ધર્મ-પુરાણ
બેનેડિક્ટ ઑવ્ નર્સિયા (સેંટ)
બેનેડિક્ટ ઑવ્ નર્સિયા (સેંટ) (જ. 480, નર્સિયા, લોમ્બાડર્ઝનું રાજ્ય, ઇટાલી; અ. 547, ફીસ્ટ ડે 21 માર્ચ અને 11 જુલાઈ) : મોન્ટી કેસિનોમાં બેનેડિક્ટાઇન મઠના સ્થાપક અને પાશ્ર્ચાત્ય મઠપદ્ધતિના પિતા. તેમણે ઘડેલા નિયમો સમગ્ર યુરોપમાં મઠમાં વસવાટ વાસ્તેના માન્ય (અધિકૃત) નિયમો બન્યા. ઈ. સ. 1964માં પોપ પૉલ 6ઠ્ઠાએ બેનેડિક્ટાઇન નિયમોને અનુસરતા…
વધુ વાંચો >બૈજનાથ મહારાજ
બૈજનાથ મહારાજ (જ. 5. માર્ચ 1935) : રાજસ્થાનના સીકર જિલ્લાના લક્ષ્મણગઢમાં આવેલ પ્રસિદ્ધ શ્રદ્ધાનાથજી મહારાજ આશ્રમના આધ્યાત્મિક શિક્ષક અને મહંત. તેમનો જન્મ લક્ષ્મણગઢની નિકટના પનલાવા ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયેલો. પાંચ વર્ષની ઉંમરે એ ગામના સંત શ્રી શ્રદ્ધાનાથજીના સંપર્કમાં આવ્યા, જે સંપર્ક 1985 સુધી અવિરત રહ્યો અને ગુરુની સાથે સમગ્ર…
વધુ વાંચો >બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા
બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થા (1907) : સ્વામિનારાયણ સંપ્રદાયની અગ્રણી સંસ્થા. શ્રી અક્ષરપુરુષોત્તમ સંસ્થાના મૂળમાં–કેન્દ્રમાં છે સહજાનંદ સ્વામી, (1781–1830). ઉત્તર ભારતમાં છપૈયા ગામે (અયોધ્યા નજીક) જન્મેલા સહજાનંદ સ્વામી અખિલ ભારત પદયાત્રા કરી ગુજરાતમાં સ્થાયી થયા હતા. 21 વર્ષની વયે આધ્યાત્મિક ધર્મધુરા સંભાળી યુગપરિવર્તનનું કાર્ય આરંભ્યું. તેમણે દલિતો, પીડિતો, પછાતો પ્રત્યે પૂર્ણ…
વધુ વાંચો >બોધિવૃક્ષ
બોધિવૃક્ષ : બુદ્ધને જેની નીચે જ્ઞાન થયેલું તે, ગયા શહેરથી 11 કિમી. દૂર આવેલું બૌદ્ધધર્મીઓએ અત્યંત પવિત્ર ગણેલું વૃક્ષ. બુદ્ધની મૂર્તિની પૂજા સ્થવિરવાદને માન્ય નહિ હોવાથી તેને બદલે અમુક પ્રતીકો જેવાં કે ધર્મચક્ર, બોધિવૃક્ષ, સ્તૂપ, ભિક્ષાપાત્ર વગેરેની પૂજા કરવાની શરૂઆત થઈ. બોધિવૃક્ષ (પીપળાનું ઝાડ) નીચે બુદ્ધને જ્ઞાનપ્રાપ્તિ થઈ તે દિવસે…
વધુ વાંચો >બોધિવૃક્ષ (શિલ્પ વિધાન)
બોધિવૃક્ષ (શિલ્પ વિધાન) : બુદ્ધની પ્રતિમાના સર્જન પહેલાં પ્રચલિત પૂજાનું મહત્વનું પ્રતીક. બૌદ્ધ સંપ્રદાયોમાં બોધિવૃક્ષને ‘જ્ઞાનવૃક્ષ’ તરીકે ઓળખવામાં આવે છે. જે વૃક્ષ નીચે બેસીને ગૌતમને બોધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં તેઓ બુદ્ધ થયા એ વૃક્ષને ‘બોધિવૃક્ષ’ કહેવામાં આવે છે. પ્રતીક તરીકે એ એક ચૈત્યનું સ્વરૂપ ધરાવે છે. એને ફરતી વેદિકા રચી તેની…
