ધર્મ-પુરાણ

મત્સ્યેંદ્રનાથ

મત્સ્યેંદ્રનાથ(નવમી સદી) : નાથ સંપ્રદાયના પ્રવર્તક સિદ્ધયોગી. તેઓ ‘મીનપાલ’, ‘મીનનાથ’, ‘મીનાનાથ’, ‘મચ્છેન્દ્રપા’, ‘મચ્છન્દરનાથ’ના નામે પણ પ્રસિદ્ધ છે. તેમના જીવન વિશે અનેક દંતકથાઓ પ્રચલિત છે. તે પરથી જણાય છે કે તેઓ જાતિએ માછીમાર હતા અને પૂર્વ ભારતમાં કામરૂપ અર્થાત આસામ પ્રદેશમાં સંભવત: ચંદ્રગિરિ કે ચંદ્રદ્વીપની  સમીપ લૌહિત્યનદના તટે રહેતા હતા. આ…

વધુ વાંચો >

મધુસૂદનદાસ

મધુસૂદનદાસ : રામાનુજ સંપ્રદાયના વૈષ્ણવ કવિ. મૂળ ઇટાવા(જિ. ઇટાવા)ના નિવાસી માથુર ચોબે મધુસૂદનદાસના ‘રામાશ્વમેધ’ નામે એક માત્ર રચના ઉપલબ્ધ થઈ છે જેનાથી એમની ભારે ખ્યાતિ થઈ છે. કોઈ ગોવિંદદાસ નામની વ્યક્તિની પ્રેરણાથી તેમણે ઈ. સ. 1782માં આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ પદ્મપુરાણના પાતાલખંડમાં વર્ણિત રામાશ્વમેઘના કથાનક પર આધારિત…

વધુ વાંચો >

મધુસૂદનદાસજી મહારાજ

મધુસૂદનદાસજી મહારાજ (જ. 1902, દુર્ગાડિહ, જિ. શાહબાદ, બંગાળ; અ. 29 ઑગસ્ટ 1994) : ધ્યાનયોગી સંત. પૂર્વાશ્રમનું નામ કાશીનાથ. માતા સંપત્તિદેવી અને પિતા શ્રીરામદહિનજીનું આઠમું સંતાન. અગિયાર વર્ષની ઉંમરે કાશીનાથે ગૃહત્યાગ કર્યો. તેઓ પગપાળા કાશી પહોંચ્યા; પરંતુ ત્યાં એક સાધુ દ્વારા તેઓ ઓળખાઈ જતાં ફરી પાછા પોતાને ઘેર પાછું ફરવું પડ્યું.…

વધુ વાંચો >

મધ્વાચાર્ય

મધ્વાચાર્ય (1199–1294) : ભારતીય તત્વજ્ઞાનમાં દ્વૈતવાદના સ્થાપક આચાર્ય. દક્ષિણ ભારતમાં ઉડૂપીથી 8 માઈલ દૂર તુલુવ અથવા રજત કે કલ્યાણપુર નામના ગામમાં જન્મ્યા હતા. પિતાનું નામ મધ્યગેહ ભટ્ટ હતું અને માતાનું નામ વેદવતી હતું. પિતાએ અનંતેશ્વરની ઉપાસના કરી તે પછી મધ્વનો જન્મ થયેલો. તેમનું મૂળ નામ વાસુદેવ હતું. સંન્યાસ લીધા પછી…

વધુ વાંચો >

મરિયમ્મા

મરિયમ્મા : જુઓ શીતળા માતા

વધુ વાંચો >

મલ્લિક, ગુરુદયાલ

મલ્લિક, ગુરુદયાલ [જ. 7 જુલાઈ 1897, ડેરા ઇસ્માઈલખાન (હાલ પ. બંગાળ); અ. 14 એપ્રિલ 1970] : સૂફી સંત. ‘ચાચાજી’ના નામે જાણીતા. એમના પિતા નારાયણદાસ ક્વેટામાં સરકારી અધિકારી. પરિણામે ભાઈ-બહેનો માતા પાસે જ રહેતાં. માતાએ જ ગુરુદયાલને પ્રાર્થના શક્તિ અને મનોબળ મહાશક્તિ હોવાનું શીખવેલું. શાળાનું શિક્ષણ ડેરા ઇસ્માઈલખાનમાં અને કૉલેજનું શિક્ષણ…

વધુ વાંચો >

મલ્લિનાથ (2)

મલ્લિનાથ (2) : જૈન ધર્મના 24 તીર્થંકરોમાં 19મા તીર્થંકર. તેઓ વર્તમાન અવસપ્પિણી કાળના 19મા તીર્થંકર છે. એમના પિતાનું નામ રાજા કુંભ અને માતાનું નામ પ્રભાવતી હતું. એમનાં માતાપિતા મિથિલાનાં રાજારાણી હતાં. તેથી તેમની જન્મભૂમિ મિથિલાનગરી હતી. તેઓ સમેતશિખરમાં નિર્વાણ પામેલા. મંગળ કળશ એ તેમનું ચિહ્ન છે. તેમના ગર્ભવાસ દરમિયાન તેમની…

વધુ વાંચો >

મસીહ

મસીહ : ઈશ્વરનો મોકલેલ પુરુષ ભવિષ્યમાં પયગંબર તરીકે આવશે અને બધાંનો ઉદ્ધાર કરી ઈશ્વરનું રાજ્ય સ્થાપશે એવી યહૂદી પ્રજાની વિશિષ્ટ ભાવના. હિબ્રૂ ભાષાના આ શબ્દનો મૂળ અર્થ છે અભિષિક્ત. ઇઝરાયલમાં રાજાની જગ્યાએ ગાદીએ બેસનાર રાજકુંવરનો રાજ્યાભિષેક તેલ ચોળીને કરવામાં આવતો. તેથી પ્રત્યેક રાજા અભિષિક્ત ગણાતો. ઈ. પૂ. આઠમી સદીમાં ઇઝરાયલ…

વધુ વાંચો >

મસ્તરામજી

મસ્તરામજી (જ. ?; અ. 1901, બોટાદ) : સૌરાષ્ટ્રના રામસનેહી પંથના અવધૂત. પૂર્વાશ્રમ અજ્ઞાત. તેમને પૂછતાં તેઓ બ્રહ્મને પોતાના પિતા, માયાને માતા અને વિશ્વને જન્મભૂમિ બતાવતા. સંભવત: બાળવય અયોધ્યામાં, યુવાની મારવાડમાં અને પ્રૌઢ તથા વૃદ્ધ અવસ્થા સૌરાષ્ટ્રમાં વીત્યાં. મારવાડની રામસનેહી પંથ-પરંપરાને સૌરાષ્ટ્રમાં ફેલાવનારા તેઓ અવધૂતી સંત હતા. ‘સાધુ તો ચલતા ભલા’…

વધુ વાંચો >

મહંમદ પેગંબર

મહંમદ પેગંબર (જ. 29 ઑગસ્ટ 570, મક્કા, અરબસ્તાન; અ. 12 જૂન, 632, મદીના) : ઇસ્લામના સ્થાપક અને પેગંબર. મક્કાના હાકેમ તથા મુહાફિઝ અને કાબાના પવિત્ર ધામના મુખી બની હાશિમના નામે ઓળખાતા અબ્દમુનાફના કુરેશ કુટુંબમાં તેઓ જન્મ્યા હતા. તેમના પિતાનું નામ અબ્દુલ્લા તથા માતાનું નામ અમીના હતું. તેમના જન્મ અગાઉ પિતા…

વધુ વાંચો >