જ. પો. ત્રિવેદી

વેસ્કાનાં સંયોજનો (Vaska’s compounds)

વેસ્કાનાં સંયોજનો (Vaska’s compounds) : એક સંયોજક ઇરિડિયમ(Ir+)નાં અગત્યનાં સંકીર્ણ સંયોજનો. 1961માં એલ. વેસ્કા અને જે. ડબ્લ્યૂ. દિ લુઝિયોએ વેસ્કાના સંયોજન તરીકે ઓળખાતું પીળું સંયોજન વિપક્ષ (trans) [IrCl (CO)(PPh3)2] શોધ્યું હતું. આ સંયોજનનો વિસ્તૃત અભ્યાસ થયેલો છે. 2-મિથાઇલ ઇથેનોલ જેવા દ્રાવકમાં ટ્રાઇફિનાઇલફૉસ્ફિન અને ઇરિડિયમ ટ્રાઇક્લોરાઇડ (IrCl3) વચ્ચેની પ્રક્રિયાથી તે બનાવી…

વધુ વાંચો >

વેંકટરામન, ક્રિશ્નાસ્વામી

વેંકટરામન, ક્રિશ્નાસ્વામી (જ. 7 જૂન 1901, ચેન્નાઈ, તામિલનાડુ; અ. 12 મે 1981) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત અગ્રણી ભારતીય રસાયણવિદ. સિવિલ એન્જિનિયરના પુત્ર વેંકટરામને 1923માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં એમ.એ. પદવી મેળવી. તે પછી મદ્રાસ ગવર્નમેન્ટની સ્કૉલરશિપ મળતાં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં વધુ અભ્યાસાર્થે ગયા; જ્યાં તેમણે એમ.એસસી. (ટેક.), પીએચ.ડી. તથા ડી.એસસી.ની પદવીઓ પ્રાપ્ત…

વધુ વાંચો >

વ્યૂહાત્મક આયુધ પ્રણાલી (strategic weapons system)

વ્યૂહાત્મક આયુધ પ્રણાલી (strategic weapons system) : આંતરખંડીય પ્રાક્ષેપિક પ્રક્ષેપાસ્ત્રના નિયમન તથા કાર્ય માટેની પ્રચલિત પ્રણાલી. આ ઉપરાંત બિન-પ્રાથમિક પ્રક્ષેપાસ્ત્ર ક્રૂઝ તથા અમેરિકન અને રશિયન વાયુદળનાં વ્યૂહાત્મક બૉમ્બરોનો આમાં સમાવેશ થાય છે. આ પ્રણાલીમાં તેના નિયમન, સંગ્રહ તથા જાળવણી ઉપરાંત તેમના યથાર્થ અને ત્રુટિ વગરના પરિચાલન વગેરે માટેના પ્રશ્ર્નોનો પણ…

વધુ વાંચો >

વ્હૉલર, ફ્રેડરિક (Wohler, Friedrich)

વ્હૉલર, ફ્રેડરિક (Wohler, Friedrich) (જ. 31 જુલાઈ 1800,  જર્મની; અ. 23 સપ્ટેમ્બર 1882, ગોટિન્જન, જર્મની) : અકાર્બનિક (inorganic) પદાર્થમાંથી કાર્બનિક (organic) સંયોજન(યુરિયા)નું સૌપ્રથમ સંશ્લેષણ કરનાર તેમજ ધાત્વિક ઍલ્યુમિનિયમ બનાવવાની વિધિ વિકસાવનાર જર્મન રસાયણવિદ. તેમણે ફ્રૅન્કફર્ટ જિમ્નેશિયમમાં અભ્યાસ કર્યો હતો પણ તેઓ વિદ્યાર્થી તરીકે બહુ ઝળક્યા ન હતા. પાછળથી તેમણે આનું…

વધુ વાંચો >

શાહ, નરસિંહ મૂળજીભાઈ

શાહ, નરસિંહ મૂળજીભાઈ (જ. 18 ડિસેમ્બર 1899, લીંબડી; અ. 28 સપ્ટેમ્બર 1971, અમદાવાદ) : રસાયણવિદ્યાના પ્રાધ્યાપક, સંશોધક અને લેખક. જૈન પોરવાડ જ્ઞાતિમાં મૂળજીભાઈ કાલિદાસને ત્યાં તેમનો જન્મ થયો હતો. શરૂઆતનું શિક્ષણ લીંબડીમાં લઈ 1916માં મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા બાદ ભાવનગરની શામળદાસ કૉલેજમાં જોડાઈ ઇન્ટર સાયન્સના અભ્યાસ માટે 1918માં મુંબઈની વિલ્સન…

