તત્વજ્ઞાન
નિમ્બાર્કાચાર્ય
નિમ્બાર્કાચાર્ય (આશરે ચૌદમી સદી) : વેદાન્તના એક જાણીતા સંપ્રદાયના સ્થાપક. નિંબાર્ક, નિંબાદિત્ય કે નિયમાનંદ તૈલંગ બ્રાહ્મણ હતા. તેઓ સંભવત: ચેન્નાઈ ઇલાકાના નિંબ કે નિંબપુર ગામના વતની હતા. ‘દશશ્લોકી’ પરની હરિવ્યાસદેવની ટીકા પરથી જ્ઞાત થાય છે કે તેમના પિતાનું નામ જગન્નાથ હતું અને માતાનું સરસ્વતી. પણ નિમ્બાર્કાચાર્યના સમય અંગે મતભેદ છે…
વધુ વાંચો >નિયતિવાદ (ભારતીય)
નિયતિવાદ (ભારતીય) : બધું જ પહેલેથી નિશ્ચિત થયેલું છે એવો સિદ્ધાંત. દરેક વ્યક્તિ કે પદાર્થની બધી જ અવસ્થાઓ પહેલેથી જ નિયત થયેલી છે, તેમાં ફેરફારને કોઈ જ અવકાશ નથી. અમુક માણસ શું શું કરવાનો છે, તેની શી શી દશાઓ થવાની છે, તે સુખ ભોગવવાનો છે કે દુ:ખ, તેના એક પછી…
વધુ વાંચો >નિરંજન
નિરંજન : એજનરહિત અર્થાત્ નિર્લેપ, માયારહિત. ભારતની ઘણી ધર્મસાધનાઓમાં આ શબ્દ સમાનપણે પ્રયોજાય છે. ‘હઠયોગ-પ્રદીપિકા’માં નાદાનુસંધાન પછી સાધકનું ચિત્ત નિરંજનમાં વિલીન થતું હોવાનું જણાવ્યું છે. ‘ગોરક્ષ-સિદ્ધાંત-સંગ્રહ’માં પણ નિરંજનના સાક્ષાત્કારને પરમપદ કહ્યું છે. શાસ્ત્રોમાં એને શૂન્ય, નિરાકાર અન નિષેધાત્મક હોવાનું કહ્યું છે. એ અલખ (અલક્ષ્ય = અવ્યક્ત) હોવાથી તેને ‘અલખ-નિરંજન’ પણ…
વધુ વાંચો >નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય)
નિરીશ્વરવાદ (Atheism) (પાશ્ચાત્ય) : ઈશ્વરવાદીઓના મત પ્રમાણે ઈશ્વર છે અને તે છે તેવું નિશ્ચિત રીતે જાણી શકાય છે. નિરીશ્વરવાદીઓ (atheists)ના મત પ્રમાણે ઈશ્વર નથી એટલું જ નહિ પણ ઈશ્વર નથી તે અંગેનું નિશ્ચિત જ્ઞાન મળી શકે છે. અજ્ઞેયવાદીઓ(agnostics)ની માન્યતા પ્રમાણે ઈશ્વર છે તેવું જાણી શકાય તેમ નથી અને ઈશ્વર નથી…
વધુ વાંચો >નિરીશ્વરવાદ (ભારતીય)
નિરીશ્વરવાદ (ભારતીય) : ઈશ્વરને નહિ સ્વીકારનારો સિદ્ધાંત. સામાન્ય રીતે ‘ઈશ્વર’ શબ્દનો અર્થ અનન્તજ્ઞાની (સર્વજ્ઞ), અનન્તસુખમય, અનન્તવીર્યમય, નિત્યમુક્ત (ભૂત, વર્તમાન, ભવિષ્ય ત્રણેય કાળમાં મુક્ત), જગતકર્તા પુરુષ એવો કરવામાં આવે છે. આવો ઈશ્વર જૈન, બૌદ્ધ, સાંખ્ય, પ્રાચીન ન્યાય-વૈશેષિકો (કણાદ, અક્ષપાદ ગૌતમ અને વાત્સ્યાયન) અને મીમાંસા સ્વીકારતાં નથી. એટલે તેમને નિરીશ્વરવાદી ગણવામાં આવે…
