નાવિક ઇજનેરી

અલંગ

અલંગ : ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલું બંદર. તે ખંભાતના અખાતના પશ્ચિમ કિનારે ખુલ્લા સમુદ્રથી 1.6 કિમી. દૂર, તળાજાથી 20 કિમી. અને ભાવનગરથી 50 કિમી. અંતરે મણાર ગામ નજીક મણારી નદી ઉપર આવેલું છે. તે ભાવનગર-તળાજા-મહુવા કંઠાર ધોરીમાર્ગથી તથા રાજ્યમાર્ગથી રાજ્ય-પરિવહનની સીધી સળંગ બસસેવા દ્વારા જોડાયેલું છે. ‘મિરાતે…

વધુ વાંચો >

કોટિયું

કોટિયું : કચ્છમાં બંધાતું ઝડપી વહાણ. ટકાઉપણા માટે તે જાણીતું છે. કોટિયું શબ્દ ‘કોટિ’ કે કોટર ઉપરથી બન્યો હશે એમ મનાય છે. આ વહાણ ખોખા જેવું હોવાથી લાકડાં અને નળિયાં ભરવા માટે વધારે અનુકૂળ હોય છે. 80થી 225 ખાંડીનાં આ વહાણોમાં 2 સઢ અને 12 ખલાસીઓ હોય છે. આરબ વહાણો…

વધુ વાંચો >

ટગબોટ

ટગબોટ : રેલવેના એન્જિન માફક બજરાઓ(barges)ને તથા સમુદ્રની મોટી ખેપ કરતી સ્ટીમરોને બારામાં ધક્કા(dock) સુધી અને બારા બહાર મધદરિયા સુધી ખેંચી લાવતું શક્તિશાળી અને ઝડપી નાનું જહાજ. કોઈ કારણસર જહાજ લાધી ગયું હોય કે તેનાં યંત્રો કામ કરતાં બંધ પડ્યાં હોય તો તેવા જહાજને સુરક્ષિત રીતે ખેંચી લાવવાનું કામ પણ…

વધુ વાંચો >

ટંડેલ

ટંડેલ : ખલાસીઓના ઉપરી. ‘નાખવો’, ‘નાખુદા’ કે ‘નાખોદા’ તેના પર્યાયરૂપ શબ્દો છે. સંસ્કૃતમાં આ માટે ‘पोतवाह’ શબ્દ છે. ખલાસીઓને વહાણના સંચાલન માટે તે આદેશો આપે છે અને સમગ્ર વહાણના સંચાલનની જવાબદારી તેની રહે છે. સ્ટીમરના કૅપ્ટન સાથે તેને સરખાવી શકાય. લાંબા વખત સુધી સમુદ્રની ખેપના અનુભવથી આ પદ પ્રાપ્ત થાય…

વધુ વાંચો >

ટ્રૅમ્પ (પરિવહન)

ટ્રૅમ્પ (પરિવહન) : બંદરનો માલ મળે તેનું પરિવહન કરનારું કરારબદ્ધ (chartered) માલવાહક જહાજ. આવું માલવાહક જહાજ સમુદ્ર-યાત્રા કરાર(voyage charter)પદ્ધતિ અથવા સમય કરાર(time charter)પદ્ધતિથી ભાડે આપવામાં આવે છે. સમુદ્ર-યાત્રા કરારપદ્ધતિમાં નિશ્ચિત સ્થળની નિશ્ચિત સફર માટે આખું જહાજ અથવા જહાજની આંશિક જગ્યા ભાડે આપવામાં આવે છે. નક્કી કરેલા બંદર ઉપર ઠરાવેલા દિવસે…

વધુ વાંચો >

ડ્રેક, ફ્રાન્સિસ

ડ્રેક, ફ્રાન્સિસ (જ. 1540/43, તાવિયેસ્ક; અ. 28 જાન્યુઆરી 1596, પોર્ટબેલો, પનામા) : એલિઝાબેથ યુગનો ઇંગ્લૅન્ડનો રાષ્ટ્રવીર, કાબેલ નૌકાધિપતિ અને પૃથ્વીની પ્રદક્ષિણા કરનાર પ્રથમ અંગ્રેજ વહાણવટી. તેનો જન્મ ચુસ્ત પ્રૉટેસ્ટન્ટ પંથી અને કૅથલિકવિરોધી ખેડૂત પિતાને ત્યાં થયો હતો. તેર વરસની વયે એપ્રેન્ટિસ તરીકે સમુદ્રની ખેપમાં જોડાયેલ. તે 1566માં કેપ વર્ડે તથા…

વધુ વાંચો >

ડ્રેજર

ડ્રેજર : નહેર, નદી કે બારામાંથી કાંપ, રેતી, પથ્થર વગેરે ખોદી કાઢી ઊંડાણ વધારવા માટે વપરાતું વિશિષ્ટ જહાજ. જહાજ સરળતાથી બારામાં પ્રવેશી શકે તે માટે કાંપ વગેરે ખોદી કાઢી જળનું ઊંડાણ વધારવાની અને ત્યારબાદ તે ઊંડાણ જાળવી રાખવાની જરૂર પડે છે. પહેલી ક્રિયાને પ્રાથમિક તળકર્ષક (dredging) અને બીજી ક્રિયાને દેખભાળ…

વધુ વાંચો >

તેલવાહક જહાજ

તેલવાહક જહાજ (tanker) : ક્રૂડ ઑઇલ, પેટ્રોલિયમ પદાર્થો, પ્રવાહી રસાયણો વગેરે જથ્થાબંધ લઈ જવા માટે વપરાતું જહાજ. આવા જહાજમાં 1થી 25 ટાંકીઓ હોય છે. દુનિયાના કુલ વેપારી જહાજોમાં પચાસ ટકાથી વધારે ટૅન્કરો હોય છે. જહાજના હલનો 60 % ભાગ ટાંકીઓ રોકે છે. તેને સ્થાને અગાઉ લાકડાનાં અને લોખંડનાં પીપ (બૅરલ)…

વધુ વાંચો >

ધાઉ

ધાઉ : પૂર્વ આફ્રિકા, અરબસ્તાન અને ભારતના દરિયાકાંઠાની ખેપ કરતું અરબી વહાણ. ધાઉ શબ્દનું મૂળ સ્થાન ઈરાની અખાતનો પ્રદેશ છે. ઍલન વિલિયર્સ કુવૈતને આ વહાણના જન્મસ્થાન તરીકે માને છે. તેના કચ્છી અને અરબી બે પ્રકાર છે. કેટલાક ઈરાની ધાઉનો ત્રીજો પ્રકાર પણ જણાવે છે. ધાઉથી મોટા કદનું વહાણ બગલો કે…

વધુ વાંચો >

બગલો

બગલો : કચ્છમાં વિશેષ પ્રચલિત ‘ધાઉ’(dhow)ને મળતું વહાણ. અરબી ભાષામાં ‘બગલા’નો અર્થ ખચ્ચર થાય છે. કેટલાક ‘બગલો’ શબ્દ સંસ્કૃત ‘બક’ ઉપરથી બન્યો હોવાનું મનાય છે. તેનો મોરો ઊંચો હોય છે, તેથી તેનું ‘બગલો’ નામ પડ્યું છે. કમાન્ડર શ્રીધરને ગુજરાતી વહાણો પૈકી બગલાની બાંધણી સૌથી જૂની હોવાનું જણાવ્યું છે. સામાન્યત: તે…

વધુ વાંચો >