જ. પો. ત્રિવેદી
ટેટ્રાઇથાઇલ લેડ
ટેટ્રાઇથાઇલ લેડ : મોટરના ઇંધનમાં યોગક તરીકે ઉમેરવામાં આવતું કાર્બધાત્વીય સંયોજન. તેનું સૂત્ર (C2H5)4Pb છે. તે રંગવિહીન તથા બાષ્પશીલ પ્રવાહી છે, તેનું ઉ.બિં. 200° સે. છે. સામાન્યત: તે પેટ્રોલમાં ગૅલનદીઠ 3 મિલી. ઉમેરવાથી પેટ્રોલ-ઇંધનની સ્ફોટનક્રિયા ઘણી ઘટી જાય છે. ટેટ્રામિથાઇલ લેડ પણ આના જેવું જ અસરકારક છે. ઔદ્યોગિક રીત પ્રમાણે…
વધુ વાંચો >ટેટ્રાક્લૉરોઇથેન
ટેટ્રાક્લૉરોઇથેન : ઇથેન અણુમાંના ચાર હાઇડ્રોજનના ક્લોરિન વિસ્થાપનથી મળતા બે સમઘટકોનું સામાન્ય નામ. એક સમઘટક 1, 1, 2, 2, — ટેટ્રાક્લૉરોઇથેન અથવા ઍસિટિલીન ટેટ્રાક્લૉરાઇડ છે. તેનું સૂત્ર Cl2CHCHCl2 છે. તે ખૂબ વિષાળુ, રંગવિહીન, ઘટ્ટ, ક્લૉરોફોર્મ જેવી વાસવાળું જળ-અદ્રાવ્ય પ્રવાહી છે. તેનું ઉ.બિં. 146.5° સે. તથા ગ.બિં. –43° સે. છે. તે…
વધુ વાંચો >ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન PTFE TFE)
ટેફલૉન (પૉલિટેટ્રાફ્લૉરોઇથિન, PTFE, TFE) : 1938માં ડૂ પોં કંપનીએ વિકસાવેલા ખૂબ મજબૂત (tough), પારભાસક, બિનઆસંજક (non-adhesive) બહુલકનું વ્યાપારી નામ. ટેટ્રાફ્લૉરોઇથિલીનના જલીય દ્રાવણમાં ઇમલ્શન બહુલીકરણ દ્વારા ટેફલૉન બનાવાય છે : આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તથા પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતી ઉષ્મા પાણી દ્વારા શોષાઈ જાય છે. ટેફલૉનનું ગ. બિં. 327° સે. છે.…
વધુ વાંચો >ટેરિલીન (પૉલિઇથિલીન ટરફ્થેલેટ)
ટેરિલીન (પૉલિઇથિલીન ટરફ્થેલેટ) : પૉલિએસ્ટર પ્રકારનો બહુલક પદાર્થ. ‘ટેરિલીન’ તેનું વેપારી નામ છે. બ્રિટનની ઇમ્પીરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ નામની પેઢીનો તે ટ્રેડમાર્ક છે. તેના વિજ્ઞાનીઓ વિનફિલ્ડ અને ડિક્સને 1941માં ટેરિલીનની શોધ કરી. તે ડેક્રોન તથા માયલાર તરીકે પણ જાણીતો છે. ઇથિલીન ગ્લાઇકૉલ અને ટેરફ્થેલિક ઍસિડના અમ્લ ઉદ્દીપકીય ઍસ્ટરીકરણ દ્વારા તે મેળવાય…
વધુ વાંચો >ટેરેફથૅલિક ઍસિડ
ટેરેફથૅલિક ઍસિડ : બેન્ઝિનના ડાયકાર્બૉક્સિલિક ઍસિડના ત્રણ પૈકીનો એક સમઘટક. તેને 1, 4-બેન્ઝિન ડાયકાર્બૉક્સિલિક ઍસિડ કહે છે. તેનું સૂત્ર HOOC–C6H4–COOH છે. તે રંગવિહીન અને સોયાકાર સ્ફટિક રૂપે મળે છે. ગ. બિં. 300° સે. (ઊર્ધ્વપાત) પેરાઝાઇલીનનું નાઇટ્રિક ઍસિડ કે પરમૅંગેનેટથી ઉપચયન કરવાથી તે બનાવી શકાય છે. 25° સે. તાપમાને 100 ગ્રા.…
વધુ વાંચો >ટેસ્ટૉસ્ટરોન