વધુ વાંચો >નિર્ગુણસંપ્રદાય
નિર્ગુણસંપ્રદાય : નિર્ગુણ તત્વમાં આસ્થા રાખનાર લોકોનો સંપ્રદાય. નિર્ગુણ એટલે સત્વ, રજ અને તમ એ ત્રણેય ગુણોથી રહિત એવી અનિર્વચનીય સત્તા, જેને બહુધા પરમતત્વ, પરમાત્મા કે બ્રહ્મ જેવી સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. જ્યાં ગુરુપરંપરાથી ઉપદેશ અપાતો હોય ત્યાં નિર્ગુણ સંપ્રદાયનું તાત્પર્ય એ પ્રકારની શ્રદ્ધા રાખવાનો ઉપદેશ અપાતો હોય એવી પદ્ધતિ…
વધુ વાંચો >નિર્વાણ
નિર્વાણ : બૌદ્ધમતે મોક્ષ. બૌદ્ધો મોક્ષ માટે ‘નિર્વાણ’ શબ્દનો પ્રયોગ કરે છે. બૌદ્ધમતે ચિત્ત જ આત્મા છે. ચિત્ત સ્વભાવથી પ્રભાસ્વર છે. જ્ઞાન અને દર્શન તેનો સ્વભાવ છે. રાગ-દ્વેષ આદિ મળો આગંતુક છે. આ આગંતુક મળો અનાદિ કાળથી ચિત્તપ્રવાહ સાથે સેળભેળ થઈ ગયા છે. તેમને દૂર કરી ચિત્તને તેના મૂળ સ્વભાવમાં…
વધુ વાંચો >ન્યાયકોશ (1874)
ન્યાયકોશ (1874) : દાર્શનિક પરિભાષાઓની સમજૂતી આપતો, મહામહોપાધ્યાય ભીમાચાર્ય ઝળકીકરનો સંસ્કૃત કોશ. અહીં વસ્તુત: ફક્ત ન્યાયદર્શનનાં જ નહિ, પરંતુ વિવિધ દર્શનોના – એ દર્શનોમાં આવતા પારિભાષિક શબ્દો લેવામાં આવ્યા છે. એ શબ્દોની શાસ્ત્રીય વ્યાખ્યા, તેના પ્રકારો વગેરેની સમજ આપતો આ ગ્રંથ વિશ્વકોશની ઢબનો છે. લેખકે 1874માં સર્વપ્રથમ આ ન્યાયકોશની પ્રથમ…
વધુ વાંચો >ન્યાયદર્શન
ન્યાયદર્શન : ભારતીય વૈદિક ષડ્દર્શનોમાંનું એક. તેની વિશેષતા એ છે કે તેમાં આ દૃશ્ય જગતને કેવળ ભ્રમ કે બુદ્ધિનો કલ્પનાવિલાસ માનવાને બદલે તેની યથાર્થતા સ્વીકારી તેના સ્વરૂપનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. એ રીતે તેના મૂળ કારણની મીમાંસા (ontology) તથા તેની યથાર્થતાની જ્ઞાનમીમાંસા (epistemology) અહીં એક વિશિષ્ટ પદ્ધતિથી થઈ છે. ન્યાયદર્શન…
વધુ વાંચો >પટવર્ધન, અચ્યુત સીતારામ
પટવર્ધન, અચ્યુત સીતારામ (જ. 5 ફેબ્રુઆરી 1905, અહમદનગર; અ. 5 ઑગસ્ટ 1992, વારાણસી) : સ્વતંત્રતાસેનાની, સમાજવાદી નેતા અને અગ્રણી ચિંતક. પિતા હરિ કેશવ પટવર્ધન અહમદનગર ખાતે વકીલ હતા. તેમના છ પુત્રોમાં અચ્યુત બીજા ક્રમે હતા. અચ્યુત જ્યારે ચાર વર્ષના હતા ત્યારે નિવૃત્ત નાયબ શિક્ષણાધિકારી સીતારામ પટવર્ધને તેમને દત્તક લીધા. અચ્યુતનું…
વધુ વાંચો >