જ. પો. ત્રિવેદી
પોટૅશિયમ પરમૅંગેનેટ (KMnO4)
પોટૅશિયમ પરમૅંગેનેટ (KMnO4) : પોટૅશિયમનું તીવ્ર ઉપચયનકારી લવણ. હવા અથવા પોટૅશિયમ નાઇટ્રેટ જેવા ઉપચયનકર્તાની હાજરીમાં કૉસ્ટિક પૉટાશ અને પાયરોલ્યુસાઇટને પિગાળતાં ઘેરા લીલા રંગનો પોટૅશિયમ મૅંગેનેટ બને છે જેને દ્રાવણરૂપે જુદો પાડવામાં આવે છે. 2MnO2 + 4KOH → 2K2MnO4 + 2H2O આ દ્રાવણમાં મંદ H2SO4 ઉમેરતાં પરમૅંગેનેટ બને છે. 2K2MnO4 + 2H2SO4…
વધુ વાંચો >પોટૅશિયમ બ્રોમાઇડ (KBr)
પોટૅશિયમ બ્રોમાઇડ (KBr) : સફેદ સ્ફટિક દાણા અથવા પાઉડર-સ્વરૂપે મળતું પોટૅશિયમનું બ્રોમાઇડ લવણ. તે તીખું, તૂરું, ખારાશવાળા સ્વાદનું, સાધારણ ભેજગ્રાહી સંયોજન છે. પાણીમાં તથા ગ્લિસરીનમાં તે દ્રાવ્ય છે, પરંતુ ઈથર અને આલ્કોહૉલમાં સાધારણ દ્રાવ્ય છે. તેનું ગ.બિં. 730o સે., ઉ.બિં 1435o સે. તથા ઘટત્વ 2.749 છે. પોટૅશિયમ બ્રોમાઇડ મેળવવા માટે…
વધુ વાંચો >પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH)
પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ (KOH) : કૉસ્ટિક પોટાશ તરીકે ઓળખાતું ઔદ્યોગિક અગત્ય ધરાવતું સંયોજન. સોડિયમ હાઇડ્રૉક્સાઇડની માફક જ સંકેન્દ્રિત પોટૅશિયમ ક્લોરાઇડના દ્રાવણના વિદ્યુત-વિભાજનથી તે મોટા પાયા ઉપર બનાવવામાં આવે છે. ગાંગડા-સ્વરૂપે, લાકડી-સ્વરૂપે કે પતરી-સ્વરૂપે ઉપલબ્ધ આ સંયોજન રંગવિહીન અને ખૂબ ભેજગ્રાહી હોય છે. તેને હવાચુસ્ત પાત્રમાં રાખવું જરૂરી હોય છે; કારણ કે…
વધુ વાંચો >પૉર્ટર જ્યૉર્જ
પૉર્ટર, જ્યૉર્જ (જ. 6 ડિસેમ્બર 192૦, સ્ટેઇનફોર્થ, યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ; અ. 31 ઑગસ્ટ 2૦૦2, કેન્ટરબરી, યુ.કે.) : અલ્પઆયુષ્ય ધરાવતા પ્રકાશરાસાયણિક પદાર્થોની પરખ માટે સ્ફુરપ્રકાશી અપઘટન(flash photolysis)ની પદ્ધતિ વિકસાવનાર બ્રિટિશ ભૌતિકરસાયણવિદ જ્યૉર્જે લીડ્ઝ વિશ્વવિદ્યાલયની થૉર્ન ગ્રામર સ્કૂલ તથા કેમ્બ્રિજની ઇમાન્યુએલ કૉલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. 1945થી કેમ્બ્રિજમાં ડૉ. નૉરિશના હાથ નીચે પ્રકાશરાસાયણિક…
વધુ વાંચો >પોલાન્યિ જૉન ચાર્લ્સ
પોલાન્યિ, જૉન ચાર્લ્સ (જ. 23 જાન્યુઆરી 1929, બર્લિન, જર્મની) : કૅનેડાના રસાયણશાસ્ત્રી. અન્ય બે વિજ્ઞાનીઓ સાથે 1986માં રસાયણશાસ્ત્રના નોબેલ વિજેતા. તેમણે વિજ્ઞાનનો પ્રારંભિક અભ્યાસ માન્ચેસ્ટર વિશ્વવિદ્યાલયમાં કર્યો અને ત્યાંથી જ 1952માં પીએચ.ડી. તથા 1964માં ડી.એસસી.ની પદવીઓ મેળવી. આ ઉપરાંત 197૦માં તેમણે વૉટરલૂ વિશ્વવિદ્યાલયની માનાર્હ ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1974થી તેઓ…
