નિરંજન ભગત

આરાગોં, લુઈ

આરાગોં, લુઈ (જ.3ઑક્ટોબર 1896, પૅરિસ; અ. 24 ડિસેમ્બર 1982, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, નવલકથાકાર, પત્રકાર. સર્વસામાન્ય શિક્ષણ પછી તબીબી વિજ્ઞાનનો વિશેષ અભ્યાસ. આ સમયમાં આંદ્રે બ્રેતોં સાથે પરિચય. પ્રથમ વિશ્વયુદ્ધમાં તબીબી વિભાગમાં યુદ્ધસેવા. દાદાવાદ (Dadaism) અને પરાવાસ્તવવાદ(surrealism)નાં આંદોલનોમાં સક્રિય સભ્ય અને અગ્રેસર. 1919માં આંદ્રે બ્રેતોં અને ફિલિપ સુપો સાથે પરાવાસ્તવવાદના…

વધુ વાંચો >

એલુઆર, પાલ

એલુઆર, પાલ (જ. 14 ડિસેમ્બર 1895, સેં દેની; અ. 18 નવેમ્બર 1952, પૅરિસ) : ફ્રેંચ કવિ. અસલ નામ યુઝેન ગ્રેંદેલ. પૅરિસની સીમા પર મજૂર વિસ્તારમાં નીચલા મધ્યમવર્ગના કુટુંબમાં જન્મ. આરંભમાં ગરીબાઈ અને ગરીબોનાં દુ:ખો વિશેની કવિતા રચી. ઔપચારિક શિક્ષણ પૅરિસમાં એકોલ કાલ્બેરમાં. 1912-14માં ક્ષયરોગને કારણે સ્વિટ્ઝર્લૅન્ડમાં દરવોમાં આરોગ્યગૃહમાં. અહીં ભાવિ…

વધુ વાંચો >

કાતુલ્લુસ, ગેઈયુસ વાલેરિયુસ

કાતુલ્લુસ, ગેઈયુસ વાલેરિયુસ (જ. ઈ. પૂ. 84 ?; અ. ઈ. પૂ. 54 ?) : રોમન કવિ. એમનો જન્મ ઉત્તર ઇટલીમાં વેરોનામાં થયો હતો. પિતા વેરોનાના સાધનસંપન્ન પ્રતિષ્ઠિત નાગરિક હતા. જુલિયસ સીઝર એક વાર એમના ઘરમાં અતિથિ તરીકે રહ્યા હતા. કાતુલ્લુસના અભ્યાસ વિશે કોઈ નિશ્ચિત માહિતી ઉપલબ્ધ નથી, પણ એમની કવિતામાં…

વધુ વાંચો >

કૉર્બિયે ત્રિસ્તાં

કૉર્બિયે, ત્રિસ્તાં (જ. 18 જુલાઈ 1845, કોતકાંગાર, બ્રિતાની, ફ્રાંસ; અ. 1 માર્ચ 1875, મોર્લે) : ફ્રેંચ કવિ. મૂળ નામ એદુઆજોઆશિમ. પિતા ખલાસી, જહાજના કપ્તાન અને ખલાસીઓ તથા સમુદ્ર વિશેની નવલકથાઓના લેખક. એમનાં લખાણોનો કૉર્બિયેની કવિતા પર પ્રબળ પ્રભાવ હતો. પંદર વર્ષની વયે કૉર્બિયેને સંધિવા(rheumatism)નો રોગ થયો હતો. મોર્લેમાં અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

ઝારા, ત્રિસ્તાં

ઝારા, ત્રિસ્તાં (જ. 4 એપ્રિલ 1896, મ્વાનેસ્ત, રુમાનિયા; અ. 25 ડિસેમ્બર 1963, પૅરિસ) : ફ્રેન્ચ કવિ, ‘દાદા’ આંદોલનના પ્રણેતા અને પ્રચારક. પ્રથમ વિશ્વયુદ્ધ સમયે યુરોપના ભિન્ન ભિન્ન દેશોના યુવાન નિર્વાસિતો ટૂંક સમય માટે સ્વિટ્ઝર્લૅન્ડમાં ઝુરિકમાં વસ્યા હતા ત્યારે ઝારા પણ નિર્વાસિત તરીકે ઝુરિકમાં હતા. 1916માં હ્યૂગો બાલ, હાન્સ આર્પ આદિએ…

