જ. પો. ત્રિવેદી
ડાયમિથોએટ
ડાયમિથોએટ : ચેતાકીય આવેગોના સંચાર સાથે સંકળાયેલા કૉલિનસ્ટીઅરેઝ જેવા ઉત્સેચકોને અવરોધતા તંત્રગત (systemic) કીટનાશક માટેનું જાતિસૂચક (generic) નામ. રાસાયણિક રીતે તે કાર્બ-ફૉસ્ફેટ સંયોજન છે. બધાં કાર્બ-ફૉસ્ફેટ સંયોજનોની માફક તે ચેતા-વાયુઓ (nerve gases) સાથે સંબંધિત છે અને માનવ સહિતનાં પૃષ્ઠવંશીય પ્રાણીઓ માટેના કીટનાશકોમાં ખૂબ જ વિષાળુ છે. તે મૂળ દ્વારા શોષાય…
વધુ વાંચો >ડાયસૅકેરાઇડ્ઝ
ડાયસૅકેરાઇડ્ઝ : બે મૉનોસૅકેરાઇડ એકમોના સહસંયોજક બંધ દ્વારા થતા જોડાણથી મળતી શર્કરાઓનો સમૂહ. આ બે એકમો ગ્લાયકોસિડિક બંધથી જોડાયેલા હોય છે. કાર્બોહાઇડ્રેટ્સના ત્રણ વર્ગ પૈકી ઓલિગોસૅકેરાઇડ વર્ગમાં ડાયસૅકેરાઇડનો સમાવેશ થાય છે. લૅક્ટોઝ, સુક્રોઝ, માલ્ટોઝ, ટ્રિહેલોઝ તથા સેલોબાયોઝ આ વર્ગની જાણીતી શર્કરાઓ છે. કુદરતમાં બે ડાયસૅકેરાઇડ વિપુલ પ્રમાણમાં મળે છે :…
વધુ વાંચો >ડાયાસ્ટીરિયોઆઇસોમર (ડાયાસ્ટીરિયોમર) (અપ્રતિબિંબી ત્રિવિમ સમાવયવ)
ડાયાસ્ટીરિયોઆઇસોમર (ડાયાસ્ટીરિયોમર) (અપ્રતિબિંબી ત્રિવિમ સમાવયવ) : અણુઓની સંરચનાની ર્દષ્ટિએ ભિન્નતા દર્શાવતા ત્રિપરિમાણી સમઘટકો (stereoisomers) હોય અને જે એકબીજા સાથે આરસી–પ્રતિબિંબ (mirror–image) સંબંધ ધરાવતા પ્રતિબિંબી સમઘટકો (enantiomers) ન હોય તેવા પદાર્થોનાં યુગ્મો પૈકીનું એક. અવકાશીય સમાવયવી અથવા સમઘટકો પ્રકાશક્રિયાશીલ હોય તે આવશ્યક નથી. દા. ત., સમપક્ષ (cis) અને વિપક્ષ (trans) –…
વધુ વાંચો >ડિસ્પ્રોશિયમ
ડિસ્પ્રોશિયમ : આવર્તક કોષ્ટકમાં આવેલ લેન્થેનાઇડ શ્રેણીમાંનું એક વિરલ (દુર્લભ, rare) મૃદા (earth) ધાતુતત્વ. સંજ્ઞા Dy, 1886માં પૉલ લેકોક દ બૉઇસબોડ્રન (Paul Lecoq de Boisbaudran)-એ તેની શોધ કરી હતી. 1906માં ઉરબેને તેનું લગભગ શુદ્ધ સ્વરૂપ સિદ્ધ કર્યું હતું. પરંતુ આ તત્વ મુક્ત અવસ્થામાં સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપે મેળવી શકાતું નથી. ગ્રીક…
વધુ વાંચો >ડીઝલ તેલ
ડીઝલ તેલ : ડીઝલ એન્જિન માટે બળતણ તરીકે વપરાતું દહનશીલ પ્રવાહી. સામાન્ય રીતે તે અપરિષ્કૃત તેલ(crude oil)માંથી પેટ્રોલમાં વપરાતા વધુ બાષ્પશીલ ઘટકો દૂર કર્યા બાદ મળતો ખનિજતેલનો અંશ (fraction) છે. પેટ્રોલ કરતાં ડીઝલ તેલ સસ્તું હોય છે, કારણ કે તેના શુદ્ધીકરણ માટે ઓછી પ્રક્રિયાઓ કરવી પડે છે અને તેનો જ્વલનાંક…
