નાટ્યકલા
શાહ, ફૂલચંદ ઝવેરભાઈ
શાહ, ફૂલચંદ ઝવેરભાઈ (જ. 10 સપ્ટેમ્બર 1879, નડિયાદ, ગુજરાત; અ. 14 માર્ચ 1954, નડિયાદ) : ગુજરાતી નાટ્યકાર, કવિ અને ચિત્રકાર. સંસ્કારી ખડાયતા બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ઝવેરભાઈ અને માતા કૃષ્ણાબાના સંગીત અને નાટ્યકલાના ચાહક પુત્ર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા સહાધ્યાયીઓ સાથે નડિયાદમાં લીધું;…
વધુ વાંચો >શાહ, મનોજ શાકરચંદ
શાહ, મનોજ શાકરચંદ (જ. 5 ફેબ્રુઆરી 1955, મુંબઈ) : ગુજરાતી રંગભૂમિના દિગ્દર્શક, અભિનેતા અને પ્રોડ્યૂસર. મનોજ શાહનું નવ ધોરણ સુધીનું શાળાકીય શિક્ષણ મુંબઈ અને અમદાવાદમાં થયું. એમણે એમની કારકિર્દીની શરૂઆત એક નૃત્યદિગ્દર્શક તરીકે કરી હતી. પણ એ સમયે મહેન્દ્ર જોશીના એક નાટકથી પ્રભાવિત થઈને નાટ્યદિગ્દર્શક થવાનું નક્કી કર્યું. નાટ્યજગતના અન્ય…
વધુ વાંચો >શાહ, સુભાષ રસિકલાલ
શાહ, સુભાષ રસિકલાલ (14 એપ્રિલ 1941, બોરસદ, ખેડા જિલ્લો) : ગુજરાતના ખ્યાતનામ નાટ્યકાર, નવલકથાકાર અને કવિ. સન 1964માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી આંકડાશાસ્ત્ર (સ્ટેટિસ્ટિક્સ) વિષય સાથે એમ.એસસી.. સન 1964થી 1983 દરમિયાન અમદાવાદની સિટી કૉમર્સ કૉલેજમાં એ જ વિષયના વ્યાખ્યાતા. સન 1984-85માં ગુજરાત યુનિવર્સિટીના ‘સેન્ટર ફૉર ડેવલપમેન્ટ કમ્યૂનિકેશન’ના કોઑર્ડિનેટર. સન 1978થી…
વધુ વાંચો >શાહ, હરકાન્ત
શાહ, હરકાન્ત (જ. 1925, અમદાવાદ; અ. 5 મે 1994, મુંબઈ) : 1950 અને 1960ના દાયકા દરમિયાન ગુજરાતી રંગભૂમિ પર સતત છવાયેલા રહેલા એક અગ્રણી અભિનેતા, સબળ દિગ્દર્શક અને કુશળ નિર્માતા. ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં અભ્યાસ દરમિયાન ‘શાહજહાં’ નાટકમાં દારાની ભૂમિકા ભજવી રંગમંચ પર પદાર્પણ કર્યું. પછી રાષ્ટ્રીય યુવક મંડળના ઉપક્રમે ‘મેવાડ…
વધુ વાંચો >શાંતતા કોર્ટ ચાલુ આહે
શાંતતા કોર્ટ ચાલુ આહે (1968) : ભારતપ્રસિદ્ધ મરાઠી નાટકકાર, પત્રકાર અને નિબંધકાર વિજય તેંડુલકરનું પ્રસિદ્ધ નાટક. તેના દિગ્દર્શક અરવિંદ દેશપાંડેના કહેવાથી રંગાયન માટે તેમણે આ નાટકની રચના કરી. સુલભા દેશપાંડેએ તેમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. બીજે જ વર્ષે સત્યદેવ દૂબેએ તેને હિંદીમાં રજૂ કર્યું, જ્યારે રાજ્ય નાટ્યસ્પર્ધામાં અભિનય અને…
વધુ વાંચો >શિગુલા, હાન્ના
