થૉમસ પરમાર
શેરશાહનો મકબરો, સાસારામ
શેરશાહનો મકબરો, સાસારામ : મધ્યકાલીન ભારતના સુર વંશ(1540-1555)ની ભવ્ય ઇમારત. બિહારના સાસારામમાં શેરશાહનો મકબરો કૃત્રિમ જળાશયની વચ્ચે આવેલો છે. રચના અને સજાવટની દૃષ્ટિએ તે ઉત્તર ભારતની નમૂનેદાર ઇમારત ગણાય છે. એનું બાહ્ય સ્વરૂપ મુસ્લિમ છે, જ્યારે આંતરિક રચનામાં સ્તંભો વગેરેની સજાવટમાં તે હિંદુ સ્વરૂપ ધરાવે છે. તેની કુલ ઊંચાઈ 45.7…
વધુ વાંચો >શૈલાશ્રય ચિત્રો
શૈલાશ્રય ચિત્રો : આદિમ માનવ દ્વારા પાષાણકાલ દરમિયાન પર્વત(શૈલ)ની કુદરતી ગુફાઓની ભીંત પર દોરાયેલાં ચિત્ર. જગતમાં ચિત્રકલાના સૌથી પુરાણા નમૂના પાષાણકાલનાં છે. આદિમ માનવી જે ગુહાશ્રયો(rock-shelters)માં રહેતો તેમની ભીંતો પર તેણે ચિત્રો આલેખ્યાં હતાં. તેની કલાપ્રવૃત્તિ પાષાણનાં ઓજારોના નિર્માણ પૂરતી સીમિત ન રહેતાં ચિત્રોના સર્જન સુધી વિસ્તરી હતી. સૌપ્રથમ ઈ.…
વધુ વાંચો >સખી-સંપ્રદાય
સખી-સંપ્રદાય : મધ્યકાલીન ભારતનો એક સંપ્રદાય. રાધાકૃષ્ણની યુગલ ઉપાસનાને કેન્દ્રમાં રાખીને 16મી સદીમાં સ્વામી હરિદાસ દ્વારા આ સંપ્રદાય શરૂ થયો હતો. તે ‘હરિદાસી સંપ્રદાય’ તરીકે પણ જાણીતો છે. સ્વામીજી શરૂમાં નિમ્બાર્ક મતના અનુયાયી હતા, પરંતુ ભગવત્પ્રાપ્તિ માટે ગોપીભાવને જ એકમાત્ર સાધન ગણીને તેમણે પોતાના અલગ મતની સ્થાપના કરી હતી. વૃંદાવનમાંથી…
વધુ વાંચો >સતનામી પંથ
સતનામી પંથ : મધ્યકાલીન ભારતનો એક નિર્ગુણવાદી સંપ્રદાય. સંત કબીરના પ્રભાવથી જે અનેક નિર્ગુણવાદી સંપ્રદાયોનો ઉદય થયો તેમાં સતનામી પંથ પણ છે. દાદૂ દયાળના સમકાલીન સંત વીરભાને ‘સાધ’ કે સતનામી પંથની સ્થાપના કરી. તેઓ રૈદાસની પરંપરામાં થયેલા ઊધોદાસના શિષ્ય હતા. આથી પોતાને ‘ઊધોના દાસ’ તરીકે ઓળખાવતા. ઈ. સ. 1600ની આસપાસ…
વધુ વાંચો >સરાઈ
સરાઈ : આ નામે ઓળખાતું મધ્યકાલીન મુસાફરખાનું. મુસાફરો એમાં રાતવાસો કરવા આવતા. આવી સરાઈઓ અમદાવાદ, સૂરત, દિલ્હી વગેરે સ્થળોએ આવેલી છે. અમદાવાદમાં ભદ્રકાળીના મંદિરની પાસે આઝમ સરાઈ આવેલી છે. હાલ આ મકાન સરકારી પુસ્તક વેચાણ કેન્દ્ર તરીકે વપરાય છે. તેનું બાંધકામ ગુજરાતના સૂબા આઝમખાને ઈ. સ. 1637માં કરાવ્યું હતું. તેનું…
વધુ વાંચો >સંત
