ઝિયાઉદ્દીન અ. દેસાઈ

અકબરનામા

અકબરનામા : મશહૂર ફારસી વિદ્વાન અબુલફઝલ(1551-1602)નો સુપ્રસિદ્ધ ગ્રંથ. ‘ઝફરનામા’ પરથી પ્રેરણા લઈને લખેલો. તેના ત્રણ ભાગ છે : પ્રથમ ભાગમાં અમીર તિમૂરથી શરૂ કરીને અકબરના રાજ્યાભિષેક સુધીનો વૃત્તાંત છે. તેમાં બાબર અને હુમાયૂંનો ઇતિહાસ વિગતે આપ્યો છે. ભાષા સાદી, શુદ્ધ અને ફારસી મુહાવરાઓ અને નવી સંજ્ઞાઓથી ભરપૂર છે. બીજા ભાગમાં…

વધુ વાંચો >

અજમેર

અજમેર : ભારતના રાજસ્થાનનો જિલ્લો અને તેનું વડું મથક. વિસ્તાર : આશરે 8,481 ચોકિમી. વસ્તી : જિલ્લો 25,08,000 (2011); શહેર 5,42,321 (2011). રાજપૂત શાસક અજયદેવે અગિયારમી સદીમાં અજમેરની સ્થાપના કરી હતી. ભારતના છેલ્લા રાજપૂત રાજા પૃથ્વીરાજ પાસેથી સુલતાન મુઇજુદ્દીન મહમ્મદ ઘોરીએ એ જીતી લીધું. 1193માં તે દિલ્હીના ગુલામ વંશના રાજ્ય…

વધુ વાંચો >

અબ્દુર્રહીમ ખાનખાનાન

અબ્દુર્રહીમ ખાનખાનાન (જ. 17 ડિસેમ્બર 1556, લાહોર; અ. 1 ઑક્ટોબર 1627, દિલ્હી) : મુઘલ શહેનશાહ  અકબર અને જહાંગીરના સમયનો મહાન સેનાધ્યક્ષ, રાજકારણી, કવિ તથા સાહિત્ય પ્રેમી અમીર. નામ મુહમ્મદ અબ્દુર્રહીમ. પિતાનું નામ બૈરમખાન. પિતાના મૃત્યુ સમયે માંડ ચારપાંચ વર્ષનો હતો ત્યારે અકબરે તેને પોતાની પાસે બોલાવીને મિર્ઝાખાનનો ખિતાબ અર્પણ કરેલો.…

વધુ વાંચો >

અમદાવાદ

અમદાવાદ  ભારતના મૅન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પામેલું (230 1´ ઉ. અ., 720 37´ પૂ.રે.) સાબરમતી નદીના પૂર્વ કાંઠા પર 1411માં અહમદશાહે સ્થાપેલું નગર. આ પ્રદેશમાં માનવોની વસ્તીની નિશાનીઓ આશરે પાંચ હજાર વર્ષ પહેલાંની છે. વટવા, શ્રેયસ્, થલતેજ અને સોલાના ટેકરાઓ પરથી આ પ્રાગૈતિહાસિક કાળનાં અશ્મ-ઓજારો અમદાવાદની પ્રાચીનતા સાબિત કરે છે. આ…

વધુ વાંચો >

અરબ સંસ્કૃતિ

અરબ સંસ્કૃતિ : અરબ પ્રજાની સંસ્કૃતિ. સાતમી સદીના આરંભમાં ઇસ્લામનું આગમન થયું તે પહેલાં વિશાળ રણપ્રદેશવાળો અરબસ્તાન દેશ સંસ્કૃતિથી સાવ અપરિચિત ન હતો. સામાન્ય રીતે ઓળખાતા પણ વાસ્તવમાં તે અર્થમાં નહિ એવા ‘અંધકાર યુગ’માં અરબસ્તાનમાં વિશેષ કરીને તેના ઉત્તર તેમજ દક્ષિણના પ્રદેશોમાં શિક્ષિત અને સુસંસ્કૃત લોકોની વસાહતો હતી તેમ ત્યાંથી…