વધુ વાંચો >

ટેઇલર, એડવર્ડ

ટેઇલર, એડવર્ડ (જ. 1644, ઇંગ્લૅન્ડ; અ 1729) : અમેરિકન કવિ. 1668માં એમણે અમેરિકામાં બૉસ્ટનમાં સ્થળાંતર કર્યું. શિક્ષણ હાર્વર્ડમાં. મૅસેચૂસેટ્સના સીમાપ્રાન્તના નગર વેસ્ટફર્ડમાં પાદરી અને તબીબ થયા અને જીવનભર ત્યાં જ સેવાઓ અર્પણ કરી. એમની ઇચ્છા અનુસાર એેમના અવસાન પછી એમના પૌત્ર એઝરા સ્ટાઇલ્સે એમનાં કાવ્યો અપ્રકાશિત રાખ્યાં હતાં. એમનાં કાવ્યોની…

વધુ વાંચો >

ટેનિસન, આલ્ફ્રેડ લૉર્ડ

ટેનિસન, આલ્ફ્રેડ લૉર્ડ (જ. 6 ઑગસ્ટ 1809, સૉમર્સ્બી, લિંકનશાયર; અ. 6 ઑક્ટોબર 1892, ઓલ્ડવર્થ, હેઝલમિયર) : ઓગણીસમી સદીના મહાન અંગ્રેજ કવિ. તે માતા-પિતાનું ચોથું સંતાન હતા. પિતા રૅક્ટર હતા અને કાવ્યો રચતા હતા. આ વત્સલ ભાષાવિદ પિતાનો મોટો ગ્રંથસંચય હતો. ટેનિસને પિતાના માર્ગદર્શનથી છ વર્ષની શિશુવયે ગ્રીક, લૅટિન અને અંગ્રેજી…

વધુ વાંચો >

ડાઇડો

ડાઇડો : પ્રાચીન ફિનિશિયન પૌરાણિક પાત્ર. ટાયરના ફિનિશિયન રાજાની પુત્રી. એનું અસલ નામ એલિસા હતું. એના પતિ સિચીઅસની હત્યા કર્યા પછી એનો ભાઈ પિગ્મેલિયન એની પણ હત્યા કરે તે પૂર્વે કેટલાક વિશ્ર્વાસુ સાથીઓ સાથે એણે લિબિયા પ્રતિ સમુદ્રપ્રયાણ કર્યું હતું અને મહાનગર કાર્થેજનું નિર્માણ કર્યું હતું અને ત્યાં શાસન કર્યું…

વધુ વાંચો >

ડાયાનિસિયસ ઑવ્ હૅલિકાર્નેસસ

ડાયાનિસિયસ ઑવ્ હૅલિકાર્નેસસ (ઈ. સ. પૂ. પહેલી સદી) : ગ્રીક વિદ્વાન અને લેખક. તે ઈ. સ. પૂ. 30ની આસપાસ રોમમાં આવીને વસ્યા હતા. અહીં સાહિત્યિક વાગ્મિતાના શિક્ષક થયા અને રોમના સાહિત્યિક વર્તુળમાં સ્થાન પામ્યા. એમના આ સ્વીકારસ્વાગતના પ્રત્યુત્તર રૂપે એમણે રોમન પ્રજાની ઉત્પત્તિના સમયથી તે પ્રથમ પ્ચૂનિક યુદ્ધના સમય લગીનો…

વધુ વાંચો >

તુ ફુ

તુ ફુ (જ. 712, શાઓલિંગ; અ 770, હેન્ગચાઉ) : મહાન ચીની કવિ. જન્મ સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાં. પિતા અમલદાર હતા. નાનપણમાં માતાનું અવસાન થવાથી માસીએ એમનું પાલન કર્યું હતું. કવિતા, પ્રવાસ અને સનદી નોકરી એમના જીવનનો મુખ્ય પુરુષાર્થ હતો. 731થી 735 ચાર વર્ષ એમણે પ્રવાસ કર્યો. પછી અમલદાર થવા માટેની…

વધુ વાંચો >