ટેસ્ટૉસ્ટરોન : શુક્રજનન (spermatogenesis) માટે આવશ્યક સ્ટીરૉઇડ પ્રકારનો અંત:સ્રાવ (hormone). રાસાયણિક નામ, 17 b – હાઇડ્રૉક્સી-4-એન્ડ્રોસ્ટન 3. ઓન; અણુસૂત્ર, C19H28O2; બંધારણીય સૂત્ર : ગ. બિં. : 154° સે., રંગ સફેદ અથવા આછો પીળાશ પડતો સફેદ (cream white). તે પાણીમાં અદ્રાવ્ય પણ ક્લૉરોફૉર્મ, આલ્કોહૉલ વગેરેમાં દ્રાવ્ય, ગંધવિહીન સ્ફટિકીય પદાર્થ છે. ટેસ્ટૉસ્ટરોનનું…
વધુ વાંચો >ટૉક્સાફિન
ટૉક્સાફિન : કૅમ્ફિનના ક્લોરિનીકરણ દ્વારા મેળવાતું ઘટ્ટ, પીળાશ પડતું કાર્બનિક પદાર્થોનું અર્ધઘન મિશ્રણ. (કૅમ્ફિન ટર્પેન્ટાઇનમાંથી મેળવાય છે.) ટૉક્સાફિનમાં લગભગ 68 % ક્લોરિન હોય છે. તે પાણીમાં અદ્રાવ્ય પરંતુ કેટલાંક કાર્બનિક દ્રાવકોમાં અતિદ્રાવ્ય છે. ટૉક્સાફિન જંતુઘ્ન તરીકે વપરાય છે. પ્રકાશ, ઉષ્મા અથવા પ્રબળ આલ્કલીની હાજરીમાં તેનું વિઘટન થતાં તેમાંથી હાઇડ્રોજન ક્લોરાઇડ…
વધુ વાંચો >ટૉડ, સર ઍલેક્ઝાંડર રૉબટર્સ
ટૉડ, સર ઍલેક્ઝાંડર રૉબટર્સ (જ. 2 ઑક્ટોબર 1907, ગ્લાસગો) : જનીનદ્રવ્યોની અગત્ય સમજવા આવશ્યક ન્યૂક્લિયોટાઇડ, ન્યૂક્લિયોસાઇડ તથા ન્યૂક્લિયોટાઇડ સહઉત્સેચકોના બંધારણ તથા સંશ્લેષણ માટે 1957ના રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કાર-વિજેતા બ્રિટિશ જીવ-રસાયણશાસ્ત્રી. તેમણે ઍલન ગ્લૅન સ્કૂલ તથા ગ્લાસગો યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1928માં બી.એસસી.ની પદવી મેળવી. 1931માં ફ્રૅન્કફર્ટ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવી; 1933માં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >ટૉલ્યુઈન
ટૉલ્યુઈન (મિથાઇલ બેન્ઝિન) : ઔદ્યોગિક રસાયણોના ઉત્પાદનમાં ખૂબ વપરાતો ઍરોમૅટિક રંગવિહીન પ્રવાહી હાઇડ્રોકાર્બન. કોલટારના હળવા (light) તેલના ઘટક-વિભાગમાં તે 15 %થી 20 % જેટલો હોય છે. પેટ્રોલિયમમાં તે અલ્પ પ્રમાણમાં હોય છે. ઔદ્યોગિક ઉપયોગ માટે તે બંનેમાંથી ટૉલ્યુઈન મેળવાય છે પરંતુ મોટાભાગનું ટૉલ્યુઈન પેટ્રોલિયમ નેફ્થાના ઉદ્દીપન વડે કરાતી ભંજન (cracking)…
વધુ વાંચો >ટ્રિટિયમ
ટ્રિટિયમ : હાઇડ્રોજનનો સૌથી ભારે, એકમાત્ર વિકિરણધર્મી સમસ્થાનિક. 1934માં રૂધરફૉર્ડ, ઓલિફન્ટ અને હાર્ટેક દ્વારા તે શોધી કાઢવામાં આવેલ. કુદરતમાં તે અતિ અલ્પ માત્રામાં મળે છે. સામાન્ય રીતે તે કેન્દ્રીય તત્વાંતરણની કૃત્રિમ વિધિથી બનાવવામાં આવે છે. રાસાયણિક તથા જીવવૈજ્ઞાનિક સંશોધનમાં તે ટ્રેસર તરીકે વપરાય છે તથા ઉષ્માનાભિકીય (thermonuclear) અથવા હાઇડ્રોજન બૉમ્બનો…
વધુ વાંચો >