નાવિક ઇજનેરી

મહાવર્તુળ માર્ગ

મહાવર્તુળ માર્ગ (great circle route) : પૃથ્વીના ગોળા પરનાં બે બિંદુઓ વચ્ચેનું ટૂંકામાં ટૂંકું (સૌથી નાનું) અંતર. આ અંતર, જે સપાટી (plane) પૃથ્વીના કેન્દ્રમાંથી પસાર થાય તેમાં સમાવાય છે. આ હકીકતનો ખ્યાલ ગણિતજ્ઞોને કોલંબસના સમય પહેલાંથી હતો; પરંતુ અઢારમી સદી પછી પૃથ્વી પરની આડી રેખાઓ, હવાઓના પ્રવાહો વગેરેની જાણકારી વધી…

વધુ વાંચો >

માલમ, રામસિંહ (અઢારમી સદી)

માલમ, રામસિંહ (અઢારમી સદી) : કચ્છનો કુશળ વહાણવટી, સ્થપતિ અને હુન્નર-ઉદ્યોગનો મર્મજ્ઞ. મૂળમાં સૌરાષ્ટ્રના ઓખામંડળની વાઘેર જાતિના એક વહાણવટીનો આ સાહસિક પુત્ર કિશોરવયે આફ્રિકા જતા વહાણમાં સફરે નીકળ્યો. રસ્તામાં અચાનક ઊભા થયેલા સમુદ્રી તોફાનમાં ફસાઈને તેનું વહાણ તૂટી જતાં રામસિંહ સમુદ્રમાં ફેંકાઈ ગયો. જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતા રામસિંહને ડચ વહાણવટીઓએ…

વધુ વાંચો >

મેગેલન, ફર્ડિનાન્ડ

મેગેલન, ફર્ડિનાન્ડ (જ. આશરે 1480, પોન્ટી દા બાર્કા, ઉત્તર પોર્ટુગલ; અ. 27 એપ્રિલ 1521, મકતાન ટાપુ, ફિલિપાઇન્સ) : પોર્ટુગીઝ દરિયાઈ નૌકા કપ્તાન અને સાગરરસ્તે વિશ્વની પ્રદક્ષિણા કરનાર પ્રથમ નાવિક. જોકે એ પોતે પ્રદક્ષિણા પૂરી કરી શક્યો ન હતો; પરંતુ એનાં દીર્ઘષ્ટિ, આયોજન અને સાહસિક માર્ગદર્શન નીચે એની ટુકડીએ પ્રદક્ષિણા પૂરી…

વધુ વાંચો >

મૉરી, મેથ્યુ ફૉન્ટેન

મૉરી, મેથ્યુ ફૉન્ટેન (જ. 14 જાન્યુઆરી 1806, સ્પૉટસિલ્વેનિયા, કાઉન્ટી, વર્જિનિયા, અમેરિકા; અ. 1 ફેબ્રુઆરી 1873) : અમેરિકાના સાગર-અભ્યાસી નૌસેના-અધિકારી. સાગરનો સુયોજિત તથા વિસ્તૃત અભ્યાસ કરનાર તેઓ સૌપ્રથમ વ્યક્તિ હતા. સાગરવિજ્ઞાન તથા નૌકાસંચાલન વિશેની તેમની ભગીરથ કામગીરીને પરિણામે 1853માં બ્રસેલ્સ ખાતે એક આંતરરાષ્ટ્રીય પરિષદ ભરવામાં આવી અને તેમાં ઇન્ટરનૅશનલ હાઇડ્રૉગ્રાફિક બ્યૂરો…

વધુ વાંચો >

યાન-નયન (navigation)

યાન-નયન (navigation) : કોઈ યાનને, મુખ્યત્વે સમુદ્રમાંના વહાણને યોગ્ય દિશાનિર્દેશ આપવા માટેનું વિજ્ઞાન. યાન-નયન એ યાનનાં સ્થાન, તેનો ગતિમાર્ગ અને તે દ્વારા કપાયેલા અંતરને ધ્યાનમાં લઈને તેનો માર્ગ સૂચવવાનું જ્ઞાન આપે છે. આ પ્રકારના જ્ઞાન વડે સામાન્ય રીતે દરિયામાં હંકારાતાં વહાણોને માર્ગ બતાવાય છે. યાન દ્વારા અન્ય યાન (વહાણ) સાથે…

