ધર્મ-પુરાણ

નયનંદી (દસમી સદી)

નયનંદી (દસમી સદી) : જૈનોની દિગંબર પરંપરાના આચાર્ય. તેમનો સમય દસમી સદીનો ઉત્તરાર્ધ અને અગિયારમી સદીનો પૂર્વાર્ધ મનાય છે. તેઓ રાજા ભોજદેવના સમકાલીન હતા, એ સ્પષ્ટ ઉલ્લેખ ભોજદેવના શિલાલેખમાં મળે છે. મહાન દિગંબર આચાર્ય કુંદકુંદની શિષ્યપરંપરામાંના તેઓ  એક હતા. તેમના ગુરુનું નામ માણિક્યનંદી ત્રૈવિધ હતું. નયનંદી ધર્મોપદેશક અને તપસ્વી હતા.…

વધુ વાંચો >

નરક

નરક : ધર્મશાસ્ત્ર અનુસાર મનુષ્યે કરેલાં પાપકર્મોની સજા ભોગવવાનું સ્થળ. ક્યારેક આ જગતમાં ખરાબ કાર્ય કરવા પીડા સહેવી પડે તો તે પીડાને પણ નરક કહે છે. ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્ય પુણ્યકાર્યો કરે તો સ્વર્ગનાં સુખો મળે છે; પરંતુ પાપ કરે તો નરકનાં દુ:ખો ભોગવવાં પડે છે. ધર્મશાસ્ત્ર અને પુરાણો માને છે…

વધુ વાંચો >

નવરાત્રી

નવરાત્રી : હિંદુ તિથિપત્ર અનુસાર મુખ્યત્વે આસો માસના પ્રથમ નવ દિવસો દરમિયાન ચાલતો હિંદુઓનો શક્તિપૂજાનો તહેવાર. તાંત્રિકો અને શાક્ત સંપ્રદાયના લોકો હિંદુ 12 મહિનાઓમાં બેકી માસના પ્રથમ નવ દિવસો દરમિયાન પણ નવરાત્રી માને છે. નવરાત્રીમાં દેવી પાર્વતીના એક સ્વરૂપ દુર્ગાની પૂજા અને આરાધના કરવામાં આવે છે. પરિણામે બંગાળમાં તેને ‘દુર્ગાપૂજા’…

વધુ વાંચો >

નવાબ, સારાભાઈ મણિલાલ

નવાબ, સારાભાઈ મણિલાલ (જ. 29 જુલાઈ 1907, ગોધાવી, જિ. અમદાવાદ; અ. 14 જૂન 1983, અમદાવાદ) : જૈનાશ્રિત મંત્રશાસ્ત્ર, વાસ્તુકલા તેમજ ચિત્રકલાના પ્રખર વિદ્વાન. જ્ઞાતિએ અમદાવાદના વીશા શ્રીમાળી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વણિક. પિતા મણિલાલ ચુનીલાલ નવાબ અમદાવાદમાં વેપાર કરતા હતા. માતા સમરથબહેન તેમને ચાર વર્ષના મૂકીને ગુજરી ગયાં. સારાભાઈનો જન્મ તેમના…

વધુ વાંચો >

નંદી

નંદી : ભારતીય પુરાણો અનુસાર ભગવાન શિવનો દ્વારપાળ, મુખ્યગણ અને એકમાત્ર વાહન. નંદી, નંદીશ્વર, નંદિક, નંદિકેશ્વર, શાલંકાયન, તાંડવતાલિક, શૈલાદિ વગેરે નામો વડે તે ઓળખાય છે. કશ્યપ અને સુરભિ(એટલે કામધેનુ)નો તે પુત્ર છે, એમ કેટલાંક પુરાણો માને છે. બીજાં કેટલાંક પુરાણો તેને શિલાદ મુનિનો પુત્ર માને છે. શિવપુરાણ તેને શિવનો અવતાર…

