ધીરુભાઈ ઠાકર

દ્વિવેદી, મણિલાલ નભુભાઈ

દ્વિવેદી, મણિલાલ નભુભાઈ (જ. 26 સપ્ટેમ્બર 1858, નડિયાદ; અ. 1 ઑક્ટોબર 1898, નડિયાદ) : ‘અભેદમાર્ગપ્રવાસી’. અગ્રણી ગુજરાતી સાહિત્યકાર, સમર્થ તત્વજ્ઞ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન. વતન નડિયાદમાં પિતા નભુભાઈ ગોરપદું કરતા. માતાનું નામ નિરધાર. પ્રાથમિક  શિક્ષણ દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળમાં. અંગ્રેજી બીજા ધોરણમાં ઝવેરલાલ લલ્લુભાઈ નામના શિક્ષકની દોરવણીને પ્રતાપે પ્રથમ નંબરે…

વધુ વાંચો >

નાટક

નાટક : ભારતમાં ભારતમાં એનો ઇતિહાસ : ભારતમાં રંગભૂમિનો ઇતિહાસ રસિક  છે, એટલો દુ:ખદ પણ છે. સંસ્કૃત નાટકો ભજવાતાં ત્યારે ક્યાં ભજવાતાં એ માટે રાજાના મહેલમાં એવી અટકળ કરવામાં આવે છે, તો દક્ષિણ ભારતમાં દેવમંદિરના મંડપમાં ભજવાતાં એવી નક્કર સાબિતીઓ પણ મળે છે. પણ એ બધી પ્રવૃત્તિઓ ચાલી ઈ. સ.…

વધુ વાંચો >

પ્રથમપુરુષ કથનપદ્ધતિ (First Person Narration)

પ્રથમપુરુષ કથનપદ્ધતિ (First Person Narration) : નવલકથામાં પ્રયોજાતી કથનની વિશિષ્ટ પદ્ધતિ. મોટાભાગની નવલકથાઓ સીધી કથનપદ્ધતિથી લખાય છે. તેમાં લેખક પોતે જ વાર્તાકથન કરે છે. પોતે સર્વજ્ઞ હોય તે રીતે પાત્રપ્રસંગની ગોઠવણી કરીને લેખક વાર્તા કહેતો જાય છે. કેટલીક વાર વચ્ચે વચ્ચે સ્વગતોક્તિઓ, સ્વપ્નો, પત્રો, રોજનીશીના ટુકડા વગેરે મૂકીને પાત્રોના આંતરજીવનમાં…

વધુ વાંચો >

બારાડી, હસમુખ જમનાદાસ 

બારાડી, હસમુખ જમનાદાસ  (જ. 23 ડિસેમ્બર 1938, રાજકોટ; અ. 4 ફેબ્રુઆરી 2017, અમદાવાદ) : ગુજરાતી નાટ્યકાર, દિગ્દર્શક અને નાટ્યવિવેચક. વતન રાજકોટ. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ રાજકોટમાં. 1961માં ત્યાંની જ સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીમાંથી નાટ્યદિગ્દર્શન વિષયનો ડિપ્લોમા મેળવ્યો. 1964માં અંગ્રેજી–સંસ્કૃત વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી બી.એ. થયા. 1972માં મૉસ્કોની યુનાચાર્સ્કી યુનિવર્સિટીમાંથી થિયેટર–ઇતિહાસના…

વધુ વાંચો >

મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ

મહેતા, ચન્દ્રવદન ચીમનલાલ (જ. 6 એપ્રિલ 1901, સૂરત; અ. 4 મે 1991, વડોદરા) : ગુજરાતના સમર્થ નાટ્યકાર, નાટ્યવિદ, કવિ અને આત્મકથાકાર. પિતાને વડોદરામાં રેલવેમાં નોકરી એટલે બાળપણ વડોદરામાં વીતેલું. પ્રાથમિક શિક્ષણ વડોદરામાં અને માધ્યમિક શિક્ષણ સૂરતમાં. શિક્ષકોએ સાહિત્ય અને ઇતિહાસનો રસ લગાડેલો. ‘કાવ્યદોહન’, ‘ચંદ્રકાન્ત’, ‘હિન્દ અને બ્રિટાનિયા’, ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કુસુમમાળા’…