વધુ વાંચો >

અરબી ભાષા અને સાહિત્ય

અરબી ભાષા અને સાહિત્ય  ભાષા : અંગ્રેજી અને ફ્રેંચ ભાષાઓ પછી વિશ્વના મોટા જનસમુદાયમાં બોલાતી તેમજ પશ્ચિમ આફ્રિકાથી લઈ પશ્ચિમ એશિયાના દેશોમાં સ્થાનિક ભાષા તરીકે વપરાતી અરબી ભાષાનું ઉદભવસ્થાન એશિયાખંડના નૈર્ઋત્યમાં આવેલ અરબસ્તાન દ્વીપકલ્પ છે. સામી ભાષાગુટના ઉત્તર સામી પેટા-વર્ગની ત્રણ મુખ્ય ભાષાઓમાંની એક અરામી ભાષામાંથી ઊતરી આવેલી આ ભાષાની…

વધુ વાંચો >

અલફખાન

અલફખાન (જ. –; અ. 1316) : ગુજરાતનો પહેલો મુસ્લિમ સૂબો. તે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખલજીનો સાળો હતો. નામ મલેક સંજર. સૂબા તરીકે તેનું નોંધપાત્ર કામ ગુજરાતના છેલ્લા હિંદુ રાજા કર્ણદેવ વાઘેલાની પુત્રી દેવળદેવીને દેવગિરિ પાસેથી પકડીને સુલતાનના આદેશ મુજબ દિલ્હી મોકલવાનું હતું. ત્યારપછી ગોહિલવાડ, રાણપુર, સૈજકપુર વગેરે ઈ. સ. 1309માં…

વધુ વાંચો >

અલી (હજરત)

અલી (હજરત) (જ. 599, મક્કા, અરબસ્તાન; અ. 661, કૂફા, અરબસ્તાન) : ઇસ્લામના પેગમ્બર હજરત મુહમ્મદના પિતરાઈ ભાઈ, જમાઈ તેમજ તેમના ચોથા ખલીફા (ઉત્તરાધિકારી). મૂળ નામ અલી. પિતાનું નામ અબૂ તાલિબ. નાની વયે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો. નવો ધર્મ સ્વીકારવામાં તેમનો બીજો કે ત્રીજો નંબર હોવાનું મનાય છે. હિજરતની રાત્રે પેગમ્બરસાહેબની…

વધુ વાંચો >

અલી મુહમ્મદખાન

અલી મુહમ્મદખાન (જ. ઈ. 1700 આસપાસ, સંભવત: બુરહાનપુર, જિ. નિમાઇ, મધ્યપ્રદેશ) : પ્રસિદ્ધ ફારસી ઇતિહાસકાર અને ગુજરાતના દીવાન. મૂળ નામ મીર્ઝા મુહમ્મદ હસન. પિતાનું નામ મુહમ્મદ અલી. ઔરંગઝેબ(ઈ. સ. 1658-1707)ના સમયમાં શાહજાદા જહાંગીરશાહની જાગીરના વકાયેઅ-નિગાર (reporter) તરીકે નિમાયેલા પોતાના પિતાની સાથે ઈ. સ. 1708માં તેઓ અમદાવાદ આવેલા. ઈ. સ. 1744માં…

વધુ વાંચો >

અહમદશાહ–1

અહમદશાહ–1 (જ. 1391–92, દિલ્હી; અ. 12 ઑગસ્ટ 1442, અમદાવાદ) : ગુજરાતનો ત્રીજો સુલતાન. નામ અહમદખાન. ઈ. સ. 1411ના જાન્યુઆરી માસની 10મી તારીખે પોતાના પિતામહ મુઝફ્ફરશાહ પહેલાને ઝેર અપાવી વીસ વર્ષની વયે ગાદીએ બેસીને પોતે નાસિરુદ્દીન્યાવદ્દીન અબૂલ-ફતહ અહમદશાહ નામ ધારણ કર્યું હતું. રાજ્યારોહણના વર્ષમાં જ સાબરમતીને તીરે આસાવલના સાન્નિધ્યમાં નવું શહેર…

વધુ વાંચો >