નાટ્યકલા
દનશેન્કો, વ્લાદિમીર-નેમિરૉવિચ
દનશેન્કો, વ્લાદિમીર-નેમિરૉવિચ (જ. 1859; અ. 25 એપ્રિલ 1943, મૉસ્કો) : રૂસી દિગ્દર્શક, નાટ્યકાર, નાટ્યવિદ. રૂસી દિગ્દર્શક કન્સ્તાન્તિન સ્તનિસ્લાવ્સ્કીને સથવારે તેમણે વાસ્તવવાદને પુરસ્કારતા મૉસ્કો આર્ટ થિયેટરની 1898માં સ્થાપના કરીને વિશ્વભરની રંગભૂમિને મોટો વળાંક આપ્યો. તત્કાલીન રૂસી રંગભૂમિની રંગદર્શી અભિનયપદ્ધતિને સ્થાને પ્રકૃતિવાદી અભિનયનો આગ્રહ તો તેમણે 1891થી જ મૉસ્કો ફિલ્હાર્મોનિક સોસાયટીમાં નાટ્યતાલીમ…
વધુ વાંચો >દર્પણ એકૅડેમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ
દર્પણ એકૅડેમી ઑવ્ પરફૉર્મિંગ આર્ટ્સ : મંચનલક્ષી કલાના તાલીમ કાર્યક્રમ તથા સંશોધન માટેની અમદાવાદની કલાસંસ્થા. તેની સ્થાપના 1949માં વિક્રમ સારાભાઈ તથા શ્રીમતી મૃણાલિની સારાભાઈના માર્ગદર્શન હેઠળ થઈ. થોડા નૃત્યકારો તથા કેટલાક અભિનયકારોનું નાનું જૂથ ભેગું મળ્યું અને એમાંથી સૌપ્રથમ તાલીમ માટેની શાળા રૂપે આ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી સંસ્થાનું બી રોપાયું.…
વધુ વાંચો >દવે, જનક
દવે, જનક (જ. 14 જૂન 1930, ભાવનગર) : ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર અને લોકનાટ્ય ક્ષેત્રના નિષ્ણાત. પિતા હરિલાલ વતન ભાવનગરમાં શિક્ષક હતા. માતાનું નામ ચતુરાબહેન. ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી 1950માં મૅટ્રિકની પરીક્ષા પાસ કર્યા બાદ ઉચ્ચશિક્ષણ માટે ત્યાંથી વિનયન કૉલેજમાં દાખલ થયા, પરંતુ અભ્યાસ અધવચ્ચે છોડવો પડ્યો. 1957–’63 દરમિયાન ભાવનગરમાં સામાજિક…
વધુ વાંચો >દવે, ભરત બાલકૃષ્ણ
દવે, ભરત બાલકૃષ્ણ (જ. 16 ઑગસ્ટ 1948, અમદાવાદ) : નાટ્ય દિગ્દર્શક અને ટીવી નિર્માતા. ગુજરાત યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે એમ.એ. (1971) તથા એલએલ.બી.(1972)ની પદવી મેળવી. મુંબઈના નાટ્યસંઘમાં નાટ્યવિદ્યાનો એક વર્ષનો ડિપ્લોમા અભ્યાસ (1973) કર્યા પછી દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં દિગ્દર્શનનો ત્રણ વર્ષનો ડિપ્લોમા અભ્યાસ કર્યો (1976). 1977માં અમદાવાદમાં ‘ઇન્ડિયન સ્પેસ…
વધુ વાંચો >દવે, રણછોડભાઈ ઉદયરામ
દવે, રણછોડભાઈ ઉદયરામ (જ. 9 ઑગસ્ટ 1837, મહુધા, જિ. ખેડા; અ. 9 એપ્રિલ 1923) : ગુજરાતી નાટક અને રંગભૂમિના પિતા ગણાતા નાટ્યકાર. એમનું મૂળ વતન મહુધા. પ્રાથમિક શિક્ષણ વતનમાં. અંગ્રેજી શિક્ષણ માટે 1852માં નડિયાદ ગયા. 1857માં અમદાવાદ આવી કાયદાના વર્ગમાં જોડાયા. શરૂઆતમાં સરકારી ખાતામાં નોકરી. 1863માં મુંબઈમાં મેસર્સ લૉરેન્સ કંપનીમાં…