વધુ વાંચો >

વચનામૃત

વચનામૃત : ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર સ્વામી સહજાનંદે (1781-1830) પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉદ્દેશીને કહેલાં બોધવચનો. ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક નવજાગૃતિ(renaissance)નો યુગ બેઠો તેનાં પ્રથમ કિરણો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ફૂટ્યાં હતાં. ઈ. સ. 1800માં ખ્રિસ્તી ધર્મપ્રચારકો ગુજરાતમાં પ્રવેશહક્ક મેળવવા મથી રહ્યા હતા ત્યારે અયોધ્યા નજીક છપૈયા ગામના વતની…

વધુ વાંચો >

શર્વિલક

શર્વિલક (1957) : વિશિષ્ટ ગુજરાતી નાટક. લેખક રસિકલાલ છોટાલાલ પરીખ (1897-1982). સંસ્કૃત નાટ્યકાર શૂદ્રકના ‘મૃચ્છકટિક’ તથા તેની પહેલાંના ભાસકૃત ‘દરિદ્ર ચારુદત્ત’ને અનુસરીને લેખકે ‘શર્વિલક’ની રચના કરી છે. બંને સંસ્કૃત નાટકોના અમુક અંશોનો ખાસ કરીને શ્ર્લોકોનો સીધો અનુવાદ તેમણે કરેલો છે. તેમ છતાં આ નાટક નથી અનુવાદ કે નથી અનુકૃતિ. ‘દરિદ્ર…

વધુ વાંચો >

સાહિત્યસંસદ

સાહિત્યસંસદ : મુંબઈમાં કનૈયાલાલ મુનશીએ માર્ચ 1922માં સ્થાપેલી સાહિત્યસંસ્થા. વિજયરાય વૈદ્ય તેના આરંભનાં બે વર્ષોમાં સ્થાપક સેક્રેટરી હતા. 1922થી 1942 દરમિયાનનાં વીસ વર્ષના ગાળામાં આ સંસ્થા ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિના ક્ષેત્રમાં ઘણી સક્રિય હતી. મુનશીદંપતીએ ગુજરાતની સાંસ્કારિક અસ્મિતાને ઉજાગર કરવાના હેતુથી આ સંસ્થા દ્વારા વિવિધ સાહિત્યિક અને સાંસ્કારિક પ્રવૃત્તિઓ ચલાવી…

વધુ વાંચો >

સાહિત્યિક ઇતિહાસ

સાહિત્યિક ઇતિહાસ : સાહિત્યની ગતિવિધિનો વિકાસ દર્શાવતો કાલક્રમાનુસારી અધિકૃત આલેખ. સાહિત્યના ઇતિહાસ વિશે કર્તા અને કૃતિની કાલક્રમાનુસારી ગોઠવણી અને તેમનો વિવેચનાત્મક પરિચય એવો સ્થૂળ ખ્યાલ ઘણુંખરું પ્રવર્તતો હોય છે. સાહિત્યનો ઇતિહાસ લખનાર કાં તો સાહિત્યને નિમિત્તે તેમાં ઊતરેલી સમકાલીન સમાજની તાસીર પર ભાર મૂકે છે અથવા તો તેનું લખાણ ઇતિહાસ…

વધુ વાંચો >

સુદર્શન

સુદર્શન : ગુજરાતી સાહિત્યના સાક્ષર યુગનું અગ્રણી માસિક પત્ર. સ્થાપના : ઑક્ટોબર, 1890. તંત્રી : મણિલાલ નભુભાઈ દ્વિવેદી. મ. ન. દ્વિવેદી ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા. લેખનકાર્ય દ્વારા પ્રજાને સ્વધર્મનું રહસ્ય સમજાવીને તેનું સાંસ્કૃતિક ઉત્થાન સાધવાનો તેમનો ઉદ્દેશ હતો, વસ્તુત: તે જ તેમનું જીવનકાર્ય (mission) બની રહ્યું હતું. આથી નર્મદ, નવલરામ, રમણભાઈ,…

વધુ વાંચો >