વધુ વાંચો >

‘રા’ અભિયાન

‘રા’ અભિયાન : રાડાંથી બનાવેલા જહાજમાં આટલાન્ટિક મહાસાગર પાર કરવા માટેનું અભિયાન. આ અભિયાનના 1969 તથા 1970માં થૉર હેરડાલના નેતૃત્વ હેઠળ બે વાર પ્રયાસ કરાયા હતા. આ અભિયાન પાછળ, પ્રાચીન ઇજિપ્તના નાવિકો નવા વિશ્વ(New World)માં પહોંચ્યા હશે તેવું પ્રતિપાદિત કરવાનો અભિગમ હતો. પ્રાચીન ઇજિપ્તના સૂર્યદેવનું નામ રા હતું. તેથી આ…

વધુ વાંચો >

લંગર (anchor)

લંગર (anchor) : નાના વહાણ કે જહાજને દરિયા/ખાડીમાં સ્થિર પરિસ્થિતિમાં રાખવા માટે વપરાતું સાધન. સામાન્ય રીતે લંગર બે કે ત્રણ અંકોડા(હૂક)ના સ્વરૂપમાં હોય છે. તે લોખંડના ભારે દોરડા કે સાંકળ વડે બંધાયેલ હોય છે અને ખૂબ ભારે વજનનું (લોખંડનું) હોઈ દરિયાના તળિયામાં ખૂંપી જાય છે અને તે રીતે વહાણ/જહાજને જકડી…

વધુ વાંચો >

લાઇટ-શિપ

લાઇટ-શિપ : આધુનિક બંદરમાં પ્રવેશતી એપ્રોચ ચૅનલની હદરેખા પૂરેપૂરી અંકિત કરવાનું તેમજ સિગ્નલ-ઉપકરણથી સજ્જ કરવાનું એક મહત્વનું સાધન. બંદરપ્રવેશમાં માર્ગદર્શન માટેનાં સાધનોમાં દીવાદાંડી અને બોયા (buoys) ઉપરાંત લાઇટ-શિપનો પણ સારા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ બધાં સાધનો સિગ્નલો આપે છે. આવા પ્રકારના સિગ્નલોમાં નીચે પ્રમાણેના ગુણધર્મો હોવા જોઈએ : –…

વધુ વાંચો >

લાઇનર

લાઇનર : નિયમિત પરિવહન-સેવા આપનાર જહાજ. પૂર્વનિર્ધારિત જળમાર્ગ ઉપર નિશ્ચિત સમયાંતરે વિજ્ઞાપિત દરે પરિવહન-સેવા આપનાર નૌયાન આ છે. ઉતારુ-લાઇનર અને માલવાહક-લાઇનર એમ બે પ્રકારનાં લાઇનર હોય છે. ઉતારુ-લાઇનરો ઝડપી અને સુખસવલતવાળી પ્રવાસ-સેવા આપવામાં અન્યોન્ય સાથે હરીફાઈ કરતાં હોય છે. હવાઈ માર્ગે ઉતારુ પરિવહન-સેવા શરૂ થયા પછી ઉતારુ-લાઇનરના ધંધામાં ઓટ આવી…

વધુ વાંચો >

લૉકગેટ

લૉકગેટ : જેમાં છેડાઓ (ends) ખુલ્લા હોય તેવી લંબચોરસ આકારની એક ચૅમ્બર કે જેમાં દરવાજાઓની મદદથી બે અલગ અલગ સ્તર ધરાવતાં પાણી વચ્ચે જહાજને સ્થાનાંતરિત કરી શકાય. લૉકગેટની મદદથી જહાજને ગોદી(Dock)માં દાખલ કરી શકાય છે. આ ચૅમ્બરના છેડાઓ પર ખોલ-બંધ કરી શકાય તેવા દરવાજાઓ જડવામાં આવે છે. આ કારણસર આ…

વધુ વાંચો >