ધર્મ-પુરાણ
પ્રેક્ષાધ્યાન
પ્રેક્ષાધ્યાન : જૈન પરંપરાની સાધનાપદ્ધતિ. પ્રેક્ષા શબ્દ સંસ્કૃત प्र + ईक्ष् ધાતુ પરથી બન્યો છે. તેનો અર્થ થાય છે બારીકાઈથી, સૂક્ષ્મતાથી જોવું. પ્રેક્ષાધ્યાનની સાધના એ આત્માને આત્મા દ્વારા ઓળખવાની વ્યવહારુ પદ્ધતિ છે. પ્રેક્ષાધ્યાન સાધનાનાં સૂત્રો નીચે મુજબ છે : (1) આત્મા દ્વારા આત્માને જુઓ; (2) સ્વયં સત્ય શોધો, તેમજ સર્વની…
વધુ વાંચો >પ્રૉટેસ્ટન્ટ
પ્રૉટેસ્ટન્ટ : ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય. ઈ. સ.ની સોળમી સદીમાં પશ્ચિમના ખ્રિસ્તી ધર્મમાં માર્ટિન લ્યૂથર(1483–1546)ની રાહબરી હેઠળ એક ધાર્મિક ક્રાંતિ થઈ, જેને કારણે ખ્રિસ્તી ધર્મની ત્રણ મુખ્ય શાખાઓમાંની જે એક શાખા અસ્તિત્વમાં આવી, તેનું નામ પ્રૉટેસ્ટન્ટ. આ સંપ્રદાય રોમના ખ્રિસ્તી ધર્મથી તબક્કાવાર અલગ થઈ ગયો. ખ્રિસ્તી ધર્મસંઘ અને વિશેષ કરીને…
વધુ વાંચો >ફકીર
ફકીર : ઇસ્લામ ધર્મના ત્યાગી કે વૈરાગી સાધુ. પવિત્ર કુરાનમાં (35:15) બધા મનુષ્યોને અલ્લાહના ‘ફકીર’ અર્થાત્ જરૂરતમંદ અને અલ્લાહને ‘ગની’ અર્થાત્ અ-જરૂરમતમંદ બતાવવામાં આવેલ છે. મુસ્લિમ સૂફીઓએ તેની વ્યાખ્યા આ રીતે કરી છે : ફકીર એ છે જે અલ્લાહ સિવાય કોઈ વસ્તુથી સંતોષ પામતો નથી. આધ્યાત્મિક રીતે જોઈએ તો ફકીર…
વધુ વાંચો >બગદાદી, ખતીબ
બગદાદી, ખતીબ (જ. 10 મે 1002, દર્ઝેજાન; અ. 5 સપ્ટેમ્બર 1071, બગદાદ) : ઇસ્લામ ધર્મના વિદ્વાન ઉપદેશક. આખું નામ અબૂબક્ર અહમદ બિન અલી બિન સાબિત. તેઓ એક ધર્મપ્રવચનકારના પુત્ર હતા. વિદ્યાપ્રાપ્તિ માટે બસરા, નિશાપુર, ઇસ્ફહાન, હમદાન અને દમાસ્કસ જેવાં જ્ઞાનકેન્દ્રોમાં ગયા. છેવટે અબ્બાસી વંશના પાટનગર બગદાદમાં વસવાટ કર્યો અને ત્યાંના…
વધુ વાંચો >બનાદાસ
બનાદાસ (જ. 1821 અશોકપુર, જિ. ગોંડ; અ. 1892 અયોધ્યા) : રામભક્તિના રસિક સંપ્રદાયમાં થયેલા સાકેત નિવાસી સંત કવિ. જાતિએ ક્ષત્રિય. પિતા ગુરુદત્તસિંહ. ઘરની આર્થિક સ્થિતિ સારી નહિ હોવાથી ભિનગા રાજ્ય- (બહરાઇચ)ની સેનામાં સાત વર્ષ સુધી નોકરી કરી. ઘેર પાછા આવ્યા. પોતાના એકના એક પુત્રનું અકાળ અવસાન થતાં પુત્રના શબ સાથે…
વધુ વાંચો >બનિયન, જૉન
