ટેરેફથૅલિક ઍસિડ : બેન્ઝિનના ડાયકાર્બૉક્સિલિક ઍસિડના ત્રણ પૈકીનો એક સમઘટક. તેને 1, 4-બેન્ઝિન ડાયકાર્બૉક્સિલિક ઍસિડ કહે છે. તેનું સૂત્ર HOOC–C6H4–COOH છે. તે રંગવિહીન અને સોયાકાર સ્ફટિક રૂપે મળે છે. ગ. બિં. 300° સે. (ઊર્ધ્વપાત) પેરાઝાઇલીનનું નાઇટ્રિક ઍસિડ કે પરમૅંગેનેટથી ઉપચયન કરવાથી તે બનાવી શકાય છે.  25° સે. તાપમાને 100 ગ્રા. પાણીમાં તે 0.013 ગ્રા. જેટલું ઓગળે છે. ઇથિલીન ગ્લાયકૉલ સાથેની પ્રક્રિયા દ્વારા તેમાંથી ઔદ્યોગિક રીતે ટેરિલીન (ડેક્રોન) મેળવાય છે.

જ. પો. ત્રિવેદી