વધુ વાંચો >ડીડીટી
ડીડીટી (DDT) : વ્યાપક રીતે જંતુનાશક તરીકે વપરાતું ક્લોરિનયુક્ત રંગહીન કાર્બનિક સંયોજન, ડાઇક્લોરોડાઇફિનાઇલ ટ્રાઇક્લોરોઇથેન. તે ડાઇકોફેન, ક્લોરોફિનોથેન તથા 1, 1, 1, ટ્રાઇક્લોરો 2, 2 બિસ (ક્લોરોફિનાઇલ) ઇથેન તરીકે પણ ઓળખાય છે. 1942માં તે ગાયગી નામની કંપની દ્વારા કીટનાશક તરીકે બજારમાં મુકાયું હતું. તેનું અણુસૂત્ર C14 H9 Cl5 છે તથા બંધારણીય…
વધુ વાંચો >ડીલ્સ, ઑટો પૉલ હરમેન
ડીલ્સ, ઑટો પૉલ હરમેન (Diels, Otto Paul Herman) (જ. 23 જાન્યુઆરી 1876, હૅમ્બર્ગ, જર્મની; અ. 7 માર્ચ 1954, કીલ, જર્મની) : ડીલ્સ-એલ્ડર પ્રક્રિયાના શોધક અને 1950ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર વિજેતા, જર્મન રસાયણવિદ. તેમના પિતા હરમેન ડીલ્સ એક પ્રખર વિદ્વાન હતા. ઑટો ડીલ્સે બર્લિન યુનિવર્સિટીમાં નોબેલ પુરસ્કાર વિજેતા ઍમિલ ફિશર પાસે…
વધુ વાંચો >ડ્યુટેરિયમ
ડ્યુટેરિયમ : હાઇડ્રોજન તત્વનો એક સમસ્થાનિક. સંજ્ઞા 2H અથવા D પરમાણુઆંક 1, પરમાણુભાર 2.014102. તે ભારે હાઇડ્રોજન પણ કહેવાય છે. નાભિકીય (કેન્દ્રકીય, nuclear) સ્થાયિત્વ અને હાઇડ્રોજનના રાસાયણિક તથા ભૌતિક પરમાણુભાર વચ્ચેની વિસંગતતા લક્ષમાં લેતાં હાઇડ્રોજનનો પરમાણ્વિકદળ 2 ધરાવતો સ્થાયી સમસ્થાનિક હોવો જોઈએ તેવી આગાહી કરવામાં આવી હતી. આ સમસ્થાનિક શોધવાનો…
વધુ વાંચો >ડ્યૂ પોં (Du Pont) કુટુંબ
ડ્યૂ પોં (Du Pont) કુટુંબ : દુનિયાની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક એવી ‘ઈ.આઈ. ડ્યૂ પોં દ નેમૂર્ઝ ઍન્ડ કંપની’(ડ્યૂ પોં કંપની)ની સ્થાપના કરનાર, મૂળ ફ્રાન્સનું પણ અઢારમા સૈકાના અંતભાગથી અમેરિકામાં સ્થાયી થયેલું કુટુંબ. કુટુંબના વડવા પીઅર સેમ્યૂઅલ ડ્યૂ પોં દ નેમૂર્ઝનો જન્મ 14 ડિસેમ્બર, 1739માં એક ઘડિયાળીને ત્યાં થયો…
વધુ વાંચો >દૂમા, ઝાં બાતીસ્ત આંદ્રે
દૂમા, ઝાં બાતીસ્ત આંદ્રે (જ. 14 જુલાઈ 1800, અલેસ, ફ્રાન્સ; અ. 10 એપ્રિલ 1884, કૅન્સ, ફ્રાન્સ) : ફ્રેન્ચ કાર્બનિક રસાયણવિદ. જીનીવામાં ઔષધાલયમાં નોકરી કરતાં કરતાં રસાયણ અંગેનું જ્ઞાન પ્રાપ્ત કર્યું; તે દરમિયાન કેટલાક પ્રસિદ્ધ વૈજ્ઞાનિકોનું પ્રોત્સાહન મળવાથી તે પૅરિસ જઈ ત્યાંના ઇકૉલે પૉલિટેકનિકમાં મદદનીશ તરીકે જોડાયા અને 1835 સુધીમાં તે…
વધુ વાંચો >