ધર્મ-પુરાણ
રવિભાણ સંપ્રદાય
રવિભાણ સંપ્રદાય : રવિસાહેબ અને તેમના ગુરુ ભાણસાહેબે પ્રવર્તાવેલો સંપ્રદાય. રવિભાણ સંપ્રદાય નામાભિધાનમાં બે વ્યક્તિનામો અથવા બે વિભૂતિનામોનો સમાસ છે. એક રવિ અને બીજા ભાણ. રવિ એટલે ભાણસાહેબના શિષ્ય રવિસાહેબ અને ભાણસાહેબ એટલે ગુજરાતમાં રામકબીરિયા શાખાના પ્રવર્તક અને રવિભાણ સંપ્રદાયના આદ્યસ્થાપક. ભાણકબીર તરીકે પણ તેઓ ઓળખાય છે. આમ રવિભાણ સંપ્રદાયનું…
વધુ વાંચો >રંગ અવધૂત
રંગ અવધૂત (જ. 21 નવેમ્બર 1898, ગોધરા; અ. 19 નવેમ્બર 1968, હરદ્વાર, ઉત્તરપ્રદેશ) : નારેશ્વરના લોકપ્રિય અવધૂતી સંત. મૂળ નામ પાંડુરંગ. ગોધરામાં સ્થિર થયેલા મરાઠી બ્રાહ્મણ પરિવારમાં જન્મ. મૂળ વતની રત્નાગિરિ જિલ્લાના સંગમેશ્વર તાલુકાના દેવળ ગામના. પિતાનું નામ વિઠ્ઠલ વળામે અને માતાનું નામ રુક્મિણી. પાંચ વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન…
વધુ વાંચો >રંભા
રંભા : કશ્યપ અને પ્રાધાની કન્યા. એક અતિ સુંદર અપ્સરા. તે કુબેરની સભામાં નૃત્ય દ્વારા મનોરંજન કરાવતી હતી. કુબેરના પુત્ર નલ-કુબેર સાથે એ પત્ની રૂપે રહેતી હતી. રાવણે એનો ઉપહાસ કરતાં રંભાએ રાવણને શાપ આપેલો કે તે કોઈ પણ સ્ત્રીને એની ઇચ્છા વિરુદ્ધ સ્પર્શ કરશે તો તેણે તેના પ્રાણ ગુમાવવા…
વધુ વાંચો >રાગાનુરાગ સંબંધ રૂપા ભક્તિ
રાગાનુરાગ સંબંધ રૂપા ભક્તિ : અનુરાગ દ્વારા ભગવાન સાથે સંબંધ સ્થાપિત કરાવનારી ભક્તિ. રૂપ ગોસ્વામીએ ગૌણી ભક્તિના એક પેટા-પ્રકારમાં આ ભક્તિ પ્રકારને મૂકી છે. ભક્ત અને ભગવાન વચ્ચેના સંબંધ પરત્વે ચાર પ્રકાર પ્રવર્તે છે : (1) દાસ્ય, (2) સખ્ય, (3) વાત્સલ્ય અને (4) દામ્પત્ય. હનુમાનનો રામચંદ્ર સાથે દાસ્ય-સંબંધ છે. સુદામા,…
વધુ વાંચો >રાઝી, ઇમામ ફખ્રુદ્દીન
રાઝી, ઇમામ ફખ્રુદ્દીન (જ. 1149; અ. 1209) : પવિત્ર કુરાનના તફસીર-લેખક તથા પ્રસિદ્ધ ધર્મજ્ઞાની. આખું નામ અબૂ અબ્દુલ્લાહ મુહમ્મદ બિન ઉમર ઉર્ફે ઇમામ ફખ્ર રાઝી. મફાતિહુલ ગૈબ અથવા અલ-તફસીર અલ-કબીર નામની તેમની તફસીર (અર્થાત્ પવિત્ર કુરાન ઉપરનું અરબી ભાષામાં વિવરણ) આજે પણ વિશ્વભરમાં પાઠ્યપુસ્તક તરીકે માન્યતા ધરાવે છે. તેમનો જન્મ…
વધુ વાંચો >રાણકપુરનું મંદિર
