નાટ્યકલા

વેગા, લૉપ દ

વેગા, લૉપ દ (જ. 25 નવેમ્બર 1562, મૅડ્રિડ, સ્પેન; અ. 27 ઑગસ્ટ 1635, મેડ્રિડ, સ્પેન) : સ્પૅનિશ નાટ્યકાર. એમણે કોઈ પણ લેખક કરતાં સૌથી વિશેષ નાટ્યકૃતિઓનું સર્જન કર્યું છે. એકલા લૉપને અઢારસો જેટલાં નાટકો લખવાનું અને ‘ઑટોસ સેક્રામેન્ટેઇલ્સ’ નામે ચારસો ટૂંકાં ધાર્મિક નાટકો લખવાનું બહુમાન પ્રાપ્ત થયું હતું. નાટ્યલેખનનો આ…

વધુ વાંચો >

વેણીસંહાર

વેણીસંહાર : પ્રાચીન ભારતીય સંસ્કૃત નાટક. ભટ્ટનારાયણ નામના નાટકકારે આ નાટક સાતમી સદીના ઉત્તરાર્ધ અને આઠમી સદીના પૂર્વાર્ધમાં રચેલું છે. છ અંકનું બનેલું આ વીરરસપ્રધાન નાટક મહાભારતનાં પાત્રો અને પ્રસંગોને રજૂ કરે છે. પ્રથમ અંકમાં શૂરવીર ભીમને કૌરવો સાથે સંધિ કે સુલેહ પસંદ નથી, કારણ કે યુદ્ધ કરીને કૌરવો સામે…

વધુ વાંચો >

વેબ્સ્ટર, જૉન

વેબ્સ્ટર, જૉન (જ. 1580 ?; અ. 1625 ?) : અંગ્રેજ નાટ્યકાર. શેક્સપિયરના સમકાલીન, એલિઝાબેથના સમયના, મહાન કરુણાંત નાટકોના સર્જક. તેમના જીવન વિશે આધારભૂત માહિતી ઉપલબ્ધ નથી. પિતા બગી બનાવનાર અને સ્મિથફિલ્ડમાં રહેતા હતા. પિતાનો વ્યવસાય પુત્રે પણ અપનાવેલો. તેમના સમયના માર્સ્ટનના ‘ધ માલકન્ટેન્ટ’ અને ડેકરના ‘ધ વેસ્ટવર્ડ હો’ નાટકોના લખાણમાં…

વધુ વાંચો >

વૅમ્પિલૉવ, ઍલેક્ઝાન્દ્ર વૅલેન્તિનૉવિચ

વૅમ્પિલૉવ, ઍલેક્ઝાન્દ્ર વૅલેન્તિનૉવિચ (જ. 1937; અ. 1972) : રશિયન નાટ્યકાર. પોતાની પેઢીના સૌથી મહાન ગણાયેલા આ નાટ્યકારના પ્રભાવ તળે તેમના સમકાલીનો અને અનુગામીઓ આવેલા. સાઇબીરિયાના આ લેખકે ઉચ્ચશિક્ષણ ઇર્કૂત્સ્ક યુનિવર્સિટીમાં લીધું હતું. ત્યાંથી 1960માં તેમણે સ્નાતકની ઉપાધિ મેળવી હતી. ‘અ ચેન ઑવ્ બીઇંગ’(1961)માં ટૂંકી વાર્તાઓ અને હાસ્યપ્રધાન રેખાંકનો છે. તેમણે…

વધુ વાંચો >

વેસ્ટ એન્ડ થિયેટર્સ

વેસ્ટ એન્ડ થિયેટર્સ : લંડનનાં વિવિધ નાટ્યગૃહોનો એક સમૂહ કે જે અંગ્રેજી વ્યાવસાયિક રંગભૂમિનું મુખ્ય કેન્દ્ર છે, જેનું નામકરણ લંડન શહેર સાથેના તેના ભૌગોલિક સામીપ્યને લીધે કરવામાં આવ્યું છે. પ્રમાણમાં નાનકડા એવા આ વિસ્તારમાં વિવિધ કદનાં અને વિભિન્ન કાળનાં લગભગ 25 જેટલાં નાટ્યગૃહો પથરાયેલાં છે, જેમાં 326 જેટલી બેઠકો ધરાવતું…