વધુ વાંચો >દશાવતારી નાટક
દશાવતારી નાટક : મહારાષ્ટ્રના પારંપરિક નાટ્યસાહિત્યનો પ્રકાર. તેને દશાવતારી ખેળે કહે છે. આ પ્રકારનાં નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં લોકપ્રિય છે. નવો પાક ઊતર્યા પછી હોળી સુધી વિવિધ ગામોમાં યોજાતી મંદિરોની યાત્રામાં દશાવતારી નાટકો દક્ષિણ કોંકણ અને ગોવામાં ભજવાતાં. આ પ્રકારનાં નાટકોમાં વિષ્ણુના દશ અવતારોની રજૂઆત થાય છે અને એ…
વધુ વાંચો >દાતે, કેશવરાવ
દાતે, કેશવરાવ (જ. 24 સપ્ટેમ્બર 1889, આડિવરે, રત્નાગિરિ; અ. 13 સપ્ટેમ્બર 1971, મુંબઈ) : મરાઠી રંગભૂમિના અભિનેતા. પાંચ વર્ષના હતા ત્યારે પિતા ત્ર્યંબકરાવનું અવસાન થયું. માતાનું નામ યેસુબાઈ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ વિપરીત હોવાથી અંગ્રેજી પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી ઉદરનિર્વાહ માટે મુંબઈ આવ્યા અને કમ્પાઉન્ડરની સામાન્ય નોકરી સ્વીકારી. તે…
વધુ વાંચો >દાસ, મનોરંજન
દાસ, મનોરંજન (જ. 10 માર્ચ 1923, ઓરિસા; અ. 17 ફેબ્રુઆરી 2013, ઓરિસા) : ઊડિયા નાટ્યકાર. ’40 ના દશકામાં પથરાયેલી તેમની પ્રારંભિક કારકિર્દી દરમિયાન નાટ્યવિષય તથા શૈલી પરત્વે તે પરંપરાગત વલણ અપનાવે છે. આ ગાળાનું મહત્વનું નાટક તે ‘બક્ષી જગબંધુ’ (1949); તે ઓરિસાના પાઇકા બળવાના ઐતિહાસિક વિષય પર રચાયેલું છે. ’50ના…
વધુ વાંચો >દિગ્દર્શક
દિગ્દર્શક : દિશા ચીંધનાર એટલે કે નાટ્યમંચન માટે નાટકના લેખ(script)નું કલાશાસ્ત્રીય અર્થઘટન કરી, સમગ્ર નાટ્યમંડળી દ્વારા એની પ્રસ્તુતિનો આયોજક. લેખની પસંદગી, પાત્રવરણી, પાત્રસર્જન, રિયાઝ, સન્નિવેશ, રંગવેશભૂષા, પ્રકાશ અને સંગીતના આયોજનની સઘળી પ્રવૃત્તિમાં કેન્દ્રે રહી ભાવક-સંપર્ક અને સંબંધ માટે નિર્ણાયક નાટ્ય-અભિવ્યક્તિ અને અનુભાવનનાં સર્વ સૂત્રો સંભાળે તે દિગ્દર્શક. નાટ્ય-પ્રસ્તુતિના પ્રલંબ ઇતિહાસમાં…
વધુ વાંચો >દેવલ, ગોવિંદ બલ્લાળ
દેવલ, ગોવિંદ બલ્લાળ (જ. 13 નવેમ્બર 1855, હરિપુર, જિ. સાંગલી; અ. 14 જૂન 1916) : મરાઠી રંગભૂમિના આદ્ય નાટકકાર તથા નાટ્ય-દિગ્દર્શક. એમના બે મોટા ભાઈઓ નાટ્યકલામાં પ્રવીણ હોવાથી એમને નાનપણથી જ નાટકમાં રસ હતો. 1878માં મૅટ્રિક પાસ થઈને બેલગાંવના સુવિખ્યાત નાટકકાર અણ્ણા-સાહેબ કિર્લોસ્કરના સંપર્કમાં આવ્યા અને એમની નાટ્યપ્રવૃત્તિનો આરંભ થયો.…
વધુ વાંચો >