વધુ વાંચો >

નાગ

નાગ : કશ્યપ ઋષિ અને દક્ષપુત્રી કદ્રુના પુત્રો. કશ્યપ અને કદ્રુના એક હજાર પુત્રો નાગ તરીકે પુરાણોમાં ઉલ્લેખ પામ્યા છે. એમાં શેષનાગ, વાસુકિ, કર્કોટક, શંખ, મહાશંખ, ઐરાવત, કંબલ, ધનંજય, મહાનીલ, પદ્મ, મહાપદ્મ, અશ્વતર, તક્ષક, એલાપત્ર, ધૃતરાષ્ટ્ર, બલાહક, શંખપાલ, પુષ્પદંત, શુભાનન, શંકુસોમા, બહુલ, વામન, પાણિન, કપિલ, દુર્મુખ, પતંજલિ, કૂર્મ, કુલિક, અનંત,…

વધુ વાંચો >

નાગાર્જુન સિદ્વ

નાગાર્જુન સિદ્વ (ઈ. સ. બીજી સદી) : ગુજરાતના રસાયણવિદ્યાના જાણકાર. જૈનશાસનના પ્રસિદ્ધ સિદ્ધયોગી. ઢંકાપુરીમાં ક્ષત્રિય જાતિના સંગ્રામ તથા એમની પત્ની સુવ્રતાના પુત્ર ઔષધિઓ દ્વારા પાદલેપથી આકાશગામી વિદ્યા તથા સુવર્ણરસની સિદ્ધિ મેળવવા, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ શોધવા તે જંગલોમાં ભમ્યા હતા. તે એક પ્રભાવક જૈન આચાર્ય પાદલિપ્તસૂરિને સૌરાષ્ટ્રમાં ઢંકાપુરીમાં મળ્યા. ‘પ્રબંધચિંતામણિ’માં જણાવ્યા…

વધુ વાંચો >

નાગાર્જુનસૂરિ

નાગાર્જુનસૂરિ (ઈ. સ. ની ચોથી શતાબ્દીનો પૂર્વાર્ધ) : જૈન આગમોને વ્યવસ્થિત કરનાર, નાગાર્જુની વાચનાના પ્રવર્તક. એમના સમયમાં ભયંકર દુકાળ પડ્યો. તેને કારણે જૈન શ્રમણોને અહીંતહીં છૂટા પડી નાના નાના સમૂહોમાં રહેવું પડ્યું. શ્રુતધર સ્થવિરો એકબીજાથી દૂર દૂર વિખૂટા પડી જવાને કારણે તેમજ ભિક્ષાની દુર્લભતાને કારણે જૈન શ્રમણોમાં અધ્યયન-સ્વાધ્યાય ઓછાં થઈ…

વધુ વાંચો >

નાથ સંપ્રદાય

નાથ સંપ્રદાય : યોગવિદ્યાપરક પાશુપત શૈવ સિદ્ધાંતમાં માનતા યોગીઓનો સંપ્રદાય. નાથ એટલે જગતના રક્ષક કે સ્વામી યોગેશ્વર શિવ. તે સર્વપ્રથમ નાથ હોવાથી આદિનાથ કહેવાય છે. તેમનાથી આ સંપ્રદાયનો ઉદભવ થયો છે. એ પછી મત્સ્યેન્દ્રનાથ વગેરે બીજા આઠ નાથો નાથ સંપ્રદાયમાં થઈ ગયા. મત્સ્યેન્દ્રનાથે લખેલા ‘કૌલજ્ઞાન-નિર્ણય’ નામના ગ્રંથ મુજબ કૃતયુગમાં જે…

વધુ વાંચો >

નાનકદેવ, ગુરુ

નાનકદેવ, ગુરુ (જ. 15 એપ્રિલ 1469, તલવંડી, પાકિસ્તાન; અ. 22 સપ્ટેમ્બર 1539, કરતારપુર) : શીખ ધર્મના સ્થાપક. પિતા કાલૂચંદ બેદી અને માતા તૃપતાજી. ઈ. સ. 1475માં ગોપાલ પંડિત પાસે હિન્દી, 1478માં બ્રિજલાલ પંડિત પાસે સંસ્કૃત તથા 1482માં મૌલવી કુતબુદ્દીન પાસે ફારસી ભણવા માટે તેમને મોકલ્યા. પરંતુ નાનકનું મન અક્ષરજ્ઞાનમાં લાગ્યું…

વધુ વાંચો >