વધુ વાંચો >

વૈદ્ય, અરવિંદ ગોપાળરાવ

વૈદ્ય, અરવિંદ ગોપાળરાવ (જ. 3 મે 1941) : નવી ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ-દિગ્દર્શક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ અમદાવાદ ખાતે. ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં નાટ્યવિદ્યાનો ડિપ્લોમા મેળવી એચ. કે. આર્ટ્સ કૉલેજના નાટ્યવિભાગમાં છ વર્ષ વ્યાખ્યાતા તરીકે કામ કર્યા પછી બે વર્ષ ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીમાં પ્રૉજેક્ટ ઑફિસર તરીકે, છ…

વધુ વાંચો >

વૈદ્ય, જ્યોતિ ભાસ્કરરાવ

વૈદ્ય, જ્યોતિ ભાસ્કરરાવ (જ. 9 સપ્ટેમ્બર 1935) : આધુનિક ગુજરાતી રંગભૂમિના જાણીતા નટ, દિગ્દર્શક અને મુખ્યત્વે તો નાટ્યકાર. અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી પ્રાપ્ત કર્યા પછી અંગ્રેજીના અધ્યાપક તરીકે કારકિર્દી શરૂ કરી. સન 1995માં નવયુગ સાયન્સ કૉલેજ, સૂરતમાંથી અંગ્રેજી વિભાગના વડા તરીકે સેવાનિવૃત્ત થયા. સન 1952થી સન 1977 – એમ…

વધુ વાંચો >

વૉગેલ, પોલા (ઍન)

વૉગેલ, પોલા (ઍન) (જ. 16 નવેમ્બર 1951, વૉશિંગ્ટન ડી.સી.) : અમેરિકાનાં મહિલા નાટ્યકાર. શિક્ષણ : પેન્સિલવૅનિયા 1969-70, 1971-72; કૅથલિક યુનિવર્સિટી, વૉશિંગ્ટન ડી.સી. 1972-74, બી.એ., કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા, ન્યૂયૉર્ક 1974-77, એ. બી. ડી. તેમણે નીચે મુજબ અનેકવિધ કામગીરી બજાવી : સેક્રેટરી, મુવિંગ વૅન કંપની પૅકર, ફૅક્ટરી પૅકર, 1960-71; વિમેન્સ સ્ટડિઝ તથા…

વધુ વાંચો >

વૉર્હોલ, ઍન્ડી

વૉર્હોલ, ઍન્ડી (જ. 6 ઑગસ્ટ 1927, પિટ્સબર્ગ, યુ.એસ.) : અમેરિકન પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંનો એક તથા ફિલ્મ દિગ્દર્શક. મૂળ નામ એન્ડ્રુ વૉર્હોલા. કલાકારની અભિવ્યક્તિ વ્યક્તિગત નહિ પણ ઔદ્યોગિક તંત્રની જાહેરાત રૂપે છે તેવી ઘટના સૌપ્રથમ વૉર્હોલે ઊભી કરી. એ રીતે તેણે પશ્ચિમી જગતની અદ્યતન ધંધાદારી સામાજિક માનસિકતાને છતી કરી. 1950થી…

વધુ વાંચો >

વ્યાસ, ગિજુભાઈ

વ્યાસ, ગિજુભાઈ (જ. 23 એપ્રિલ 1922, દીવ; અ. 6 માર્ચ 2002) : બ્રૉડકાસ્ટર નાટ્યપ્રવૃત્ત-આયોજક. તેમણે પ્રાથમિક શિક્ષણ મુંબઈની વિવિધ શાળાઓમાં લીધું. 1944માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે મુંબઈ યુનિવર્સિટીના સ્નાતક થયા. 1946માં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. ઑલ ઇન્ડિયા રેડિયો – આકાશવાણીમાં ‘ટ્રાન્સમિશન એક્ઝિક્યુટિવ’ના પદે જોડાઈ, ડેપ્યુટી ડિરેક્ટર જનરલ-આકાશવાણી, ડેપ્યુટી…

વધુ વાંચો >