શિગુલા, હાન્ના [જ. 25 ડિસેમ્બર 1943, કેટોવાઇસ, પોલૅન્ડ (તત્કાલીન જર્મન કબજા હેઠળનું કેટોવિત્ઝ)] : જર્મન રંગભૂમિ અને ચલચિત્રોમાં વિવિધ પાત્રોની આક્રમક રજૂઆત કરવા માટે ખ્યાતનામ અભિનેત્રી. હાન્ના શિગુલા સમય જતાં જર્મન ચિત્રસર્જક બાઇન્ડરનાં ચિત્રોનું અવિભાજ્ય અંગ બની ગયાં હતાં. તેમનો ઉછેર જર્મનીમાં થયો હતો. ત્યાં જ મ્યૂનિક યુનિવર્સિટીમાં તેમણે ભાષા…
વધુ વાંચો >શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન)
શિલર, (જૉન ક્રિસ્ટૉફ) ફ્રેડરિક (વૉન) (જ. 10 નવેમ્બર 1759, માર્બેક, વૂર્ટેમ્બર્ગ, જર્મની; અ. 9 મે 1805, વીમાર, સેક્શ) : જર્મન નાટ્યકાર, કવિ અને વિવેચક. ‘ડાય રૉબર’ (1781, ધ રૉબર્સ), ‘ધ વૉલેનસ્ટાઇન’ (નાટ્યત્રયી) (1800-01), ‘મારિયા સ્ટુઅર્ટ’ (1801) અને ‘વિલ્હેમ ટેલ’ (1804) તેમનાં યશસ્વી નાટકો છે. 1802માં તેમને ‘વૉન’ના ઇલકાબથી નવાજવામાં આવ્યા…
વધુ વાંચો >શિવપ્રકાશ, એચ. એસ.
શિવપ્રકાશ, એચ. એસ. (જ. 15 જૂન 1954, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં એમ.એ. (1976) અને પીએચ.ડી.(1998)ની ડિગ્રી મેળવી. બૅંગલોરની મહારાણી આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક. હાલ (2002માં) કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અંગ્રેજી મુખપત્ર ‘ઇન્ડિયન લિટરેચર’ના તંત્રી. તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ,…
વધુ વાંચો >શુક્લ, નથુરામ સુંદરજી
શુક્લ, નથુરામ સુંદરજી (જ. 18 માર્ચ 1862; અ. 18 એપ્રિલ 1923) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના નાટ્યકાર અને નાટ્યસંસ્થાના માલિક. વતન વાંકાનેર (જિ. રાજકોટ). પ્રાથમિક શિક્ષણ ગામઠી શાળામાં. બાલ્યકાળથી જ સાહિત્ય પ્રત્યે અનોખી ચાહના. તેમણે કાવ્યશાસ્ત્રનો અભ્યાસ કર્યો. એમની બુદ્ધિપ્રતિભાથી ધ્રાંગધ્રા(સૌરાષ્ટ્ર)ના રાજવી ખુશ થયા અને એમને વિશેષ અભ્યાસ માટે કાશી મોકલ્યા.…
વધુ વાંચો >શુમેકર્સ હૉલિડે (ધ)
શુમેકર્સ હૉલિડે (ધ) (નાટક) (1600) : અંગ્રેજ નાટ્યકાર અને કવિ ટૉમસ ડેક્કર લિખિત હાસ્યપ્રધાન નાટક. રાણી ઇલિઝાબેથ સમક્ષ નૂતન વર્ષના દિવસે ભજવાયેલું. 1600 અને 1657 દરમિયાન તેની છ આવૃત્તિઓ પ્રકાશિત થઈ હતી, જે આ નાટકની લોકપ્રિયતા સાબિત કરે છે. ટૉમસ ડેલોની-રચિત નવલકથા ‘ધ જેન્ટલ ક્રાફ્ટ’માંથી આ નાટકનું વસ્તુ લેવાયું છે.…
વધુ વાંચો >