વધુ વાંચો >

શીલે, કાર્લ વિલ્હેલ્મ

શીલે, કાર્લ વિલ્હેલ્મ (જ. 9 ડિસેમ્બર 1742; સ્ટ્રાલસુંડ, જર્મની; અ. 21 મે 1786, કૉપિંગ, સ્વીડન) : જર્મન રસાયણશાસ્ત્રી. શીલેએ ઔષધ-વ્યાપારી (apothecary) રસાયણવિજ્ઞાની તરીકે તાલીમ લીધેલી. તે સમયે મોટાભાગની દવાઓ છોડવાઓ, ખનિજો વગેરેમાંથી બનાવવામાં આવતી. ગોથેનબુર્ગમાં તેમણે એપ્રેન્ટિસ તરીકે કામ શરૂ કરેલું. રાસાયણિક પ્રયોગો કરવાની તેમની વિશિષ્ટ કાબેલિયતને કારણે તેમને અનેક…

વધુ વાંચો >

શુષ્ક બરફ (dry ice)

શુષ્ક બરફ (dry ice) : ઘન પ્રાવસ્થા (phase) રૂપે અસ્તિત્વ ધરાવતો કાર્બન ડાયૉક્સાઇડ (CO2). તેને શુષ્ક બરફ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે ઘનનું ઊર્ધ્વીકરણ (sublimation) થઈ તે સીધો બાષ્પમાં ફેરવાતો હોઈ તે ભીનો (wet) લાગતો નથી. તે અવિષાળુ (nontoxic) અને અસંક્ષારક (noncorrosive) હોય છે અને ઘનમાંથી સીધો બાષ્પમાં…

વધુ વાંચો >

શૃંખલા-પ્રક્રિયા (chain reaction)

શૃંખલા–પ્રક્રિયા (chain reaction) : જેમાં પ્રક્રિયાના પ્રથમ તબક્કાની નીપજો તે પછીના (ઉત્તરાવર્તી, subsequent) તબક્કાનો પ્રારંભ કરતી હોય તેવી સ્વપોષી (self-sustaining) પ્રક્રિયાઓ. રાસાયણિક શૃંખલા-પ્રક્રિયાઓ સામાન્ય રીતે મુક્ત મૂલકો (free radicals) અથવા મધ્યસ્થીઓ (intermediats) દ્વારા શ્રેણીબદ્ધ રીતે આગળ વધતી હોય છે. આવી પ્રક્રિયાઓ ક્રિયાશીલ (active) મધ્યસ્થીઓના સતત ઉદ્ભવનની લાક્ષણિકતા ધરાવે છે. ઇંધન…

વધુ વાંચો >

સપ્રમાણતા (normality)

સપ્રમાણતા (normality) : દ્રાવણની સાંદ્રતા દર્શાવવાની એક પદ્ધતિ. સંજ્ઞા N. દ્રાવણમાં ઓગળેલા પદાર્થોની સાંદ્રતા દર્શાવવા માટે અનેક રીતો ઉપયોગમાં લેવાય છે; જેમ કે મોલૅરિટી (molarity), મોલૅલિટી (molality), સપ્રમાણતા, મોલ અંશ (mole fraction), ટકાવાર પ્રમાણ વગેરે. આ પૈકી સીધા ઍસિડ-બેઝ પ્રકાર જેવાં અનુમાપનોમાં સપ્રમાણતાનો ઉપયોગ ગણતરીની દૃદૃષ્ટિએ વધુ અનુકૂળ આવે છે.…

વધુ વાંચો >

સમઘટકતા (isomerism)

સમઘટકતા (isomerism) : એક જ અણુસૂત્ર પણ જુદા જુદા ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો અને વિભિન્ન આણ્વિક સંરચના ધરાવતાં સંયોજનો ધરાવતી ઘટના. એકસરખાં આણ્વિક સૂત્ર પરંતુ પરમાણુઓની અલગ અલગ ગોઠવણી ધરાવતાં સંયોજનોને સમઘટકો (isomers) કહે છે. તેઓ દરેક તત્ત્વના પરમાણુઓની સરખી સંખ્યા ધરાવતા એવા અણુઓ છે, જેમાં પરમાણુઓ જુદી જુદી રીતે…

વધુ વાંચો >