બનિયન, જૉન (જ. 1628, એલસ્ટોવ, બેડફર્ડશાયર પરગણું, ઇંગ્લૅન્ડ; અ. 1688) : આંગ્લ ધર્મોપદેશક અને લેખક. સાવ સામાન્ય પરિવારમાં જન્મેલ જૉન બનિયન એક કારીગર પિતાના પુત્ર હતા. પ્રશિષ્ટ કહી શકાય એવા શિક્ષણથી સદંતર વંચિત એવા બનિયને તેમના સમકાલીનોમાંના કોઈનું પણ સાહિત્ય વાંચ્યું હોય એવી સંભાવના જણાતી નથી. કારકિર્દીના પ્રારંભે બાપીકા વ્યવસાયમાં…
વધુ વાંચો >બલદેવ વિદ્યાભૂષણ
બલદેવ વિદ્યાભૂષણ : 18મી સદીના ઓરિસાના જાણીતા વૈષ્ણવાચાર્ય. ઓરિસાના બાલેશ્વર જિલ્લાના રેમુના ગામમાં જન્મેલા વૈષ્ણવ હતા. ત્યાં પોતાનું બાળપણ વિતાવી વેદના અધ્યયન માટે તેઓ મૈસૂર ગયેલા. તેમણે જુદા જુદા ગુરુઓ પાસે અભ્યાસ કરેલો. પંડિત રાધાદામોદરદાસ અને પંડિત પીતાંબરદાસ પાસે તેમણે વિવિધ શાસ્ત્રોનો અભ્યાસ કરેલો. વિશ્વનાથ ચક્રવર્તી પાસે બંગાળના ચૈતન્ય સંપ્રદાયનું…
વધુ વાંચો >બલભદ્રપુરાણ
બલભદ્રપુરાણ : જૈનોનું પુરાણ. દિગંબર જૈનોનાં આગમોનાં ચાર જૂથમાંના પ્રથમાનુયોગમાં આવતાં પાંચ પુરાણોમાંનું એક. તેમાં જૈન રામકથા કહેલી હોવાથી અને રામને જૈનો ‘પદ્મ’ કહેતા હોવાથી આનું પ્રચલિત નામ ‘પદ્મપુરાણ (પઉમપુરાણ)’ છે; જોકે પુષ્પિકાઓમાં ‘બલહદ્દ પુરાણ’ એવું સ્પષ્ટ લખ્યું છે. જૈન પરંપરામાં રામ આઠમા બલભદ્ર ગણાતા હોવાથી આ નામ યથાર્થ છે.…
વધુ વાંચો >બલરામ
બલરામ : મહાભારતનું પાત્ર. તેઓ શ્રીકૃષ્ણના મોટાભાઈ અને વસુદેવ–દેવકીના સાતમા પુત્ર; પરંતુ કંસથી બચાવવા માટે, ગોકુળમાં રહેતી વસુદેવ-પત્ની રોહિણીના ગર્ભમાં તેમને સંક્રાન્ત કરવામાં આવ્યા હતા. તેમનો ઉછેર વ્રજ–વૃંદાવનમાં થયો હતો, જ્યાં તેમણે ધેનુક–પ્રલંબ જેવા દાનવોને હણ્યા હતા. શાસ્ત્રાધ્યયન માટે, સાંદીપનિના આશ્રમમાં પણ કૃષ્ણ સાથે તેઓ રહ્યા હતા. ‘બલરામ’ નામકરણની પાછળ…
વધુ વાંચો >બલિ
બલિ : ભારતીય પૌરાણિક પરંપરાનો પ્રસિદ્ધ દૈત્યરાજ. તે પ્રહલાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર હતો. તેની પત્નીનું નામ વિન્ધ્યાવલી હતું. ઉગ્ર તપસ્યા કરીને પ્રાપ્ત કરેલી શક્તિ વડે તેણે ઇંદ્રને પરાજિત કરી ત્રિલોક પર પ્રભુત્વ સ્થાપ્યું હતું અને એના ઉપલક્ષ્યમાં નર્મદાકાંઠે ભૃગુક્ષેત્રમાં અશ્વેમેધ યજ્ઞનું આયોજન કરી તે નિમિત્તે દાન દેવાનું શરૂ કર્યું.…
વધુ વાંચો >