ધર્મ-પુરાણ

યજ્ઞ

યજ્ઞ : વૈદિક સાહિત્યમાં રજૂ થયેલો, દેવોને હવિ આપી પ્રસન્ન કરવાનો ધાર્મિક વિધિ. વૈદિક અને પ્રશિષ્ટ સંસ્કૃતમાં ‘યજ્ઞ’ના ‘પૂજા’, ‘ભક્તિ’, ‘દાન’, ‘બલિ’ વગેરે ઘણા અર્થો છે. પરંતુ સામાન્યત: આ શબ્દ ‘યજનકર્મ’ના અર્થમાં રૂઢ થયેલો છે એવી ‘નિરુક્ત’(3–4–19)માં નોંધ છે. ‘ભાટ્ટદીપિકા’ (4–2–12) આની સ્પષ્ટતા કરતાં જણાવે છે કે દેવતાને ઉદ્દેશીને જેમાં…

વધુ વાંચો >

યજ્ઞપુરુષ

યજ્ઞપુરુષ : સમષ્ટિરૂપ સ્થૂળ જગતની પ્રતિકૃતિરૂપ યજ્ઞ. ઋગ્વેદમાં ઋષિઓએ યજ્ઞને સમષ્ટિરૂપ પુરુષ કહ્યો છે.   ચંદ્રમા એનું મન છે, સૂર્ય એની આંખ છે, વાયુ એના કર્ણ છે અને પ્રાણ તેમજ અગ્નિ એનું મુખ છે. આ રીતે વૈદિક યજ્ઞપુરુષ યજ્ઞદેવના પ્રતીકરૂપ હતા. યજ્ઞ-ફળમાં પણ એથી એમનો ભાગ ગણાતો. યજ્ઞપુરુષ આ મહત્તાને કારણે…

વધુ વાંચો >

યજ્ઞશાળા

યજ્ઞશાળા : યજ્ઞનું અનુષ્ઠાન કરવા માટેનો અલાયદો ખંડ કે મંડપ. વેદકાળમાં યજ્ઞશાળા રૂપે ઘરનો એક ખંડ પ્રયોજાતો અને તેમાં નિત્ય અને નૈમિત્તિક એમ બંને પ્રકારના હોમ કરવામાં આવતા. મોટા ઉત્સવો, પર્વો તેમજ જાહેર અને વિશિષ્ટ યાજ્ઞિક અનુષ્ઠાનો કરવા પ્રસંગે અલગ યજ્ઞમંડપ ઊભો કરાતો. તેમાં મધ્યમાં યજ્ઞકુંડની રચના શુલ્વાદિસૂત્ર ગ્રંથાનુસારે થતી.…

વધુ વાંચો >

યજ્ઞોપવીત

યજ્ઞોપવીત : જુઓ સંસ્કાર

વધુ વાંચો >

યમી વૈવસ્વતી

યમી વૈવસ્વતી : ઋગ્વેદ અનુસાર સૂર્યવિવસ્વત્ની પુત્રી. ઋગ્વેદ 10–17–1, 2માં કથા છે, તે મુજબ ત્વષ્ટાએ પોતાની પુત્રી સરણ્યુને વિવસ્વત્ (સૂર્ય) સાથે પરણાવી હતી. તેનાથી વિવસ્વત્ને સંતાનયુગ્મ પ્રાપ્ત થયું : યમ અને યમી. આ રીતે યમી વિવસ્વત્ની પુત્રી હોવાથી યમી વૈવસ્વતી તરીકે પ્રસિદ્ધ થઈ. શ્રીમદભાગવત 6–6–40માં એની માતાનું નામ ‘સંજ્ઞા’ આપ્યું…

વધુ વાંચો >

યશોદા

યશોદા : વ્રજના ગોપ જાતિના પ્રમુખ નંદગોપની પત્ની, જેણે બાલકૃષ્ણનું પાલનપોષણ કર્યું હતું. કંસના કારાગૃહમાં કૃષ્ણનો જન્મ થયો તે સમયે યશોદાએ પણ એક કન્યાને જન્મ આપ્યો હતો. વસુદેવ કૃષ્ણને યશોદા પાસે મૂકીને એ કન્યાને લઈ આવ્યા હતા. પુરાણો પ્રમાણે પૂર્વજન્મમાં નંદ-યશોદા ક્રમશઃ વસુઓના પ્રમુખ દ્રોણ અને તેની પત્ની ધરા હતાં.…

વધુ વાંચો >

યશોધરા

યશોધરા : સિદ્ધાર્થ ગૌતમની પત્ની અને એમના પુત્ર રાહુલની માતા. બૌદ્ધ સાહિત્યમાં એને સુભદ્રકા, બિંબા  અને ગોપા પણ કહેલ છે. તેનો અને સિદ્ધાર્થનો જન્મ એક જ દિવસે થયો હતો. 16 વર્ષની વયે તેનું સિદ્ધાર્થ સાથે લગ્ન થયું હતું. યશોધરાને સિદ્ધાર્થથી રાહુલ નામે પુત્ર જન્મ્યો હતો. સિદ્ધાર્થને જીવનની અસારતા જણાતાં તેમણે…

વધુ વાંચો >

યહૂદી ધર્મ

યહૂદી ધર્મ જગતના જાણીતા ધર્મોમાંનો એક ધર્મ. યહૂદી ધર્મનો પાયો ‘તોરાહ’ છે, જેનો અર્થ ‘law’, ‘કાયદો’, ‘નિયમ’ એવો કરવામાં આવે છે; પણ ‘ઉપદેશ’, ‘માર્ગદર્શન’ એ વધારે ઉચિત ગણાય. સંકુચિત અર્થમાં ‘તોરાહ’નો મતલબ સિનાઈ પર્વત પર મોશે (Moses) પયગંબરને ઈશ્વરનો આવિષ્કાર થયો અને તેમને ઉપદેશ મળ્યો, જે મોશેના પાંચ ગ્રંથોમાં સંગૃહીત…

વધુ વાંચો >

યાજુષ સર્વાનુક્રમણી

યાજુષ સર્વાનુક્રમણી : યજુર્વેદની વિવિધ સૂચિઓનો ગ્રંથ. વેદના અભ્યાસ માટે વેદાંગો જેવું જ સહાયક સર્વાનુક્રમણી સાહિત્ય અસ્તિત્વમાં આવ્યું હતું. સર્વાનુક્રમણી એટલે વેદના દેવ, છંદ વિશેનો શબ્દસંગ્રહ (concordance) એમ કહી શકાય. વિશેષ સંદર્ભને માટે આ સર્વાનુક્રમણીઓ ઉપયોગી બની. પ્રત્યેક વેદ અને તેની શાખા માટે અલગ સર્વાનુક્રમણી રચવામાં આવી. વેદનાં છંદ, ઋષિ,…

વધુ વાંચો >

યામુનાચાર્ય

યામુનાચાર્ય (જ. 918, દક્ષિણ ભારત; અ. 1038) : વૈષ્ણવ ભક્તિસંપ્રદાયના વિદ્વાન લેખક, આચાર્ય. તેમનું બીજું નામ હતું આલ વન્દાર. યમુનાતીરે વાસ કરતા દાદા નાથમુનિની ઇચ્છાથી, પિતા ઈશ્વરમુનિએ તેમનું નામ ‘યામુન’ પાડ્યું હતું. નાથમુનિ પછી, શિષ્ય-પરંપરા પ્રમાણે ક્રમશ: પુણ્ડરીક અને રામ મિશ્ર આચાર્યપદ પર આવ્યા હતા. ઈ. સ. 973માં એ પદ…

વધુ વાંચો >