રાણકપુરનું મંદિર : રાજસ્થાનનું એક જાણીતું કલાસમૃદ્ધ જૈન તીર્થ. રાજસ્થાનમાં ફાલના સ્ટેશનથી 22 માઈલ દૂર રાણકપુર આવેલું છે. રાણા કુંભાના મંત્રી ધરણ શાહે આચાર્ય સોમસુંદરજીની પ્રેરણાથી આ ચતુર્મુખ (ચોમુખ) મંદિર બંધાવ્યું હતું. શિલ્પી દેવા અથવા દેપાક આ મંદિરના સ્થપતિ હતા. વિ. સં. 1446માં શરૂ કરવામાં આવેલા આ મંદિરનું બાંધકામ 50…
વધુ વાંચો >રાત્રિ-દેવતા
રાત્રિ-દેવતા : એક વૈદિક દેવી. ઋગ્વેદમાં ઉષા વગેરે દેવીઓની વાત કરવામાં આવી છે તેમાં રાત્રિ પણ એક દેવી છે. ઉષા જેમ પ્રકૃતિનું તત્વ છે, તેમ રાત્રિ પણ પ્રકૃતિનું તત્વ છે. દિવસને અંતે આવતી રાત્રિ પણ દિવસની પૂર્વે આવતી ઉષાની જેમ દ્યુની એટલે અંતરિક્ષની દીકરી છે. ઋગ્વેદમાં જે દેવદેવીઓ પોતાના મૂળ…
વધુ વાંચો >રાધા (રાધિકા)
રાધા (રાધિકા) : શ્રીકૃષ્ણની પ્રેયસી અને કૃષ્ણલીલામાં ભાગ લેનાર ગોપીવિશેષ. વૈષ્ણવ ધર્મમાં, ખાસ કરીને ભાગવત સંપ્રદાયમાં મહત્વનું સ્થાન ધરાવનારા અને વસુદેવપુત્ર શ્રીકૃષ્ણની સાથે બાલલીલાઓમાં રાધા કેન્દ્રસ્થાને રહેલાં છે. રાધાના ઉલ્લેખો પ્રાચીન લોકસાહિત્યમાં ત્રીજીથી પાંચમી સદીના ગ્રંથોમાં ઉપલબ્ધ છે; પરંતુ મહાભારત અને અષ્ટાદશ પુરાણો પૈકી પ્રાચીન પુરાણોમાં રાધાનો ઉલ્લેખ ભાગ્યે જ…
વધુ વાંચો >રાધાવલ્લભીય સંપ્રદાય
રાધાવલ્લભીય સંપ્રદાય : હિંદુ ધર્મનો એક સંપ્રદાય. ઈ. પૂ. 1000થી વૈદિકી હિંસાની સામે પાંચ રાત્ર સંપ્રદાય[બીજાં નામ (1) ઐકાંતિક સંપ્રદાય, (2) સાત્વત સંપ્રદાય અને (3) ભાગવત માર્ગ]નો વિકાસ થયો હતો, જેમાં ઇષ્ટદેવ તરીકે વિષ્ણુ-નારાયણ અને એમના વિવિધ અવતારોની અર્ચના-ભક્તિ વિકસતી રહી. એ સંપ્રદાયમાં વાસુદેવ-સંકર્ષણ-પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચાર વ્યૂહોનો સમાદર…
વધુ વાંચો >રાધાસ્વામી સંપ્રદાય
રાધાસ્વામી સંપ્રદાય : વૈષ્ણવ ધર્મની એક શાખા. આ સંપ્રદાયનું બીજું નામ ‘સંતમત’ છે. આ સંપ્રદાયના સ્થાપક હુજુર રાધાસ્વામી દયાલ હતા. જેમને આદરાર્થ સ્વામીજી મહારાજ કહે છે. તેમનો જન્મ વિ. સ. 1875(ઈ. સ. 1819)માં થયો હતો. પાંચ-છ વર્ષની નાની ઉંમરથી તેઓ ઉપદેશ આપતા હતા. તે પછી પંદર વર્ષ સુધી પોતાના ઘરની…
વધુ વાંચો >