ધર્મ-પુરાણ

રાબિયા બસરી

રાબિયા બસરી (જ. 714 કે 718; અ. 801, બસરા, ઇરાક) : મહાન સૂફીવાદી સ્ત્રી-સંત. કૈસિયવંશના એક ગરીબ પરિવારમાં જન્મેલ રાબિયાને બાળપણમાં કોઈ ઉઠાવી ગયું હતું અને તેમને દાસીરૂપે વેચી નાખવામાં આવ્યાં હતાં. બચપણથી જ ધાર્મિક વૃત્તિ અને અલ્લાહ પરની અપાર શ્રદ્ધાને લઈને માલિકે તેમને દાસીપણામાંથી મુક્ત કર્યાં હતાં. તે પછી…

વધુ વાંચો >

રામ

રામ : સંસ્કૃત મહાકાવ્ય ‘રામાયણ’નું મુખ્ય પાત્ર. સરયૂતટસ્થ અયોધ્યાના ઇક્ષ્વાકુવંશીય રાજા દશરથ અને મહારાણી કૌશલ્યાના જ્યેષ્ઠ પુત્ર. મહામાનવ, મર્યાદાપુરુષોત્તમ, રઘુનાથ, રઘુપતિ, રાઘવ. એ જ આત્મારામ, અન્તર્યામી, પરમાત્મા. મહાતેજસ્વી અને સત્યપરાક્રમી. ગાંધીજીને પ્રિય ધૂન ‘રઘુપતિ રાઘવ રાજા રામ, પતિતપાવન સીતારામ’ અને સ્વામી રામદાસની પ્રસિદ્ધ ધૂન ‘શ્રીરામ જય રામ જય જય રામ’…

વધુ વાંચો >

રામકૃષ્ણ પરમહંસ

રામકૃષ્ણ પરમહંસ (જ. 18 ફેબ્રુઆરી 1836, કામારપુકુર; અ. 15 ઑગસ્ટ 1886) : અર્વાચીન ભારતના મહાન સંત. મૂળ નામ ગદાધર. પિતા ખુદીરામ ચૅટરજી. નાનપણથી જ તેઓ રહસ્યવાદી દર્શનોની અનુભૂતિ કરતા હતા. માટીની મૂર્તિઓ બનાવવામાં તેમને ઘણો રસ હતો. શાળાના શિક્ષણ પ્રત્યે તેમને રુચિ ન હતી. પિતાનું અવસાન થતાં 17 વર્ષની ઉંમરે…

વધુ વાંચો >

રામચરણ

રામચરણ (જ. 1719, સૂરસેન, રાજસ્થાન; અ. 1798) : રામસનેહી સંપ્રદાયના સ્થાપક સંત. પૂર્વ કાળનું નામ રામકૃષ્ણ. વૈશ્ય પરિવારમાં જન્મ. મોટા થયે જયપુરના દરબારમાં નોકરી લીધી. 21મે વર્ષે એક ઘટનાથી જીવનપલટો આવ્યો. સ્વપ્નમાં પોતે નદીમાં તણાતા હતા ત્યારે કોઈ સાધુએ બચાવી લીધાનું દૃશ્ય જોયું. ઘર છોડી એ સાધુને શોધવા નીકળી પડ્યા.…

વધુ વાંચો >

રામતીર્થ, સ્વામી

રામતીર્થ, સ્વામી (જ. 22 ઑક્ટોબર 1873, મુરાલીવાલા, જિ. ગુજરાનવાલા, પંજાબ; અ. 17 ઑક્ટોબર 1906, ટિહરી) : આધુનિક કાલના આદર્શ સંન્યાસી અને પ્રસિદ્ધ વેદાંતી વિદ્વાન. મૂળ નામ તીર્થરામ. પિતા હીરાનંદ ગોસ્વામી ગરીબ પુરોહિત હતા. તીર્થરામ નાના હતા ત્યારે માતાનું અવસાન થયું, તેથી મોટાભાઈની દેખરેખ નીચે ઊછર્યા. ઘણી મુશ્કેલ પરિસ્થિતિમાં તેમનો શાળા…

વધુ વાંચો >

રામદાસ (ગુરુ)

રામદાસ (ગુરુ) (જ. 1534; અ. 1581) : અમૃતસરનો પાયો નાખનાર શીખોના ચોથા ગુરુ. મૂળ નામ જેઠા. લાહોર પાસે ચુનેમંડી ગામે ખત્રી જાતિના સોધિ કુટુંબમાં જન્મ. પિતા હરિદાસ, માતા દયાકુંવરી. બાર વર્ષની વયે માતાપિતાનું અવસાન થતાં દાદી પાસે ઊછર્યા. નાનપણથી સાધુસંતોનાં દર્શન કરવા અને કથાવાર્તા સાંભળવા જતા. એક વાર શીખોના ગુરુ…

વધુ વાંચો >

રામદાસ, સ્વામી

રામદાસ, સ્વામી (જ. ચૈત્ર સુદ 9, શક સંવત 1530 (ઈ. સ. 1608), જાંબ, મહારાષ્ટ્ર; અ. મહા સુદ 6, શક સંવત 1603 (ઈ. સ. 1682), સજ્જનગડ, જિ. સાતારા) : મહારાષ્ટ્રના મહાન માનવધર્મી સંતપુરુષ તથા રામદાસી સંપ્રદાયના સ્થાપક, વિરક્ત રાજકારણી, શક્તિના ઉપાસક અને છત્રપતિ શિવાજી મહારાજના ગુરુ. સૂર્યોપાસક બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ…

વધુ વાંચો >

રામદાસી સંપ્રદાય

રામદાસી સંપ્રદાય : મહારાષ્ટ્રના અગ્રણી સંત સ્વામી રામદાસ (1608-81) દ્વારા સંસ્થાપિત ધાર્મિક સંપ્રદાય. તે શ્રી સંપ્રદાય, દાસ સંપ્રદાય, સમર્થ સંપ્રદાય જેવાં વિવિધ નામથી પણ ઓળખાય છે. સ્વામી રામદાસે તત્કાલીન પરિસ્થિતિને અનુસરીને તેમના આ સંપ્રદાયની રચના કરી હતી. પોતાના જીવનકાળ દરમિયાન તે જે ધર્મકાર્ય અને રાષ્ટ્રકાર્ય કરવા માગતા હતા તે કાર્યો…

વધુ વાંચો >

રામનવમી

રામનવમી : હિંદુ ધર્મનો તહેવાર. રાવણ વગેરે રાક્ષસોનો સંહાર કરવા રઘુવંશના રાજા દશરથ અને તેમની પટરાણી કૌસલ્યાને ત્યાં ભગવાન વિષ્ણુએ મનુષ્ય અવતાર લીધો તે રામની જન્મતિથિ ચૈત્ર સુદ નોમ રામનવમી તરીકે ઓળખાય છે. રામ તે દિવસે બપોરે બાર વાગ્યે જન્મ્યા હતા. રામનો જન્મ પુનર્વસુ નક્ષત્રમાં ચંદ્ર હતો અને સૂર્ય મેષ…

વધુ વાંચો >

રામસનેહી સંપ્રદાય

રામસનેહી સંપ્રદાય : જુઓ રામચરણ

વધુ વાંચો >