વધુ વાંચો >બોધિસત્વ
બોધિસત્વ : મહાયાન બુદ્ધોએ આદર્શ પરોપકારી બુદ્ધ પુરુષની કરેલી વિભાવના. ‘બુદ્ધ’ એટલે બોધ પામેલા, જાગેલા, જ્ઞાની. માયાદેવીના પેટે જન્મ્યા ત્યારથી ‘બોધિ’ પ્રાપ્ત થયું એ પહેલાં ગૌતમ બોધિસત્વ કહેવાતા. બોધિસત્વનું જીવન મનુષ્યોને પ્રેરણારૂપ હતું કારણ કે મનુષ્ય સ્વપ્રયત્નથી કેવો આધ્યાત્મિક વિકાસ સાધી શકે છે તેનું ર્દષ્ટાંત તે પૂરું પાડતું હતું. બોધિપ્રાપ્તિ…
વધુ વાંચો >બોનીફેસ-8
બોનીફેસ-8 (જ. 1235, અનાગ્નિ, ઇટાલી; અ. 11 ઑક્ટોબર 1303, રોમ) : 1294થી 1303 સુધી રોમના પોપ. 1294માં પોપ તરીકે ચૂંટાયા પછી ફ્રાન્સના રાજા ફિલિપ 4થા સાથે તેમને ઘણી વાર મતભેદો અને ઘર્ષણો થયાં હતાં. બિશપને દોષિત ઠરાવી એમને સજા કરવાની સત્તા રાજાને છે કે નહિ એ અંગે તેમની અને ફિલિપ…
વધુ વાંચો >બૌદ્ધ દર્શન
બૌદ્ધ દર્શન : ભારતનું એક નાસ્તિક દર્શન. જૈન અને ચાર્વાક મતોની જેમ વેદોના પ્રામાણ્યનો અસ્વીકાર કરવાને લઈને બૌદ્ધ મત પણ નાસ્તિક મત ગણાયો છે અને તેથી એનો ષડ્દર્શનોની શ્રેણીમાં સ્વીકાર થયો નથી. બૌદ્ધ દર્શન વૈવિધ્યપૂર્ણ, ગંભીર અને વિસ્તૃત છે. બૌદ્ધ દાર્શનિક ચિંતનના મુખ્ય છ સંપ્રદાયો છે : થેરવાદ, વૈભાષિક દર્શન…
વધુ વાંચો >બૌદ્ધ ધર્મ
બૌદ્ધ ધર્મ : પ્રાચીન ભારતમાં બુદ્ધ દ્વારા સ્થાપિત ધર્મ. શાક્ય વંશના કપિલવસ્તુમાં રાજધાની ધરાવતા રાજા શુદ્ધોદનના પુત્ર, યશોધરાના પતિ અને રાહુલના પિતા બુદ્ધે (મૂળ નામ સિદ્ધાર્થ અથવા સર્વાર્થસિદ્ધ) વૃદ્ધ, રોગી અને શબના આકસ્મિક દર્શનથી ગૃહત્યાગ કરી, બુદ્ધગયામાં બોધિવૃક્ષ નીચે જ્ઞાનપ્રાપ્તિ કરી જે ધર્મનો ઉપદેશ કર્યો તેનું નામ બૌદ્ધ ધર્મ. આમ…
વધુ વાંચો >બૌદ્ધ-સંગીતિ
બૌદ્ધ-સંગીતિ : બૌદ્ધ મહાસ્થવિરો(થેરો)ની ચાર મહાસભાઓ. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી રાજગૃહ(આધુનિક રાજગિરિ)માં પ્રથમ સંગીતિ મળી જેમાં બુદ્ધના મુખ્ય શિષ્ય મહાકશ્યપ અધ્યક્ષ હતા. બુદ્ધે પોતાના ઉપદેશોને લિપિબદ્ધ કરાવ્યા નહોતા આથી આ મહાસભા સમક્ષ એમના ત્રણ મુખ્ય શિષ્યો – મહાપંડિત મહાકશ્યપ, સહુથી વયોવૃદ્ધ ઉપાલિ અને સૌથી પ્રિય શિષ્ય આનંદે બુદ્ધના ઉપદેશોનું સમૂહગાન…
વધુ વાંચો >