વધુ વાંચો >પૉલિ-એક્રિલોનાઇટ્રાઇલ
પૉલિ–એક્રિલોનાઇટ્રાઇલ : એક્રિલોનાઇટ્રાઇલ ઉપર આધારિત કાર્બનિક બહુલક કુટુંબના રેઝિનમય, રેસામય અથવા રબર જેવા પદાર્થોનો એક વર્ગ. લગભગ બધું પૉલિએક્રિલોનાઇટ્રાઇલ (પૉલિવિનાઇલ સાયનાઇડ) સહબહુલકો(copolymers)માં વપરાય છે. આવા સહબહુલકોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય : રેસાઓ (fibres), પ્લાસ્ટિક અને રબર. બહુલકી (polymeric) સંઘટનમાં એક્રિલોનાઇટ્રાઇલ (CH2 = CH-CN)ની હાજરી તેની તાપમાન, વિવિધ રસાયણો, સંઘાત (impact)…
વધુ વાંચો >પૉલિઑલેફિન
પૉલિઑલેફિન : ઇથિલિન કે ડાઇન સમૂહ ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનોમાંથી મેળવાતાં બહુલકો. ખાસ તો આ શબ્દ ઇથિલિન, ઇથિલિનનાં આલ્કીલ વ્યુત્પન્નો (α-ઑલેફિન) અને ડાઇનનાં બહુલકો માટે વપરાય છે. ઇથિલિન, પ્રોપિલિન તથા આઇસોબ્યુટિલિનનાં સમ-બહુલકો (homopolymers) અને સહ-બહુલકો (co-polymers) ઉપરાંત α-ઑલેફિન, બ્યુટાડાઇન, આઇસોપ્રિન તથા 2-ક્લોરોબ્યુટાડાઇનમાંથી મળતાં બહુલકોનો પૉલિઑલેફિનમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે પૉલિઇથિલિન(PE)ને…
વધુ વાંચો >પૉલિક્લોરિનેટેડ બાઇફિનાઇલ (PCB)
પૉલિક્લોરિનેટેડ બાઇફિનાઇલ (PCB) : બાઇફિનાઇલ(અથવા ડાઇફિનાઇલ)ના ક્લોરિનયુક્ત લગભગ 2૦9 સમઘટકોના કુટુંબ માટેનું જાતિગત (generic) નામ. બાઇફિનાઇલ અણુ (C6H5-C6H5) દસ વિસ્થાપનશીલ હાઇડ્રોજન ધરાવે છે અને તેથી તેમાં 1થી માંડીને 1૦ ક્લોરિન-પરમાણુ દાખલ કરી શકાય છે. સંયોજનમાં એક કે વધુ ક્લોરિન-પરમાણુ હોય તોપણ તેને પૉલિક્લોરિનેટેડ બાઇફિનાઇલ્સ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. PCB…
વધુ વાંચો >પૉલિથાયોનિક ઍસિડ
પૉલિથાયોનિક ઍસિડ : સલ્ફર પરમાણુની સંખ્યા ઉપર આધારિત પાંચ ઑક્સો ઍસિડની શ્રેણીનું વ્યાપક નામ. ડાઇ-, ટ્રાઇ-, ટેટ્રા-, પેન્ટા- અને હૅક્ઝાથાયોનિક ઍસિડને વ્યાપાક રીતે પૉલિથાયોનિક ઍસિડ કહે છે. તેમનું સામાન્ય સૂત્ર H2SnO6 (n = 2થી 6) તથા સંભવત: બંધારણ – એકમાત્ર ડાઇથાયોનેટ ઋણાયનનું બંધારણ (O3SSO3)2- જાણીતું છે. ડાઇથાયોનિક ઍસિડ (H2S2O6) :…
વધુ વાંચો >