત્તિ (રચના) અને ઇતિહાસની સમજ આપે છે. તેનો પદ્ધતિસરનો અભ્યાસ કરવાથી ક્રમબદ્ધ રચાયેલા ખડકસ્તરોનો ખ્યાલ આવી શકે છે, તદુપરાંત તેમના ઉપર થતો ઘસારો, ખવાણ, ધોવાણ તેમજ અન્ય પ્રક્રિયાઓનો તાગ મેળવી શકાય છે. આ બધી…
વધુ વાંચો >ભૂગોળ
ભૂગોળ : પૃથ્વીની સપાટી પરનાં અનેકવિધ લક્ષણોની માહિતી આપતું શાસ્ત્ર. ગુજરાતી ભાષામાં રૂઢ થઈ ગયેલો ‘ભૂગોળ’ શબ્દ પૃથ્વી ગોળ છે એવા શાબ્દિક અર્થ સિવાય કોઈ વૈજ્ઞાનિક અર્થ કે હેતુનો નિર્દેશ કરતો નથી, પરંતુ તેના અંગ્રેજી પર્યાય ‘geography’ દ્વારા વિષયની યથાર્થ સમજ મેળવી શકાય છે. ઈ. પૂ. બીજી સદીમાં ઇરેટોસ્થિનિસે સર્વપ્રથમ…
વધુ વાંચો >ભૂમધ્ય સમુદ્ર
ભૂમધ્ય સમુદ્ર : યુરોપ અને આફ્રિકા ખંડની વચ્ચે આવેલો સમુદ્ર. ભૌગોલિક સ્થાન : આ સમુદ્ર આશરે 30°થી 46° ઉ. અ. અને 5° 50´ પ. રે. થી 36° પૂ. રે. વચ્ચે પથરાયેલો છે. તેની ઉત્તરે યુરોપ, પૂર્વ તરફ એશિયા, દક્ષિણ તરફ આફ્રિકા તથા પશ્ચિમ તરફ જિબ્રાલ્ટરની સામુદ્રધુની સહિત આટલાંટિક મહાસાગર આવેલો…
વધુ વાંચો >ભૂરાજકારણ
ભૂરાજકારણ : વિશ્વના રાજકીય વિકાસને તથા ઘટનાઓને ભૌગોલિક અર્થમાં – ભૂમિના સંદર્ભમાં સમજાવવાનો પ્રયાસ. ભૂરાજકારણના સિદ્ધાંતો અનુસાર વિશ્વ મર્યાદિત પ્રમાણમાં ભૂમિ ધરાવે છે અને તમામ દેશો ભૂમિ મેળવવા સ્પર્ધા અને સંઘર્ષ કરતા હોય છે. આથી ભૂરાજકારણની ર્દષ્ટિએ વિદેશનીતિ સૌથી મહત્વની બાબત છે. ભૂરાજકારણમાં ભૂગોળવિદો, ઇતિહાસકારો ને રાજ્યશાસ્ત્રીઓ વિદેશનીતિ પરના ભૂગોળના…
વધુ વાંચો >ભેજમાપકો
ભેજમાપકો (hygrometers) : હવામાં રહેલા ભેજનું પ્રમાણ માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનો. હવામાં રહેલી વરાળ કે પાણીની બાષ્પને ભેજ (humidity) કહે છે. પૃથ્વીની સપાટી પર આવેલા સમુદ્ર-મહાસાગરોમાંથી કે ભૂમિ પરના જળ-જથ્થાઓમાંથી બાષ્પીભવન થવાને કારણે અથવા વનસ્પતિમાંથી પાણીનું બાષ્પ-નિષ્કાસન થવાને કારણે હવામાં ભેજ ઉમેરાતો રહે છે. અમુક તાપમાને હવામાં રહેલી પાણીની…
વધુ વાંચો >મછલીપટણમ્ (મચિલીપટણમ્, મસુલીપટણમ્)
મછલીપટણમ્ (મચિલીપટણમ્, મસુલીપટણમ્) : આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાનું વડું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 16° 10´ ઉ. અ. અને 81° 08´ પૂ. રે. પૂર્વ કિનારાનાં સૌથી જૂનાં બંદરો પૈકીનું એક. તે બંદર તાલુકામાં આવેલું છે અને ‘બંદર’ નામથી પણ ઓળખાય છે. 1949માં આ શહેરને અપાયેલું મછલીપટણમ્ નામ આ નગર માટે બાંધેલા…
વધુ વાંચો >મડીકેરે
મડીકેરે : કર્ણાટક રાજ્યના કોડુગુ (કોડાગુ અથવા કૂર્ગ) જિલ્લાનું વડું વહીવટી મથક. તેનું બીજું નામ મડીકેરે અથવા મધુકેરે છે. ભૌગોલિક સ્થાન : 12o 257´ ઉ. અ. અને 75o 447´ પૂ. રે. તે કર્ણાટક–કેરળ સરહદ નજીક, મૅંગલોરથી અગ્નિકોણમાં, મૅંગલોર–મૈસૂર ધોરી માર્ગ પર, પશ્ચિમ ઘાટની ટેકરીઓમાં 1,16૦ મીટરની ઊંચાઈ પર આવેલું છે.…
વધુ વાંચો >મદિરા દ્વીપસમૂહ
મદિરા દ્વીપસમૂહ : ઍટલાંટિક મહાસાગરમાં પૉર્ટુગલ હસ્તક આવેલા ટાપુઓનો સમૂહ. ભૌગોલિક સ્થાન : તે 320 40´ ઉ. અ. અને 160 45´ પ. રે.ની આજુબાજુનો 794 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ ટાપુઓ યુરોપ અને અમેરિકાના જળમાર્ગ પર મોરૉક્કોની પશ્ચિમે કેનેરી ટાપુઓની ઉત્તરે આવેલા છે. આ ટાપુઓ જ્વાળામુખી પ્રસ્ફુટનને કારણે…
વધુ વાંચો >