સંત : સારો ધાર્મિક માણસ. ‘સંત’ શબ્દના મૂળમાં સં. सत् શબ્દ છે, એ अस् (હોવું) બીજા ગણના ક્રિયાર્થક ધાતુનું વર્તમાન કૃદંત છે, જે ‘હોતું હોનાર’, ‘છેસ્થિતિ છે, વર્તમાન’ એવા અર્થ આપે છે. અતિ પ્રાચીન કાલથી ‘સદા વર્તમાન સત્ત્વ’ને માટે એ રૂઢ છે. ‘एकं सत् विप्रा बहुधा वदन्ति’ એ વેદવાક્ય ઘણું…
વધુ વાંચો >સંસ્કૃતિ
સંસ્કૃતિ : માનવીને જંગલી અવસ્થામાંથી સભ્ય અવસ્થાએ લઈ જનાર પ્રક્રિયાઓ ને પરિબળો. સંસ્કૃતિ માનવસમાજની પેદાશ છે. મનુષ્યની બધા પ્રકારની ક્રિયાઓનો તેમાં સમાવેશ થાય છે. સમાજના એકમ તરીકે પોતાના જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા માટે મનુષ્ય જે કાંઈ બૌદ્ધિક કે ભૌતિક ખેડાણ કરે છે તેનો સમાવેશ સંસ્કૃતિમાં થાય છે. વિખ્યાત સમાજશાસ્ત્રી…
વધુ વાંચો >સારનાથ
સારનાથ : બૌદ્ધ અને જૈનોનું ધાર્મિક સ્થળ. ભગવાન બુદ્ધે સૌપ્રથમ ધર્મચક્રપ્રવર્તન (ધર્મોપદેશ) અહીંથી શરૂ કર્યું હતું. જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બનારસ(વારાણસી)થી તે થોડે દૂર આવેલું છે. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ઋષિપત્તન, મૃગદાવ અથવા મૃગદાય તરીકે ઓળખાવ્યું છે. ભગવાન બુદ્ધે અહીં પોતાના પ્રથમ ધર્મોપદેશમાં ‘ચાર આર્યસત્યો’ સમજાવ્યાં…
વધુ વાંચો >સારંગપુરની મસ્જિદ
સારંગપુરની મસ્જિદ : ગુજરાતના પ્રસિદ્ધ સુલતાન મહમૂદ બેગડાના સમયની (1459-1511) સ્થાપત્યકીય કૃતિ. અમદાવાદમાં સારંગપુર ચકલામાં આ મસ્જિદ આવેલી છે. મલિક સારંગ મહમૂદ બેગડાનો રાજપૂત અમીર હતો. મહમૂદ બેગડાની અસર નીચે આવીને તેણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો એમ ‘મિરાત-એ-સિકંદરી’માં જણાવ્યું છે. તે જ્યારે સુલતાન મુઝફ્ફર બીજાના સમયમાં અમદાવાદનો સૂબો હતો…
વધુ વાંચો >સારીનેન ઇરો
સારીનેન ઇરો (જ. 1910; અ. 1961) : યુનાઇટેડ સ્ટેટ્સના પ્રસિદ્ધ સ્થપતિ. એલિયેલ સારીનેનના પુત્ર. પિતાની સાથે યુનાઇટેડ સ્ટેટ્સ ગમન; પરંતુ અભ્યાસનો કેટલોક સમય (1929-30) પૅરિસમાં વિતાવ્યો. 1931-34 દરમિયાન યાલેમાં, 1935-36માં ફિનલૅન્ડમાં અને 1936થી પિતાની ક્રેનબુક એકૅડેમી ઑવ્ આર્ટમાં ચાર્લ્સ ઈ આમસની સાથે તેઓ અધ્યાપન કરતા હતા. સ્થાપત્ય અને ફર્નિચરની ડિઝાઇનના…
વધુ વાંચો >